આમ અધવચ્ચે હું થાકી ના શકું – વિવેક મનહર ટેલર

*

છું સૂરજ પણ રાતને ઊગતી તો દાબી ના શકું,
છો રમત મનગમતી હો, કંઈ રોજ ફાવી ના શકું.

ઈચ્છું છું જે કંઈ હું એ સઘળું તો તું દઈ ના શકે,
હું ય જે ઈચ્છું છું એ સઘળું તો માંગી ના શકું.

લાખ ઈચ્છા થાય તો પણ ચાલતા રહેવું પડે,
શ્વાસ છું તો આમ અધવચ્ચે હું થાકી ના શકું.

ફૂલ ને ખુશ્બુની પાસે આટલું શીખું તો બસ-
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું.

લાખ ગમતો હો છતાં પણ વાતેવાતે રોજેરોજ
હું ગઝલના શેરને સઘળે તો ટાંકી ના શકું.

આ ગઝલ એથી લખી કે શ્વાસ તારા નામના
જો નથી મારા તો મારી પાસે રાખી ના શકું.

-વિવેક મનહર ટેલર

9 replies on “આમ અધવચ્ચે હું થાકી ના શકું – વિવેક મનહર ટેલર”

 1. ભરત ભગત મોન્ટ્રીયલ કેનેડા ક્યુબેક . says:

  કોય કવિ ના શબ્દો મને યાદ છે —-માગ્યા મેહ વરસતા હોય તો મેહ્લ્ડા તું માગી જોને ! જીવન માં ક્યાય કાય મળીજાય એને અંતર ના નાદ માં જકડી રેહવું એમજ સ્નેહ છે ,પ્રેમ છે—આપના ગુજરાતી સાહિત્ય માં પ્રેમ ને આંધળો કેહ્યોજ છે, અને અંધ્લા પનામા અનેક વહન માં કોય પણ દિશા નો પાવાન ઝલાય શકે છે અને વિરુધ દિશામ અંધ્લા બેહ્રું કુટાય એવી કેહવત છે અને સાચી પણ છે. પરંતુ પ્રેઅસી અને પ્રીતમ ના વહન માં ઉલટી દિશામા વહન હનકાર વાણી આદત પડવી આદત પડવી પડે છે, પ્રીતામ પ્રેયસી ને મનાવ વ હથેળીમાં ચંદ દેખાડે છે અને પ્રેયસી નો હાથ પ્રીતમ ને દિવશે તારા દેખાડી દે છે ,અવ વ્યંગ અને ગામ ,પ્યાર ના રીશામના આકાવ્યના ગુથાર્થ માં સમાયેલ છે આવા ઉગતા કવિ ના આવા પ્રયોગ ને ધન્યવાદ।

 2. Suresh Shah says:

  અકથ્ય વેદના.
  બધું હોવા છતાં કાંઈ નથી મારું.
  ગમ્યું. આભાર.
  – સુરેશ શાહ, સિંગાપોર

 3. Pravin Shah says:

  very nice vivekbhai…..

 4. Ramesh Oza says:

  Uchhino Shwas ma levay ke Devay.

 5. rasikbhai says:

  સુન્દેર ગઝલ આખરિ બે લિતિ ભુલિ ના શકુઉ.

 6. nayana says:

  સુદર લખાણ

 7. ashokthakkar says:

  Vivek’s poetry always touches my heart. Keep it up, my friend!
  “Lakh ichchha thay toy Gujarati ma lakhi na shakun!”

 8. fatema says:

  અતિ સુંદર

 9. આભાર, દોસ્તો….

  આભાર, ટહુકો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *