કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વ ૬ : ઝંડાનું ગીત

કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વની ઉજવણી ફરી ચાલુ કરીએ… ભાદરવા વદ બારસ (રેંટિયા બારસ)ની વાત આની આગળની પોસ્ટમાં કરી – એ જ સંદર્ભમાં આજે સાંભળીએ કવિશ્રી એ આપણને આપેલું સરસ મઝાનું ઝંડાગીત.. આટલા વર્ષો સુધી શાળામાં ‘ઝંડા ઉંચા રહે હમારા’ ગીત લલકાર્યે રાખ્યું હતું, ત્યારે આ ઝંડાગીત મળ્યું હોત તો? સાચું કહું તો – ગુજરાતી ભાષામાં બીજું એક જ ‘ઝંડાગીત’ મને યાદ છે – જા રે ઝંડા જા… – શ્રધ્ધા એ આ ગીત મોકલ્યું, અને પ્રથમતો વાંચવાની જ મઝા આવી, પણ શ્રધ્ધાએ એનું સ્વરાંકન પણ એવું મસ્ત જુસ્સાસભર કર્યું છે કે આપ મેળે એની સાથે જોડાઇને લલકારવાનું મન થઇ જાય.

આ પર્વમાં અત્યાર સુધી પ્રસ્તુત કરેલા બધા જ ગીતો ને સ્વરાંકન આપવા માટે, સ્વર આપીને રેકોર્ડ કરવા માટે, અને આ બધી જ માહિતી આપણા સુધી પહોંચાડવા માટે શ્રધ્ધાનો આપણા સૌ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું.

આ ગીત વિષે થોડી માહિતી ડો. કનકભાઇ રવિશંકર રાવળ તરફથી મળી છે – “This song was a part of a stage play KS had written.
It was staged at BVN in 1943. It was first published in KUMAR in its 100th issue. British Raj confiscated the issue and fined the editors during 1930s.”

સ્વર – સ્વરાંકન ઃ શ્રધ્ધા શ્રીધરાણી

****

ત્રીશ કોટી શિશ પ્રણમે તને
ભારતની ઓ ધર્મ-ધજા !
નવલખ તારા આશિષ ઝમે
ભારતની ઓ કર્મ-ધજા !

વ્યોમ તણી ફરકંત પતાકા,
હિમડુંગરનો દંડ;
સંસ્કૃતિના જગ-ચોક મહીં
ધ્વજ ફરકંતો પડછંદ.

જે ઝંડાને ગાંધીજીએ
સ્ફટિક હ્રદયથી ધવલ કીધો,
જે ઝંડાને ભગત, જતીને
રુધિર-રંગ રંગી દીધો!

લીલા શાંતિ તણા નેજા!
ભારતની ઓ ધર્મ-ધજા!

– કૃષ્ણલાલ શ્રીધરાણી

*****

5 replies on “કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વ ૬ : ઝંડાનું ગીત”

 1. VALLABHDAS RAICHURA says:

  Very beautifully rendered with verve and devotion to Bharatmata and her Tricolor.
  Who is the artiste?

  Please give credit to her.

  Vallabhdas Raichura

  North Potomac
  Maryland
  (U.S.A.)
  September 23, 2014.

 2. Harish says:

  શ્રદ્ધાબેને તેમના સ્વર – સ્વરંકે બહુ આનંદ સર્જી દીધો અને તેઓનાં પૂ. દાદાજી અને સૌના માનનીય શ્રી . કૃષ્ણલાલભાઈ શ્રીધરાણીની
  મધુર યાદ કરાવી દીધી.

  ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ.

  હરીશ.

 3. સુંદર રચના…

  ફરી માણવી ગમી. ..

 4. nayana says:

  ખુબ ખુબ અભિનદન ખુબ જ સુદર ગીત ભારત માત નુ ગોરવ સ્વરાકન પણ ખુબ મધુર .

 5. ડો. કનકભાઈ રવિશંકર રાવળ says:

  This song was a part of a stage play KS had written.
  It was staged at BVN in 1943
  It was first published in KUMAR in its 100th issue.
  British Raj confiscated the issue and fined the editors
  during 1930s.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *