તો એમને તકલીફ થઇ ! – ડૉ.મહેશ રાવલ

અટક્યાવગર આગળ વધ્યા તો એમને તકલીફ થઇ
સંજોગ સાથે બાખડ્યા તો એમને તકલીફ થઇ !

પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન લઇ ઊભા થયા બે-ખોફ, ‘ને
ઉત્તર બધા ટાંચા પડ્યા તો એમને તકલીફ થઇ

ઘટના જૂની ભૂલી જવાની હોય, એ ભૂલાઇ નહીં
બે-ત્રણ પુરાવા પણ મળ્યા તો એમને તકલીફ થઇ

પડઘાવગરનાં સાદ બહુ કાને નથી પડતાં, છતાં
એ કાન દઇને સાંભળ્યા તો એમને તકલીફ થઇ !

ખુલ્લી હથેળી જેમ જીવ્યા એય ખટક્યું એમને
સાચા હતાં સાચા ઠર્યા તો એમને તકલીફ થઇ

અંધારપટને ખાળવા સાહસ કર્યું આખા ઘરે
‘ને ટોડલે દીવા બળ્યા તો એમને તકલીફ થઇ !

સહુનાં થવાની લાહ્યમાં એ થઇ શક્યા નહીં કોઇનાં
અમને, બધાએ સાંકળ્યા તો એમને તકલીફ થઇ !

– ડૉ.મહેશ રાવલ

5 replies on “તો એમને તકલીફ થઇ ! – ડૉ.મહેશ રાવલ”

  1. વાહ ! સરસ રચના….

  2. વાહ્…..સુંદર રચના……

  3. વાહ્…..સુંદર રચના…… અતિ……….સુન્દર…..

  4. Kjvyaa says:

    Very nice

  5. VIKRAM says:

    ખ્ રે ખ ર સુન્દર રચના…..

    સાચા હતા તમે ……લોકો ને તકલેીફ થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *