બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું – અવિનાશ વ્યાસ

થોડા દિવસ પહેલા જ જુલાઇ ૨૧ ગઇ- એ દિવસ એટલે ઉમાશંકર જોષી અને અવિનાશ વ્યાસની જન્મતિથિ. એકે શબ્દબ્ર્હમની ઉપાસના કરી અને બીજાએ નાદબ્ર્હમની..!! તો આજે અવિનાશ વ્યાસને ફરી એકવાર યાદ કરી શ્રધ્ધાંજલી આપીએ..!!

સ્વરાંકન : અવિનાશ વ્યાસ
સ્વર : આનંદકુમાર સી.

આકાશમાં સુરાહી કોઈના હાથથી ઢોળાઈ ગઈ
ને આભની ધરતી બધી મદીરા થકી છલકાઈ ગાઈ

પકડી ક્ષીતીજની કોરને સુરજ ઊગ્યો ચકચુર થઈ
રજની બિચારી શું કરે ચાલી ગઈ મજબુર થઈ

એ ચાલી ગયેલી રાત આવી મહેબુબાના દ્વાર પર
જ્યારે મહેબુબાની આંગળી રમતી હતી સિતાર પર

એ રાત ને એ મહેબુબા બેસી ગયા મહેફિલ ભરી
બંને મળીને પી ગયા કોઈની સુરાહી દિલ ભરી

એ મહેબુબા ચક્ચુર છે ને રાત પણ ચકચુર છે
પણ દિલ નથી આ દિલ માં બાકી બધું ભરપુર છે

બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું
અરે કમબખ્ત મારી રહી સહી ઈજ્જત હરી બેઠું

પુછ્યું મે આ કર્યું તેં શું મને અણજાણ રાખી ને
તો કહે જુઠું હતું તે સહેજ માં હકિકત બની બેઠું

રહું હું એને જોઈ ને તો એ કોઈને જોઈ ઝુંરતું
જરી જોવા ગયો રૂપને તો ઝટ ઘુંઘટ ધરી બેઠું

કહ્યું મ્હેં મન ભ્રમર ને ઊડ નહીં તું એ ચમન ઊપર
રુંધે જે પ્રાણ એનીજ એ જઈ ખિદમત કરી બેઠું

બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું

– અવિનાશ વ્યાસ

13 replies on “બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું – અવિનાશ વ્યાસ”

 1. dolat vala says:

  SARAS

 2. M.D.Gandhi, U.S.A. says:

  ઉમાશંકર જોષી અને અવિનાશ વ્યાસને જન્મદિનની મુબારકબાદી.

  બહુ સુંદર ભાવવાહી ગીત છે.

 3. અવિનાશભાઈ ની કલમ અને આનંદ કુમારના
  સ્વર ને લાખ લાખ સલામ

 4. vasant sheth says:

  બહુ સમય પછી આ ગીત સાંભળવા મળ્યુ.આભર.

 5. Arvind Patel says:

  very beautiful song. thank you.

 6. Ganpat Pandya says:

  બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું
  અરે કમબખ્ત મારી રહી સહી ઈજ્જત હરી બેઠું વાહ બહુ સરસ ભૈ…………………………

 7. Dr. Lalit Nandany says:

  ખરેખર ખુબ જ સુન્દર ગેીત્ મોજે દરિયા. લલિત.

 8. Neela says:

  ખુબ સરસ ગીત, સાંભળવાની મજા આવી ગઈ!

 9. DEEPU says:

  બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું
  અરે કમબખ્ત મારી રહી સહી ઈજ્જત હરી બેઠું

 10. DEEPU says:

  ખુબ જ સરસ …પંખીડા ને પીંજરું જુનું જુનું લાગે …બહુ એ સમજાવ્યુ તોયે નવું પીંજરું માંગે ….પંખીડા ને આ પીંજરું …….બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું….. અરે કમબખ્ત મારી રહી સહી ઈજ્જત હરી બેઠું…પંખીડા ને પીંજરું જુનું જુનું લાગે …બહુ એ સમજાવ્યુ તોયે નવું પીંજરું માંગે ….

 11. Nishith says:

  Enjoyed the song… Thanks Jayshreeben … Thanks Tahuko….. God Bless …

 12. bharatibhatt says:

  સુન્દર ગજલ સે.ખુબજ મજા આવિ.દિલનો દિલ્પર ભરોસો હોઇ શકે તેતો વર્શોના વહાના વાય પચ્હિજ ખબર પદે,ખબર પદે ત્યારે સુરાહિ ધોલાઇ ગૈ હોય?દોશ કોનો?નહિ– નહિ– કોઇનો નહિ !

 13. chudasama vijay says:

  વાહ ક્યા બાત હે……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *