મારે તે ગામડે એકવાર આવજો… – ‘મનસ્વી’ પ્રાંતિજવાળા

વર્ષોથી સાંભળેલું આ ગીત.. હજુ પણ એટલું જ વ્હાલું લાગે..! મને લાગે છે કે પપ્પાની કેસેટમાં જે રેકોર્ડિંગ સાંભળ્યું હતું એ થોડું અલગ હતું – પણ હમણા તો જે મળ્યું એ જ તમારી સાથે વહેંચી લઉં. જન્માષ્ટમી હજુ હમણા જ તો ગઇ, એટલે કાનુડાને યાદ કરવાનો વધુ એક મોકો લઇ લઇએ..!!

સ્વર : ??

સંગીત : ??

(સૂનાં સૂનાં છે ગામ રાધાના શ્યામ વિના…)

મારે તે ગામડે એકવાર આવજો,
હે આવો ત્યારે મને સંદેશો કહાવજો
મારે તે ગામડે એકવાર આવજો

મારા માખણીયા મીઠાં મીઠાં ચાખજો,
મારે તે ગામડે એકવાર આવજો

મીઠાં માખણથી ભરી મટકી મારી આજ
મનમોહન આવો તમે માખણ ખાવા કાજ
સૂનાં સૂનાં છે ગામ રાધાના શ્યામ વિના
સૂનું સૂનું છે ગામ આજે ઘનશ્યામ વિના

અંતરનાં દ્વાર કહો ક્યારે ઉઘાડશો
મીઠી મીઠી મોરલી કહો ક્યારે વગાડશો
હે જમનાને તીર રાસ ક્યારે રચાવશો
મારે તે ગામડે એકવાર આવજો

વાગ્યા મૃદંગ હો રે.. જાગ્યા ઉમંગ કંઇ
આવ્યા પ્રસંગ રંગભીના હો…
મારાં માખણીયા મીઠાં મીઠાં ચાખજો
મારે તે ગામડે એકવાર આવજો

(આભાર – માવજીભાઇ.કોમ)

21 replies on “મારે તે ગામડે એકવાર આવજો… – ‘મનસ્વી’ પ્રાંતિજવાળા”

 1. આ મધુર કૃષ્ણગીત હું માનું છું કે મનસ્વી પ્રાતિજવાળાના જૂની રંગભૂમીના એક નાટકનું છે. ગીત ઘણું લોકપ્રિય થયેલું અને એના ઘણા વન્સમોર થતા. એ કયા નાટકનું છે એ જાણવા આતુર છું.
  –ગિરીશ પરીખ

 2. આ ગુજરાતી ચિત્રપટ ‘રાણકદેવી’નું ગીત છે. આ ટ્રેક રીરેકોરડ થયો છે. સ્વર રેખ ત્રિવેદી અને સંગીત સંયોજન કીર્તિ-ગીરીશનું છે. આભાર

 3. Rashmi Kamdar says:

  ‘Mare Te Gamde’ is from the Gujarati movie ‘Ranakdevi’ with music by Chhanalal Thakur and lyric by Kavi ‘Manasvi.’. It is sung by Amirbai Karnataki.

  My humble knowledge says the song that is presented through ‘Tahuko’ is the original movie version. It matches the version in my collection that was recorded from an old time original 78 rpm record.

  Jayshreeben, the version that you had heard through your father’s cassette may be a version of this song and that may be a reason why it was different. I am 69 years old and I had heard this song first time when I was eight years old.

  I have in my collection one Gujarati bhajan sung by Amirbai Karnataki. That bhajan is non other than Vaishnav Jana. If you wish I can send the same to you in mp3 format.

  My good wishes for your wonderful, non-stop and very successful work around Gujarati poetry and music. If I sit down to appreciate your work my whole writeup will contain nothing but appreciative adjectives.

  Rashmi Kamdar
  South Carolina
  USA

 4. Dr.Narayan patel says:

  Nice song with beautiful voice and v.v.good music
  Dr.Narayan Patel Ahmedabd

 5. Dr.Janak Shah says:

  I remember my mother singing this songs in ‘Bal Mandir’. The days gone for ever can be refresh through such post. Thanks Mavjibhai and Jayshreeben.

 6. Ullas Oza says:

  સુંદર ગીત. મધુર સ્વર અને સ્વરાંકન.
  વધુ વિગત માટે અભિષેકભાઇ નો આભાર.

 7. Robin Patel says:

  બહુ જ સુન્દર ખરેખર હ્રદય ને સ્પર્શે તેવુ…
  ખુબ ખુબ ધન્યવાદ્.

 8. Vijay says:

  બહુ સુંદર ગીત છે અને ગાયું છે પણ સારું ખુબ મજા આવી ખુબ ખુબ આભાર.

 9. keshavlal thakar says:

  ધન્યવાદ જય્શ્રેી બહેન ખુબ્જ સરસ ગેીત છે

 10. ‘મારે તે ગામડે એક વાર આવજો … (‘ગુજરાતી ફિલ્મજગત અને રંગભૂમિની સ્મરણિકાઓઃ ૧) http://www.girishparikh.wordpress.com પર પોસ્ટ કર્યું છે. વાંચવા વિનંતી.

  — ગિરીશ પરીખ

 11. manvant says:

  મારા સ્મરણભવનનુઁ અણમોલ નજરાણુઁ…..આભાર !

 12. n.s.antlala says:

  Very nice song and fine music thank u

 13. n.s.antlala says:

  ખુબ જ સરસ પ્રાથમિક શાલા મા ગાયેલા ગિતો યાદ અપાવિ દિધા આભાર

 14. nilesh talsania says:

  ખરેખર ગામડા નો અનુભવ થયો…..નિલેશ તલસણિયા

 15. સુંદર મજાનું ગીત… ફરી ફરીને સાંભળવું ગમે એવું…

 16. RASESH JOSHI says:

  VERY FINE NICE AND OLD SONG TO HEARD ON ;TAHUKO’

 17. નાનપણામા આ ગીત ખૂબ ગાતી હતી. મધુરુ, સરળ અને ભાવભર્યું ગીત સાંભળવાની મઝા આવી ગઈ.

 18. રશ્મિ કામદાર ની જેમ હું પણ ૬૯ વર્ષનો થયો છું . આ ગીત મારા મોટાભાઈ શ્રી સુર્યકાંત વ્યાસ પાંસે થી સાંભળેલું.તેઓ સી પી એડ કરવા રાજપીપળાની છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય માં જોડાયેલા.વર્ષ હતું ૧૯૫૫.ત્યાં વાર્ષિકોત્સવમા આ રાસ ગરબાના કાર્યક્રમમાં આ ગવાયેલું.મારા ભાઈ એ તેમા ભાગ લીધેલો અને અમારા આખા પરિવારે ત્યાં હાજર રહી ખુબ મઝા માણેલી.આજે તે દિવસોની સ્મુતિ કરાવવા બદલ જયશ્રીને શાબાશી આપું છું.
  રશ્મિ કામદાર ગુજરાત સરકારના મુખ્ય ઈજનેર હતા તેજ છો?મને ફોને ન કરો?૬૩૦-૭૨૩-૪૯૬૨.શીકાગો, યુ.એસ્.એ.

 19. HITESH MAKHECHA says:

  વારંવાર સાંભળવું ગમે. આભાર

 20. devendra says:

  this song belons to gujarati film “RANAK DEVI” .Playback artist was famous singer of yester generation AMIRBAI KARNATAKI.

 21. amirali khimani says:

  જો હુ ભુલતો નહોવતો ૧૯૫૦ મા મે આગિત સભળે લુ એસમયે આ ગિત અતિ લોકપ્રિય થ્યેલુ.એક એક શ્બદ મા કેટલિ ભાવના અને પ્રેમ છલકાય છે? ઉડી ભગ્તિ ભાવ ના સાથે મનન કરિયે તો નયન ભિના થઇ જાય છે. પ્રેમ અને શ્ર્ધા તેમજ ભાવ્ના થિ આ ગિત દિલ મા ઉત્રિજાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *