વરસોથી સંઘરી રાખેલી – સૈફ પાલનપુરી

સ્વર: મનહર ઉધાસ

This text will be replaced

વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું
મમતા રાખીને સાંભળજો હું તમને બહુ ચાહું છું

વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી
મનની કળીઓ પણ ખીલે છે ત્યારે ધીમી ધીમી
મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં
વડીલ જેવું કોઈ મળે તો બહુ શરમાઉ છું મનમાં

પગલાં જેવું લાગે છે ત્યાં ફુલો રોજ ધરું છું
સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું
ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે
એવી હાલત થાય છે બસ મિત્રો જ મને સંભાળે છે

પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં
કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રિતી કરી છે મેં
પણ આ છેલ્લી વાત કહ્યા વિણ મારાથી રહેવાતું નથી
કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી

એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે
પોતાની પ્રેમીકાને સૌ આ રીતે સમજાવે
દુનિયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું
મારા શબ્દો વાપરવાની છૂટ બધાને આપું છું

શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે
તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે
મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે
દુનીયાની સૌ પ્રિતમાં મુજને ભાગીદારી મળશે

– સૈફ પાલનપુરી

19 replies on “વરસોથી સંઘરી રાખેલી – સૈફ પાલનપુરી”

 1. sunil rachani says:

  superb, very refressing

 2. જાણીતી મજાની નઝમ…

 3. PRAFUL DESAI. says:

  SO TRUE ABOUT FEELINGS IN COLLEGE LIFE FOR QUITE A FEW OF US.SO REALISTIC AND BEAUTIFULL POEM.

 4. Manish says:

  મનહરભાઇ નુ તો નામ જ “ગઝલ” છે…
  થાય સરખામણી તૉ ઉતરતા છીએ તે છતા આબરુનૅ લુટાવી દીધી,
  ઍમના મહેલનૅ રૉશની આ૫વા ઝુ૫ડી ૫ણ અમારી જલાવી દીધી…

 5. Dr.Narayan Patel says:

  Good letter to Prmika.The auther has a unique desire that this letter may be used
  by lovers to write to their beloved.Nice idea.Dr.Narayan Patel Ahmedabad

 6. Anila Amin says:

  વાહ્…આપની ઉદારતા, આપના શબ્દોનોઉપયોગ દરેક પ્રેમિને કરવાનીછૂટ્.

  સરસ શબ્દો, સરસ કલ્પના અને બધાથી ઊત્તમ મનહર ઉધાસનો સ્વર. ખૂબ

  ખૂબ મઝા આવી સામ્ભળવાની.

 7. ગુજરાતી ગઝલનું ઘરેણું જનાબ સૈફ સાહેબની ગઝલિયત અને મખમલી અવાજના ધની શ્રી મનહરભાઈની ગાયકીનો સુભગ સમન્વય….
  જેટલીવાર સાંભળીએ એટલી વધુ ને વધુ ગમતી જાય એવી સદા સુહાગન અને ચીર યૌવન અભિવ્યક્તિ..
  ટીમ ટહુકોને અભિનંદન અહીં ફરીથી માણવાનો અવસર પ્રદાન કરવા બદલ.

 8. Madhavi R Vyas says:

  Bahen Jayshree,

  Mara Pati aane Mara atishaya gamta aawaz ne sambhrl man thodu halvu thayun. AAme banne manta ke M Udhas aane A Jalota na Shabdochhar aati clear howathi kavita nanva ni mazaa kai orr chae. Maara pati 29 mi aug.gujari gaya pachi paheli vakhat AA gazal emna vagar ekli sambhri-vanchi emne yaad karya.

 9. Madhavi R. Vyas says:

  બહેન જયશ્રી,
  મારા અને મારા પતિને અતિશય ગમતા અવાજને સાંભળી મન થોડું હળવું થયું. અમે બન્ને માનતા કે શ્રી મનહર ઉધાસ અને શ્રી અનુપ જલોટાના શબ્દોચ્ચાર અતિ શુદ્ધ હોવાથી તેમણે ગયેલી કૃતિઓની મજાજ કંઈ ઓર છે. મારા પતિના ૨૯મી ઓગસ્ટના ગુજરી ગયા પછી આ પહેલી વખત ગઝલ એમના વગર એકલી સાંભળી, વાંચી, યાદ કર્યા.

 10. Tahuko_Fan says:

  Thanks a lot for this song… Loved it always and was longing for it….
  Keep up the good work…
  God bless tahuko

 11. sabana chaus says:

  Hu Tamne Bahu Chahu chu…… it’s really incredible…

 12. NANU N MEHTA says:

  This is one of the most Touching7 Outstanding song i heard after a long time.Mastery of Words and superb singing by Manharbhai takes you to a new High.Thank you so much to place this song on Tahuko.I immensly enjoyed it and shared with my Facebook friends.

 13. Nilesh Vyas says:

  પ્રેમ ની અભિવ્યક્તિ કરવા એકદમ યોગ્ય નઝમ છે. સૈફ સાહેબ ને લાખ લાખ સલામ.

 14. તેજસ પરમાર says:

  આફ્રિન…..
  શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે
  તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે

 15. Mehmood says:

  વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું
  મમતા રાખીને સાંભળજો હું તમને બહુ ચાહું છું

  કેટલી સરળ અને સરસ રીતે કહેવાયેલી વાત…

 16. dipti says:

  વાહ્….…આપની ઉદારતા. આપના શબ્દોનોઉપયોગ દરેક પ્રેમિને કરવાની છુટ!!

  સરસ શબ્દો, સરસ કલ્પના ખૂબખૂબ મજા આવી …..

 17. i like most this poem . . . . fantastic.

 18. bhavesh says:

  wah manharbhai wah

 19. Jagruti Viral Patel says:

  સરસ રચના ……….મનહર ઉધાસ ના સ્વર મા આ ગીત સાંભળવા નુ વારંવાર મન થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *