દાદા હો દીકરી….

સ્વર : સંગીત : કવિ : ????

(Photo by : Coolkarni)

.

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે રે પરોઢીએ પાણી મોકલે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો બુડે નહિ, ઘડો બુડે નહિ, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દિ કૂવા કાંઠડે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે , કહેજો દાદાને રે , મારી માડીને નવ કહેજો રે સૈ
મારી માડી બિચારી આંશુ સારશે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, તળાવે નવ પડજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

22 replies on “દાદા હો દીકરી….”

  1. could not hear. 1 request. i would like to c 1 more song that is “dhire re chhedo re dholi dhloka, aa mangal tana ni mehandi re …… & samju balki jaay sasare, vachan madi nu……
    try to get & post.

  2. જયશ્રીબેન, બીજુ એક ભાવનાપૂર્ણ લોકગીત – “દાદાને આગણ આબલો, આબલો ઘોર ગમ્ભીર જો….” મુકશો.

  3. ખરેખર આ ખુબ જ સારુ લોક ગીત સાંભરી હદય ભરાઈ આવે –ધન્યવાદ

  4. whenever i list this song i feel 2 crying. In our samaj 2day also this situation occur. Educated daughter-in-law are suffer.

  5. આ ગિત તો અને જુનુ ,અતિ સુન્દર !!!કયાક અતિશયોક્તિ હશે , અસત્ય ક્યાય નથિ !

  6. my friend’s mum’s favourite song…. luckily, she had the best sasuma in the world… better than her own mum…that reminds that not all sasuma are the same…

  7. આ પરિસ્થિતિ આ જમાના મા પણ છે. તે પણ અમેરિકા જેવા દેશ મા. દુખનેી વાત તો
    એ છે કે તેવા માણસો સ્વર્ગ મા જવાનેી આશા રાખે છે.

  8. હજિયે જ્યારે આ ગિત સામ્ભલુચ્હુ ત્યારે બહેન સામ્ભરે ચ્હે….તને યાદ કરિને તર્પન કરુ…
    No comments for enjoy is possible for this song…its our society’s people who had done with their own house wives for leave from this world remembering her parents.
    ક્યારે જાગશે આપનો આતમરામ…

  9. આંખમાં આંસુ આવી જાય એવું કંઈક…ખબર નહીં દીકરીઓને સાસરે જ કેમ જવું પડતું હશે?

  10. કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, તળાવે નવ પડજો રે સૈ
    અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
    દાદા હો દીકરી, દાદા હો દીકરી
    તો આંખ ભીની થઈ જાય

  11. દાદા હો દિકરિ ગિત પ્લે કરતા એક બિજા પાસે બેસવુ એ ગિત પ્લે થાય ચ્હે.

  12. આ ગિત વાચતા આખમા આસુ આવિ ગયા, ખુબ જ ભાવ સભર ગિત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *