
હું ફોરસ્કવેર સિગરેટ નહોતી
કે
તમારો ખાલીપો ભરવા બળી શકું,
હું
આકાશમાંની નાનકડી વાદળી યે નહોતી
કે
તમને ભીંજવીને સાવ કોરી થઇ શકું.
હું તો બે કાંઠે ભરપૂર-છલોછલ
વહેતી નદી હતી
કે
જેમાં તમને સમાવી હું ખુદને પામી લઉં.
હું
જે ગઇકાલે નહોતી તે આજે ય હું બની શકી નથી
પણ
બે કાંઠે ભરપૂર વહેતી નદી
લાગણીની-પ્રેમની પ્યાસમાં ઝૂરી ઝૂરી
સૂકાઇ ગઇ છે ક્યારની
પણ હા,
હું ફરી વહી શકુ –
ભરપૂર બે કાંઠે તેની રાહ
સૂકાઇ ગયેલી નદીના રેતીના તટથી
થોડે દૂર ઊભેલાં એક વૃક્ષની ડાળીએ
માળો બાંધીને રહેતાં પંખીઓ
આજે ય જુએ છે અનિમેશ નયને.
Share what you loved...
Email
લાગણીસભર કવિતા માણવાની મજા આવી ,,સરસ.
સૂકાઇ ગયેલી નદીના રેતીના તટથી
થોડે દૂર ઊભેલાં એક વૃક્ષની ડાળીએ
માળો બાંધીને રહેતાં પંખીઓ
આજે ય જુએ છે અનિમેશ નયને.
ઘણું બધુ કહી જાય છે… આ પંક્તિઑ…
લે તારી…લે..રીતાએ તો રિક્તતાની યાદ અપાવી