રંગાઇ જાને રંગમાં…..

સ્વર : હેમંત ચૌહાણ

radha.jpg

This text will be replaced

રંગાઇ જાને રંગમાં…..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ…..

આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ…..

જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ,
તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં…..રંગાઇ…..

સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ….

ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ…..

બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..

રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ…..

18 replies on “રંગાઇ જાને રંગમાં…..”

 1. pragnaju says:

  હેમંતના શબ્દો અને સ્વરમાં ભાવવાહી ભજન
  આવતી જન્માષ્ડમીને અનુરુપ

 2. maya says:

  cant hear rangai jane song

 3. anu says:

  વાહ, હેમન્ત ચૌહાનના સ્વર મા આ ભજન.ખુબ સુન્દર

 4. rupal says:

  મહેરબાની કરીને, જો શક્ય હોય તો ‘પ્રાર્થના પોથી’ ની પ્રાર્થના ટહુકો પર રજુ કરશો તો ઈગ્લેન્ડ ના નાના- મોટા સૌ ભક્તિરસ તથા પ્રેરણાભર્યા જિવન નો આનંદ માણી શકશે.”જિવન અંજલિ થાજો…. ” શાળા ની રોજિંદી પ્રાર્થના…. રજુ કરવા વિનંતિ. જો શકય હોય તો જવાબ મોકલવા વિનંતિ.

 5. Dr. Pragnesh Parmar says:

  આ ગિત સાચેજ અન્તરઆત્માના માર્ગ ખોલિ આપે જો એને જિવન મા ઉતારિયે તો.

 6. Manish Ashar says:

  અભિનદન્

 7. Rajesh Vyas says:

  Wah Jayshree Wah !!!

  Maru manitu je kirtan bhakti ma avasya gavatu bhajan te mukva badal aabhar…

  Warm regards,
  RAJESH VYAS
  CHENNAI

 8. This is one of the best Bhajan sung by
  hemant chauhan, my favourite singer.
  Thanks for projecting on Tahuko…

  …. Ramesh parmar of Baroda.5/10/09

 9. dipak ashar says:

  This is an excellent Bhajan or Lokgeet , siung very well by Hemant bhai . Felt extremely good to listen to thisand want to listen and sing this song many many times over

  Thanks Jayshreeben

  dipak ashar

 10. Amam Gajjar says:

  ખુબ જ સરસ ભજન
  ક્યા આલ્બમ નુ ભજન તે કહ્જો ને!!!

 11. HEMA PATEL says:

  beaytifully written composed and sung congrats to every one, keep up the good work

 12. tejas says:

  બહુ સરસ ભજન

 13. Jignesh patel says:

  મને આ ભજન ખુબજ ગમે છે……………અતિ સુન્દરર ર ર ર ર ર ર ર ર

 14. ખુબ સરસ્,,, કહે સે કે તુ રન્ગાય જાને રામ ભજનના રન્ગમા…

 15. HTANSUKH.MEAT says:

  જય્શ્રેી બેન્,આવા સુન્દર ભજન સાભાવ મલે તો તેનુ રેકોદિન્ગ ર્જુ કર્સો.
  ત ન્સુખ મેહ્આતા

 16. chauhan dhanji atta says:

  This is an excellent Bhajan or Lokgeet , siung very well by Hemant bhai . Felt extremely good to listen to thisand want to listen and sing this song many many times over

 17. Ankit Vasani says:

  One of the best composition by Baba Anand (Rashik Pathak)……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *