તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

લગભગ ૨ વર્ષ પહેલા ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલી આ મિલિન્દની ગઝલ – આજે બે અલગ અલગ સ્વરાંકનો સામે ફરી એકવાર માણીએ..!

(અષાઢી સાંજે….   Photo: by Ted Szukalski )

સ્વર – સ્વરાંકન : ડૉ. ફિરદૌસ દેખૈયા

This text will be replaced

સ્વર – સ્વરાંકન : ડૉ. કેદાર ઉપાધ્યાય

This text will be replaced

હું શમણાઓને ગાળું છું, એ ઘટનાઓને લૂછે છે
હું શબ્દ બનીને સળગુ છું, એ મૌન લખીને ઘુંટૅ છે

હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું જઇ પૂછ વિરહની રાતોને
અહીં રોજ નિરાશા ફણગે છે, અહીં રોજ નિસાસા ઊગે છે

નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી
અફસોસ બિચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે

મારામાં મારા હોવાની વાતો સૌ પોકળ સાબિત થઇ
તો કોણ પછી આ રગરગમાં નિઃશ્વાસ બનીને ઘૂમે છે

પેલા પર્વતની ટોચે કહે છે બે પ્રેમી આખર વાર મળ્યા
એક વૃક્ષ હજી ત્યાં વાદળમાં ચિક્કાર પલળતું ઊભે છે.

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.

43 replies on “તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’”

 1. sujata says:

  હું શમણાઓને ગાળું છું, એ ઘટનાઓને લૂછે છે
  હું શબ્દ બનીને સળગુ છું, એ મૌન લખીને ઘુંટૅ છે

  વાહ વાહ્………

  ક્યા ક હે ના!!!!!!!!!!

  બ ો ત ખૂ બ્!!!!!!!!!!!

 2. sagar says:

  ખુબ સરસ રજુઆત..

 3. Swati Gadhia says:

  જયશ્રી, આ યોગાનુયોગ છે કે શું? આજે ટહુકો પર મિલિંદની આ રચના અને આજના છાપામાં આ સમાચાર
  “સૌરાષ્ટ યુનિ. જૂનાગઢ અમરેલી પોરબંદર) દ્વારા યોજાયેલા યુથ ફેસ્ટીવલમાં ગઝલ અને પાદપૂર્તિ સ્પર્ધામાં જુનાગઢના શ્રી મિલિંદ ગઢવીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે.”

  વાહ મિલિંદભાઈ વાહ.. અહિ આ રચના વાંચીને ભાઈ, તો મારા ઘરના ઓટલે તારા મોઢે સાંભળેલી આ જ રચનાની રજુઆત યાદ આવી ગઈ. તેં સંભળાવી અને પછી કેદારે ગાઈ… શું માહોલ જામેલો…

 4. શું ગઝલ છે, વાહ! પરંપરાની ગઝલ અને આધુનિક્તાનું અદભુત સંમિશ્રણ!

 5. pragnaju says:

  સૌરાષ્ટ યુનિ. જૂનાગઢ અમરેલી પોરબંદર દ્વારા યોજાયેલા યુથ ફેસ્ટીવલમાં ગઝલ અને પાદપૂર્તિ સ્પર્ધામાં જુનાગઢના શ્રી મિલિંદ ગઢવીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે.
  અભિનંદન
  તે પાદપૂર્તિ અને તેના અહેવાલ માણવા મળે તે આશા
  મારામાં મારા હોવાની વાતો સૌ પોકળ સાબિત થઇ
  સુંદર્
  તો કોણ પછી આ રગરગમાં વિશ્વાસ બનીને ઘૂમે છે

 6. mukesh parikh says:

  હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું જઇ પૂછ વિરહની રાતોને
  અહીં રોજ નિરાશા ફણગે છે, અહીં રોજ નિસાસા ઊગે છે

  વાહ…I am speechless.

 7. manvant says:

  તુઁ આવ અષાઢી રાતે …..વરસાદ બનેીને મળવુઁ છે…વાહ કવિ !

 8. મિલિન્દ, ખુબ સરસ……

  જય માતાજી…..

 9. Gaurangi says:

  The first two lines are most touching…Though I liked all the lines!
  Warm wishes.

 10. Devendra says:

  Jay Mataji Milindbhai!

  Sabdo Ma Ghani trevad Che! Tamari Be thi Tran Kavita/Gazal Vaanchi che ! ghana Vakhat pachi Ek sari Gujarati Gazal Vaanchi Aaje. Mane Gamya e sher:
  Hu svapna Bhala Kya thi vaavu jai puch virah ni rato ne
  Aahi roj nirasa fange che ahi roj nirasa uge che!

  Carry on!

  Devendra gadhavi( UK)

 11. ગઝલ ખૂબ ગમી મિલિન્દ….!
  અને સૌરાષ્ટ યુનિ. જૂનાગઢ અમરેલી પોરબંદર દ્વારા યોજાયેલા યુથ ફેસ્ટીવલમાં ગઝલ અને પાદપૂર્તિ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું એ બદલ પણ હાર્દિક અભિનંદન.

 12. kirit bhatt says:

  બન્ને સ્વ્રરરચનાઓ અત્યન્ત સુન્દર.કમાલના શબ્દો. અન્દરથી હાલી જવાયું.
  હે ભગવાન, તે હી મમ દિવસાહા ગતાહા.

 13. Just 4 You says:

  તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
  તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે

  whole gahzal is nice one..

 14. Dr. Kedar says:

  વાહ મિલિન્દ…ખુબ સુન્દર રચના…અભિનન્દન કવિરાજ…

 15. આ સ્વરાંકન ફક્ત રીધમના એક લૂપ પર રફ રેકોર્ડ કર્યું છે.તેનો આખો ટ્રેક હજી બને છે.આ સ્વરાંકન ટહુકો પર મુકવા બદલ આભાર.બહુ જલ્દી આનું સારૂં રેકોર્ડીંગ મોકલીશ.

  -ડૉ.ફિરદૌસ દેખૈયા

 16. jolly vaidya says:

  મઝા પડી ગઈ

 17. dipti says:

  તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
  તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે

  શું ગઝલ છે, વાહ!

 18. સરસ રચના,
  હુ સ્વપ્ન ભલા ક્યાંથી વાવુ,
  અને મારામા મારા હોવાની વાત સરસ છે.
  અભીનન્દન.

 19. Asha says:

  …મારામાં મારા હોવાની વાતો સૌ પોકળ સાબિત થઇ
  તો કોણ પછી આ રગરગમાં વિશ્વાસ બનીને ઘૂમે છે…

  ..Beautiful!!!…

 20. સહુનો આભારી છું… – ગ.મિ.

 21. Dharmendra says:

  “તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે”
  વરસાદ બનીને મળવાની કલ્પના દાદ માંગી લે છે..

 22. સરસ ગઝલ અને બન્ને સ્વરાંકનો ગઝલને નવી રીતે ઉદ્ઘાટિત કરે છે.

 23. Jay Desai says:

  બહુજ સુન્દર રચના!

 24. ખુબ સાંભળાવો, અને મમળાવવો ગમે, અને પ્રથમ મુલાકાતથી જ સૌને “ગમિ” જાય એવો આ આપણી ભાષાને ગૌરવ અપાવશે એવો કવિ છે. બંને સ્વરાંકન સુંદર થયા છે. ફિરદોસભાઈ તથા કેદારભાઈ બંનેનો આભાર કે બેઉએ ગઝલને બારીકાઈથી જોઇ છે. અને ખાસ તો ગ.મિ.ને અભિનંદન આટલી બળકટ રચના બદલ. ખુબ ખુબ શુભેચ્છાઓ દોસ્ત. તારી પ્રગતિ જોઈને અત્યંત આનઁદ થાય છે.

 25. આપણી ભાષાને ગૌરવ અપાવશે એવો આ કવિ છે. પૂરી સજ્જતાથી સર્જન કરતો આ કવિ, પ્રથમ મુલાકાતથી જ ગમિ જાય એવો છે. આ ગઝલ પણ ખુબ ગમિ. અને બંને સ્વરાંકનો પણ ખુબ ગમ્યા. તારી પ્રગતિ જોઇને અત્યંત આનંદ થાય છે દોસ્ત. ખુબ ખુબ શુભેચ્છાઓ…. દેખૈયા સાહેબ તથા શ્રી ઉપાધ્યાયજીને પણ શુભેચ્છાઓ.

 26. Ullas Oza says:

  સુંદર ગઝલ.

 27. shaishav says:

  વાહ રે વાહ મિલિંદ ભાઈ
  તમારી કલ્પના ની તો કલ્પના કરવી ઍજ ઍક કલ્પના છે

 28. vandana says:

  તુ મને રોક ના આજ …. મારે મન મુકેી ને વરસવુ ચે . …
  તુ આજ દુબિ જાય મારા વ્હાલ મા … એતલુ તને ભિન્જવવુ ચે…
  મારે મન મુકિ ને વરસવુ ચ્હે ….

  ધલ્તિ સાન્જે નદિ કિનારે પક્શિ બનિ ને વિહરવુ ચ્હે …
  તારા સાથ નો રન્ગ લઇને મારે આકાશ ને ચિતરવુ ચ્હે …
  મારે મન મુકિને વરસવુ ચ્હે …..

 29. sneha says:

  વાહ.. મિલિન્દ અને કેદાર બેય એકસાથે ચમકયાંને કંઈ..ખુબ ખુબ અભિન્ઁદન દોસ્તો..
  સ્નેહા પટેલ

 30. Ajit Gadhvi says:

  વાહ મિલિન્દ
  ” મારામાં મારા હોવાની વાતો સૌ પોકળ સાબિત થઇ
  તો કોણ પછી આ રગરગમાં નિઃશ્વાસ બનીને ઘૂમે છે ”

  વાહ કવિરાજ વાહ

 31. 'Sahaj' says:

  वाह मिलिंद – अच्छी ग़ज़ल है भाई.

 32. સુંદર ગઝલ. સ્વરાંકનની નવીનતા પણ આસ્વાદ્ય છે.

 33. Dr. Dinesh O. Shah says:

  મિલિન્દભાઈ ગઢવી,

  મારી પહેલા ૩૧ મિત્રોએ આપને નવાજ્યા છે, છતા મારા અભિનંદન મુકવાનું મન થઈ ગયું. તમારી ગઝલ ખુબજ novel and creative
  છે. આવી સુંદર ગઝલો અને કવિતાઓ લખતા રહો તેવી શુભેછાઓ.

  Dinesh O. Shah,Ph.D., Gainesville, Florida, USA

 34. jaanvi says:

  m speechless…
  its brilliant..

 35. Kalpana says:

  નિરાશા ફણગે નિઃસાસા ઉગે. આટલો બધો ગમ?
  છેલ્લી વાર મળેલા પ્રેમીના ઝુરાપાને કલ્પતુ

 36. pratap mobh says:

  pela parvat ni toch kahe chhe ke 2 premi aakhar vaar malya….
  vah…..koi vitela divaso ni yaad taaji karaavi gayu

 37. dr pragnesh joshi says:

  સ્વર અને સ્વરાન્કન પણ ગઝલના શબ્દો જેટલા જ ઉત્તમ અને હ્રિદયસ્પર્શેી…………..અભિનન્દન

 38. Mehmood says:

  પેલા પર્વતની ટોચે કહે છે બે પ્રેમી આખર વાર મળ્યા
  એક વૃક્ષ હજી ત્યાં વાદળમાં ચિક્કાર પલળતું ઊભે છે…સુંદર રચના..

 39. jayesh agravat says:

  મિલિન્દ, ખુબ સરસ રજુઆત…………
  જય સિયારામ…………

 40. asha says:

  …તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
  તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે…

  ..હું શમણાઓને ગાળું છું, એ ઘટનાઓને લૂછે છે
  હું શબ્દ બનીને સળગુ છું, એ મૌન લખીને ઘુંટૅ છે…

  સરસ..

 41. kashyap upadhyay says:

  બહુ જ સુન્દર રચના અને ખુબ જ સરસ સ્વરાંકન
  congrtulation ડૉ. ફિરદૌસ દેખૈયા ડૉ. કેદાર ઉપાધ્યાય મિલિન્દ ગઢવી

 42. nirlep-qatar says:

  પેલા પર્વતની ટોચે કહે છે બે પ્રેમી આખર વાર મળ્યા
  એક વૃક્ષ હજી ત્યાં વાદળમાં ચિક્કાર પલળતું ઊભે છે.

  my my…awesome

 43. Jabeen says:

  superb….lovely voice….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *