કાજળભર્યા નયનનાં – અમૃત ‘ઘાયલ’

ઑગસ્ટ ૧૮, ૨૦૦૬ માં પહેલા મુકેલી આ ગઝલ આજે મનહર ઉધાસના સ્વરમાં…..

arai56

સ્વર : મનહર ઉધાસ

This text will be replaced

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે

દિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.

24 replies on “કાજળભર્યા નયનનાં – અમૃત ‘ઘાયલ’”

 1. manvant says:

  આટલું મોહક સ્ત્રી ચિત્ર આજે જ જોવા મળ્યું !
  કવિ, ગાનાર,તંત્રી સૌનો ઘણો જ આભાર !
  “કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે !
  કારણ નહીં જ આપું..કારણ મને ગમે છે !”

 2. અમિત says:

  કાજળભર્યા નયનનાં કામણ તો જબરા હો ,
  ભાઇ ભાઇ !!!

 3. સુંદર ગઝલ અને અતિસુંદર ચિત્ર…

 4. Hardik says:

  Jayshree, thank you for this post. I was searching for this since long!

 5. મુક્તક

  જિવન મા જો દુખો હોય તો જિવન મધિરા ધામ થયિ જાય
  આ દિલ સુરાહિ અને નયન જામ થયિ જાય

  તુજ નયન મ નિહાળૂ છુ સઘળી રાસ લિલા ઓ
  જો કિકિ રાધા થઇ જાય તો કાજળ શ્યામ થ્ઇ જાય્.

 6. Darshan Parekh says:

  સુંદર અતિસુંદર ગઝલ

 7. Harsh says:

  ખુબ સરસ ગઝલ છે…. આવિ નવિ ગઝલો મોકલ તા રેજો…

 8. PARAG says:

  i listen this gazel and also set in my casio this gazel is very nice

  Thanks AMRUT JI
  parag

 9. Rutvik says:

  મજા આવી ગયી!!!!

 10. Witty says:

  અરે! ભાઈ તમે તો રન્ગ જમાવેી દેીધો.. જબરદસ્ત દોસ્ત.. દિલ દરિયો બનેી ગયુ

 11. dharmin says:

  આ ગઝલ મને ખુબ જ ગમે ચ્હે.

 12. ભૂપેન્દૃ પટેલ says:

  લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
  છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે

  આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
  આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

 13. Jignesh Pandya says:

  ‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
  મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.

  ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
  આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

  આનાથિ વધારે….
  કહેવા માટે મારિ પાસે શબ્દો નથિ.

 14. પલ્લવી પંડ્યા says:

  હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
  દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

 15. Khimanand Ram says:

  હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
  દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

 16. Kanan Raval says:

  અમૃત ઘાયલની ગઝલો તો ખુબ જ સુન્દર હોય જ છે. તે કોઇ ને ના ગમે તેમાં કોઇ શક નથી. પણ આ ગઝલની વાત જ કંઇ અલગ છે.

 17. વાહ !
  કાજળભર્યાં નયનોએ કામણ ઠાલવી મને ઘાયલ કરી દીધી…
  ગુજરાતી ગીતોનો ખજાનો આપી આપે મને કાયલ કરી દીધી ….

 18. CHAUAHN says:

  KHUB SARRAS GAZAL KAKHI CHE.

 19. કાજળભર્યા નયનનાં કામણ સૌને ગમે.

 20. prabhat chavda says:

  અતિસુંદર ગઝલ………..

 21. “””ઘાયલ “”” તમ્નેમુબરક , અમોને તમારા ગેીતો બહુ ગમે………………..આભાર …..ને ….ધન્યવાદ

 22. Shah Madhusudan says:

  ઘાયલનિ ગ ઝ લ અને ગાય મનહર ઉધાસ….સામ્ભળવાનિ મઝા આવિ ગઇ.

 23. જયેન્દ્ર ઠાકર says:

  અફલાતુન!બિસ્મીલને વધુ બિસ્મીલ બનાવવા ઘાયલની દોસ્તી કરવી.

 24. Ravindra Sankalia. says:

  મનહર ઉધાસના સ્વરમા ઘાયલની ગઝલ સાન્ભળવાની બહુ મઝા આવી. મને ગમે છે એજ કારણ બીજુ કારણ વળી શુ આપવાનુ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *