સપનાં વસંતના – સુરેશ દલાલ

આજે – ૧૧મી ઓક્ટોબર – કવિ શ્રી સુરેશ દલાલના જન્મદિને, એમની એક મઝાની કવિતા…

એક પાનખરના ઝાડને આવે
આવે છે રોજ સપનાં વસંતના
ક્યારે મારી ડાળીએ ખીલે
ખિલખિલ ફૂલો સુગંધનાં

આજે ભલે ડાળીઓ સુક્કી
પણ કાલ એમાં વહેશે ધબકાર લીલોછમ;
આજ ભલે જાઉં હું ઝૂકી
વિધાતાની સામે : તોયે મને એનો નહીં ગમ.
એક એવી આવશે મોસમ :
કે ગીત મને મળશે કોયલના કંઠના.

માણસ પોતાનાં પોપચાં પંપાળે
એમ વ્હેતી હવા મને પંપાળી રહે
કોની આ માયા છે એ તો હું જાણું નહીં
પણ કોઇ મને કાનમાં વાતો સુંવાળી કહે
બિલોરી કાચ જેવા હૈયામાં એક દિવસ
મઘમઘ થઇ મ્હેકશે સપનાં અનંતના.

– સુરેશ દલાલ

4 replies on “સપનાં વસંતના – સુરેશ દલાલ”

  1. Beautiful. Poet does not express sadness. Instead he shows hope. Says, it’s o.k not to have leaves. Soon it will be spring and i will have brand new leaves.
    Thanks for sharing.

  2. હોય જો સારો સંગ….તો ઊડે….આકાશ માં પતંગ…..
    બાકી…..નંગ ને….સુ પડે ફરક…..
    હોય…..ઊનાળો…..કે…પછી….વસંત….! નરેન્દ્ર સોની

  3. Very optimistic hopeful sweet poem and typical of Sureshbhai. He would have completed 86 today and we would have got so many more good poems ( “Kavitas”) from him. He is missed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *