જેવી તેવી વાત નથી – સંદીપ ભાટિયા

૨૬ સપ્ટેમ્બર ૨૦૦૮ માં મુકેલું કવિ સંદીપ ભાટિયાનું આ ગીત વધારે સારુ રેકોર્ડિંગ સાથે ફરી એક વાર….સ્વર સંગીત આશિત દેસાઇ….

21મી સપ્ટેમ્બર આપણા વ્હાલા કવિ જગદીશ જોષીની પુણ્યતિથી. તમને ખબર છે, આ સંદીપ ભાટિયાના ગીતમાં કવિ જગદીશ જોષીને કેમ યાદ કર્યા? કારણ એ કે – ખરેખર તો આ ગીત કવિ જગદીશ જોષીના મુત્યુપ્રસંગે લખાયું હતું. સાંભળતા જ અચાનક વિખુટા પડેલા સ્વજન યાદ આવી જાય…..

સ્વર અને સંગીત : આશિત દેસાઇ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

(સ્ટ્યૂડિઓ રેકોર્ડિંગ)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

(ખાનગી બેઠકનું સાધારણ રેકોર્ડિંગ)

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.

વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.

હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.

સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.

– સંદીપ ભાટિયા

31 thoughts on “જેવી તેવી વાત નથી – સંદીપ ભાટિયા

 1. Patel Shivali

  કવિ જગદીશ જોષીનુ મ્રત્યુ ટીબી ને કારણે નાની ઉંમર માં થયુ હતુ. ટીબી હસ્પતાલ માં છેલ્લા શ્વા લેતા તેમણે લખેલુ “મારી આંખે કંકુના સુરજ આથ્મયા” ખરેખર ખુબ જ સુંદર રચના છે. આ title સાથે ગુજરાતી ગીતો ની કેસેટ પણ છે જેમાં કવિ જગદીશ જોષીને “લીલી વેદના નો ટહુકો” કહ્યા છે.

  Reply
 2. Patel Shivali

  ખોટી વાત લખાઈ ગઈ. રાવજી પટેલ અને કવિ જગદીશ જોષી માં ભુલ થઈ ગઈ.આગળ ની વાત રાવજી પટેલ ને લાગુ પડે છે.
  કવિ જગદીશ જોષીની “ખોબો ભરીને, સાંજ” બંને રચના મને પસંદ છે.

  Reply
 3. વિવેક ટેલર

  ગાયક પોતાની અનુકૂળતા મુજબ શબ્દો બદલે એ નવી વાત નથી. સંદીપ ભાટિયાની આ રચનામાં બે-ત્રણ જગ્યાએ ગાયકે શબ્દો બદલ્યા છે. સંદીપભાઈને પૂછ્યું હશે કે કેમ એ કોણ જાણે… ગનીચાચાની અત્યંત વિખ્યાત દિવસો જુદાઈના જાય છે રચના સાથે પણ આવું જ થયું છે…

  Reply
 4. pragnaju

  આશિત દેસાઇના સ્વરમાં કાયમમાટે વિખુટા પડેલા સ્વજનની યાદની એક વેદના જગાવી ગઈ

  Reply
 5. Pinki

  હમણાં જ આ ગઝલ મારી સાઈટ પર મૂકી ત્યારે શોધતી’તી ઑડીયો લિંક …. મને ગમતું ગીત

  ખૂબ જ હૃદયસ્પર્શી શબ્દ અને સૂર……

  Reply
 6. Dr.Pritesh Vyas

  ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.

  આટલી હૃદયસ્પર્શી રચના કરવી એ કંઇ જેવી તેવી વાત નથી

  Reply
 7. adding something interesting

  very touchy song… makes us cry & accept the reality of life & death. sandipbhai ne salam! ane aashitbhaine pranam … adbhut swavr rachana mate! worth listening in Namrataben’s voice… she did sing it at prayer meet after my mom’s death.

  Reply
 8. Suresh Vyas

  સરસ!

  “માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,”

  દેહ ધુમાડો થાય પણ જીવનો બીજો જન્મ થાય એ કંઈ જેવી તેવી વાત નથી
  માણસ જેવા કર્મ કરે તે મુજબ બીજું શરીર મળે એ કંઈ જેવી તેવી વાત નથી

  Reply
 9. sandip desai

  varsho thi aa geet sambhalva zankhto hato, ghana varsho pahela aashitbhai na mukhe live sambhalelu hatu tyarthi shodhto hato. jenu angat swajan mrutyu pamyu hoy a aa geet na shabde shabd anubhavi sake, khub ochha shabdo ma virah ni tamam feelings aavi gai. sandip bhatia where r u?

  Reply
 10. Rekha shukla(Chicago)

  વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
  કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
  તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.
  કેટલી સરળતા થી આટલી સુંદર હૃદયસ્પર્શી રચના કરવી એ કંઇ જેવી તેવી વાત નથી.

  Reply
 11. Rekha shukla(Chicago)

  જવાની ઉતાવળ નથી અને રહેવાની તમન્ના નથી
  કોલ પર કોલ આવે પણ રીઝર્વેશન મળતું નથી
  કોલ ક્યારે આવે ખબર નથી ઓચિંતો આવશે
  ત્યારે મળવાનો સમય નથી….!!!

  Reply
 12. vineshchandra chhotai

  જેીવન ના સર્વે પ્રસન્ગ્નુ તાદ્સ્ય આબેહુબ …………….આસિતબ્ભાએ સગેીત મય બનાવ્વેી ………..ધન્યવાદ ……..આભાર …………………

  Reply
 13. Bhanu Chhaya

  હ્રદય સ્પર્શિ ગિત્ , સન્ગિત ,શબ્દો ,અવાજ !
  દરેક્ને પોતાના સ્વજન યાદ આવે
  હૈયુ ભારે થૈ ગયુ

  Reply
 14. જયેન્દ્ર ઠાકર

  સુવાસ દેતી અગરબત્તી એક પળમાં ધુમાળો થય જાય…..એ કંઈ જેવી તેવી વાત નથી.

  Reply
 15. Ravindra Sankalia.

  ખુબજ સરસ ગીત. ઘડી પહેલા જે ઘર કહેવાતુ દીવાલો થૈ જાય, અને તારીખિય પર કોઇ દિ સુરજ અટ્કી જાય એ બે પન્કતીઓ ખુબ ગમી ગઈ.

  Reply
 16. varsha jani

  માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી.
  સ્વજન ગુમાવ્યું હોય, કોઈની ઝળહળતી હાજરી અચાનક ઓઝલ થઈ હોય, કોઈના જવાથી એક ન પૂરી શકાય એવો શૂન્યાવકાશ ઊભો થયો હોય, આંખ જ નહીં હૃદય પણ ભીનું થઈને અનરાધાર વરસવા લાગે ત્યારે શું થાય…
  એ વેદના વ્યક્ત કરે છે સંદીપ ભાટિયાની સુંદર હૃદયસ્પર્શી રચના,આશિત દેસાઇના સ્વરમા.
  આભાર ટહુકો.

  Reply
 17. rima

  દિલ હલાવી દે એવુ આ અદ્ભૂત ગીત આપવા thank you tahuko . ઘના વખતથી આ ગીતના લિરિક્સ શોધતી હતી. બીજી સાઇતપર અને ફેસબુકપર સંદીપભાઇના ઘના નવા ગીત મલ્યા. આ ગીત ન્હોતુ.
  આ ગીત ચન્દુભાઇ મતાનીની કપની સોનારુપાએ ભવતારનમ આલ્બમમા લીધુ છે. તમે એ લખ્યુ નથી.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *