મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં .. – રાજેન્દ્ર શુક્લ

સ્વર : બંસરી યોગેન્દ્ર
સંગીત : હરેશ બક્ષી

This text will be replaced

મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં,
નિષ્પલક પળની પરી, તે જોઈ રહેતો કાળ, સપનાં.

એક લટને, લ્હેરખીને લ્હેરવું નખરાળ, સપનાં.
ને પલકનું પાંખડી સમ ઝૂકવું શરમાળ, સપનાં.

લાલ, પીળી, કેસરી, નીલી, ગુલાબી ઝાળ, સપનાં,
હું, તમે, ઉપવન, વસંતોનું રૂપાળું આળ સપનાં.

હા, હજુ થાક્યાં ચરણને કોક વેળા સાંભરે છે,
આભને ઓળંગતી એ સ્વર્ણમૃગની ફાળ સપનાં.

જિંદગીને લક્ષ્ય જેવું તો કશું આમે હતું ના,
મદછકેલાં ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં!

– રાજેન્દ્ર શુક્લ
(કોમલ રિષભ)

7 thoughts on “મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં .. – રાજેન્દ્ર શુક્લ

 1. Pinki

  હા, હજુ થાક્યાં ચરણને કોક વેળા સાંભરે છે,
  આભને ઓળંગતી એ સ્વર્ણમૃગની ફાળ સપનાં.

  સપનાં એ તો જિંદગીનો શણગાર…
  એ જ તો સજાવે જિંદગીને પણ વાસ્તવિકતાની સાપેક્ષે
  સપનાં એ તો મદછકેલાં !! ખૂબ જ સરસ !!

  Reply
 2. pragnaju

  હા, હજુ થાક્યાં ચરણને કોક વેળા સાંભરે છે,
  આભને ઓળંગતી એ સ્વર્ણમૃગની ફાળ સપનાં.
  જિંદગીને લક્ષ્ય જેવું તો કશું આમે હતું ના,
  મદછકેલાં ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં!
  ગુઢાર્થપ્રધાન રચનાની મધુરી ગાયકી…આ અંગે કવિશ્રીનો ભાવ પણ જાણવા મળે તો વધુ આનંદ થાય્

  Reply
 3. Suresh Sheth

  Sapna:
  What to say about “Komal Rishabh” – very good. Voice and sur Sajavat was perfect. Now composition…Hareshbhai is excellant. I remember our school days. He use to sing “Racha prabhu tu ne…” in Bhairavi. Give us more compositions same as you have perofrmed at Ahmedabad.He has a solid back ground of classical music. I use to admire him since our childhood – he is a natural Artist. My congratulations to Hareshbhai and wishing all the luck.

  Reply
 4. Himanshu Trivedi

  જિંદગીને લક્ષ્ય જેવું તો કશું આમે હતું ના,
  મદછકેલાં ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં!

  … Waah Rajendrabhai…waah Bansariben…Waah Yogenbhai ane Waah Waah Hareshbhai Baxisaheb. Kya baat hai…ane yes…Waah Tahuko.

  Though I have been lucky to have all the versions given to me by Yogenbhai & Bansariben … what a song.

  Thank you TAHUKO …

  Himanshu

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *