પાંખો કાપવી ‘તી તો… રે…
મોરલાને જનમ કેમ આપ્યો?
હે! પડઘો ન પાડવો તો… રે…
અંતરે સાદ કાં આલપ્યો ?
- જનમ કેમ આપ્યો?
સામી મ્હોલાતમાં દીવડી ફરૂકે,
ફરૂકે મારા અંતરની જ્યોતિ !
હે ! આડી ચણી આ કાચની દીવાલ તો,
લોહની દીવાલ કાં ન રોપી ?
- સાદ કાં આલપ્યો ?
પાંખો કાપવી ‘તી તો… રે…
મોરલાને જનમ કેમ આપ્યો?
Share what you loved...

Email
nice one !!!
વાહ સાચે જ પ્રભુને ફરિયાદ કરવાનુ મન થાય છે કે જો સામેથી પ્યાર મળવાનો ન હતો તો મારા હ્રદયમાં આ આલાપ પ્રેમની કેમ છેડી.
પડઘો ન પાડવો તો… રે…
અંતરે સાદ કાં આલપ્યો
સાદ દેવો જ હતો તો બંને ના અંતરમાંથી સાથે સાદ કેમ ના દીધો?