શબ્દ પેલે પાર – સંધ્યા ભટ્ટ

સ્વર – સાધના સરગમ
સ્વરાંકન – પરેશ નાયક

itunes download link :  https://itunes.apple.com/us/album/shabda-pele-paar/id859954337?ls=1

Shabda-Pele-Paar-Front

શબ્દ પેલે પારને તું જોઇ લે,
ને પરમના સારને તું જોઇ લે.

પર્ણ, ડાળી, ફૂલ, ફળ આકાર છે
વૃક્ષના આધારને તું જોઇ લે.

જે સ્વયં તો પર રહ્યો આ તંત્રથી
એ તણા વિસ્તારને તું જોઇ લે.

ભવ્યથી પણ ભવ્ય લે લયલીન છે
ઇશ્વરી દરબારને તું જોઇ લે.

સૂક્ષ્મથી પ્ણ સૂક્ષ્મ ખુદ તારા મહી
પુર્ણતાના દ્વાર ને તું જોઇ લે.

બહાર ડોકું કાઢતાં દેખાય જે
એ અકળ સંસારને તું જોઇ લે.

– સંધ્યા ભટ્ટ

4 replies on “શબ્દ પેલે પાર – સંધ્યા ભટ્ટ”

  1. B says:

    Beautiful wordings and gayaki.

  2. M.D.Gandhi, U.S.A. says:

    સુંદર રચના છે….

  3. સન્ધ્ય ભત્ત્નુ ગિત પુરેપુરુન સમ્ભલનુ નહિ,બે કદિ રહિ ગયિ.

  4. Sandhya Bhatt says:

    Thanks to Jayshreeben,Vivekbhai and d friends who listened and made comments….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *