ટહુકો.કોમની અગિયારમી વર્ષગાંઠ….

આજે ૧૨મી જુન.. ટહુકો શરૂ થયાને ૧૧ વર્ષ થઇ ગયા. આટલા ૧૧ વર્ષોમાં ટહુકો વેબસાઇટે મને ઘણુ આપ્યુ છે, પણ સૌથી મૂલ્યવાન કોઇ ભેટ મને મળી હોઇ તો એ છે કેટલાક દિલોજાન મિત્રો! એ મિત્રો, હંમેશા માર્ગદર્શન આપતા વડીલો, જેમનું સર્જન ટહુકો પર ટહુકતુ રહ્યુ છે એ સૌ કવિઓ, સંગીતકારો, ગાયકો, અને જેમની ચાહના છેલ્લા ૧૧ વર્ષોથી હંમેશા મળી છે એ સૌ વાચકોનો આજે ફરી એકવાર હ્રદયપૂર્વક ઋણસ્વિકાર કરું છું.

છેલ્લા થોડા વર્ષોમાં ટહુકો પર પહેલાની જેમ દરરોજ પોસ્ટ નથી મુકાતી, એના કારણ આમ તો ઘણા આપી શકાય, પણ આખરે તો એને મારુ પોતાનુ lack of discipline જ કહી શકાય!

દર વર્ષની જેમ, આ વર્ષે પણ ટહુકો પર પહેલાની જેમ જ નિયમિત કાવ્યો અને સંગીતની વહેંચણી થાય એની બને એટલી વધુ કોશિશ કરીશ.

આજે મમળાવીએ, આ એક નાનકડી કવિતા – આપણા સૌના લાડીલા ટહુકાને અર્પણ… અને આપણા સૌની ભીતરથી સ્વયંસ્ફૂરિત એવા ટહુકાને અર્પણ!

26872_377958986366_7390234_n
(તસ્વીર – વિવેક ટેલર)

ડાળ પર ટહુકા કરતી કોયલ…
એ ટહુકા
કોઈના સવાલના જવાબ નથી,
કોઈના ટહુકાના પડઘા નથી.
એ ટહુકા
સ્વયંસ્ફૂરિત છે,
અંતરમાં જાગેલા ગીતનો આવિષ્કાર છે…

– માયા એંજેલો
(ભાવાનુવાદ – ચંદ્રેશ ઠાકોર)

24 replies on “ટહુકો.કોમની અગિયારમી વર્ષગાંઠ….”

  1. સરસ કવિતાનો સરસ અનુવાદ્.
    ખુબ ખુબ અભિનન્દન અને શુભેચ્ચ્હાઓ જયશ્રેીબહેન…. સપના આમ જ ફળે છે….

    લતા હિરાણેી

  2. કદાચ અતિશયોક્તિ હશે પણ,આ વેબસાઈટ પરથી મળતા ગીતો નો રસાસ્વાદ, કશુક ખોવાયલું પાછુ મળ્યુ હોય એવો આનંદ આપે છે.

    ખુબ ખુબ આભાર અને આશીર્વાદ .જયશ્રી બહેન

    નવિન કાટવાળા

  3. ધ્ન્ય્વાદ્
    જ્યન્તિ ચાવદા – નાઈરોબિ – કેન્યા
    Heatiest Congratulatiaons and keep it up – Jyanti Chavda – Nairobi – Kenya

  4. વધુ પ્રગતિ કરતા રહો એ અભિલાષા.
    કાંતિલાલ પરમાર
    હીચીન

  5. ટહૂકો એ પરદેશમા મને ધબકતો રાખ્યો છે. આભાર. ટહૂકો ગૂન્જતો રહેશે.

  6. CONGRATULATIONS & BEST WISHES.

    THIS YEAR YOU OR ANY OF YOUR CAPABLE READERS CAN

    FIND AN OLD GEET ” Vaayu Taara Vinzaldaa Ne Kaheje Dhire Vaay ….”

    The lyrics as well as Tune to this geet were very pleasing. THANKS.

  7. મને પણ આ એક સપનું લાગે છે. ઓહ ૧૧વષૅ! Growing old togath2.

  8. Khubaj saras che tahoko khubj mahitiprad ane Gujarat nu gaurav vadhare che regular post chalu rakhsho ane ha varshganth nimitte abhinandan.

  9. ઠ્૬કો સ્દાય ટહુકતો રહે એવી અપેક્શા સાથે ટહુકાને ખૂબ ખૂબ અબીનન્દન્.

  10. ટહુકો ને ખુબ ખુબ અભિનદન્.આટલુ બધુ પિરસવા માટે..ખુબ જ માણયુ અને માણતા રહિશુ..

  11. અદભુત કવિતા !

    ટહુકો ડૉટ કોમને અગિયારમી વર્ષગાંઠ નિમિત્તે કોટિ કોટિ સ્નેહકામનાઓ… આ વર્ષ નિયમિત રચનાઓનો સૂરજ ફેર ઊગતો જુએ એ જ અપેક્ષા….

  12. ખુબ ખુબ અભિનદન
    ગિત સન્ગિત ને સુર નો આસ્વાદ બ્દ્લ્

  13. પ્રસંગને અનુરૂપ સ્વયંસ્ફૂરિત ટહુકાની સુંદર કવિતા…

    જુગ જુગ જીયો “ટહુકો”… ટહુકોની વર્ષગાંઠ પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ

  14. Congratulations to TAHUKO on 11th Varshganth. You are doing excellent service of keeping Gujarati Kavita and our Matrubhasha ALIVE. All the best. Keep it up. આભાર.

  15. વર્ષગાંઠ ની અનેક શુભેચ્છાઓ…
    અલગ અલગ રસ,ભાવ અને મિજાજ ની કવિતાઓ અમારા સુધી પહોંચે તે માટે આપના ભગીરથ કાર્ય ને અનેક અભિનંદન….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *