હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી… – નાથાલાલ દવે

આજે આ ખૂબ જ સુંદર વિદ્યાવિહાર-ગીત.. (આભાર – મેહુલ શાહ)
સ્વર : સેજલ માંકડ-વૈદ્ય
સંગીત : ?

.

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)
મોડી રાતે મેઘ વિખાયો… ભાર હૈયાનો કીધો ખાલી..

તૃણે તૃણે પાને પાને
ઝાંકળબિંદુ ઝબકે જાણે…(2)

રાતે રંગીન નિહારીકા ધરતી ખોળે વરસી ચાલી….
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

રમતાં વાદળ ગિરીશિખરે
મધુર નાની સરિતા સરે…(2)

દૂર દિગંજે અધીર એનો પ્રિતમ ઉભો વાટ નિહાળી… (2)
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

રવિ તો રેલે ન્યારા ..
સોનેરી સૂરની ધારા….

વિશાળે ગગન ગોખે જાય ગૂંથાતી કિરણ જાળી….. !
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

મન તો જાણે જુઇની લતા…
ડોલે બોલે સુખની કથા..

આજ ઉમંગે નવ સુગંધે ઝુલે એ તો ફૂલીફાલી…
હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

Love it? Share it?
error

15 replies on “હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી… – નાથાલાલ દવે”

 1. રેખા સિંધલ says:

  આજની ઉદાસ સાંજને આ ગીતે આનંદીત કરી દીધી. આભાર જયશ્રી !

 2. Kumi says:

  આ ગીતને સન્ગીત આપ્યુ છે શેઠ સી એન વિદ્યાવુહારના ભાઈલાલ્ભઈ શાહે
  તેઓના સ્વરબધ્ધ કરેલા ગીતો સમ્ભલવા માટે
  prarthnamandir.wordpress.com
  વેબ સાઈટ પર જાવ્

 3. Pravin Shah says:

  મન તો જાણે જુઇની લતા…
  ડોલે બોલે સુખની કથા..

  સુંદર ગીત !

 4. Pinki says:

  આ તો અમારી સ્કૂલનું ગીત….. સી.એન.વેદ્યાવેહારનું
  અને મેહુલ અમારા સંગીત શિક્ષક ભાઈલાલભાઈ શાહનો પૌત્ર,
  ત્યારે શબ્દોની સમજ ન’તી પણ ખુશખુશાલી શબ્દ આવે અને અમે સૌ મોટે અવાજે ગાતા……અને માણતા……
  હજુ બીજાં ગીતો મેળવવા અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ…..

 5. Pinki says:

  ટહુકોના વાચકોને વિનંતી કે તેઓમાંથી કોઈ સી.એન.ના વિદ્યાર્થી હોય અને અન્ય ગીત/પ્રાર્થના જાતે ગાઈને સી.ડી. બનાવી શકતા હોય તો મારો કે મેહુલનો સંપર્ક કરશો. webmehfil@gmail.com,
  mehuniki@gmail.com

 6. આને કહેવાય સરળ અને કલાત્મમક સ્વરસંયોજન (બંગાળી બાબુલ ગાનની આછી આછી છાંટ). સામાન્ય જનને પોતીકો લાગે એવો ખુશી નીતરતો અકૃત્રિમ કંઠ.

  કવિતાના ઘાટ અને ભાવને ઉઘાડી આપતાં આવા સરળ પણ કલાત્મક સંયોજનો/ગાનની આજના નાટ્યાત્મક ગુજરાતી સુગમ સંગીતે નોંધ લેવી જોઈએ એવું લાગે છે.

 7. pragnaju says:

  મઝાના ગીતો અને ગાયકી સી.એન.વિની સાઈટ પર માણ્યા હતા-માણીએ છીએ.આજે અહીં માણવાની મઝા આવી

 8. Ami Chokshi says:

  Mann to jane vidhyavihar ma PRARTHANA MANDIR ma pahonchi gayu….

  Khub khub aanad thayo….shabdo j nathi malta…..!!!!!!

 9. Kinjal says:

  આ તો સી.ઍન નુ ગીત…. જાણૅ પ્રાથના મન્દિર મા બેઠા હોઇએ એવુ લાગે છે… કેટલુ સુન્દર ગીત .. વરસાદ પછીના વાતાવરણ નુ વર્ણન… ખુબ ખુબ સુન્દર્.. આભાર્….

 10. sejal says:

  Jane school na divso pachha avi gaya avu feel thayu. Khush khushali to haji pan sathe gavai gayu bahuj maja avi ane thodi bhavuk pan thai javayu

 11. shilpeen says:

  memories…..went back to prarthna mandir…..it is still the same……

 12. Vrajesh says:

  આ ગિત સામ્ભ્લિ ૫. બન્ગાલ નિ યાદ આવિ ગઈ

 13. arvind nathalal dave says:

  સુન્દર ગિત હતુ ખુબ્જ ગમ્યુ ઘનોજ અભાર ને ખુબ્જ ખુશ થયો આ વર્શ જેય્ર તેમ્નુ જેન્મ શતાબ્દિ વર્શ્ ઉજ્વિ રહુ ત્યેર વલિ આભાર

 14. shailesh says:

  શ્રિ નાથાલાલ દવે નુ કાવ્ય “ચુનાવ” – વાન્ચ્વુ ચ્હે .

 15. G.S.Chauhan says:

  nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *