હું હજી ય શોધું છું જિંદગીનું સરનામું – મનહરલાલ ચોકસી

 

હું હજી ય શોધું છું જિંદગીનું સરનામું,
કોઈ આપજો મુજને રોશનીનું સરનામું.

એટલે રહું છું ચૂપ સદાયે મહેફિલ માં,
કોણ પૂછવાનું છે આ દુ:ખીનું સરનામું.

જ્યાં ગયો ત્યાં અથડાઈ સ્વાર્થની જ સો ભીંતો,
ગુમ થઈ ગયેલું છે માનવીનું સરનામું.

આપને મળ્યો ત્યારે છેવટે મળ્યું મુજને,
હુંફની હથેળીમાં દોસ્તીનું સરનામું.

ઠેશ વાગશે જયારે દુ:ખ અવરનું જોઈને,
તે ક્ષણેજ મળવાનું બંદગીનું સરનામું.

6 replies on “હું હજી ય શોધું છું જિંદગીનું સરનામું – મનહરલાલ ચોકસી”

  1. મજા નુ હિન્દિ ગિત ચ્હે…..”રાસ્તે કા પત્થર કિસ્મત ને મુજે બના દિયા, જો રાસ્તે સે ગુજરા એક થોકર લગા ગયા……….” બસ કઈક આવુ જ ચ્હે જિન્દગિ નુ. બધા થેબુ મારતા જાય ચ્હે.

    સરસ શબ્દો ચ્હે મનહરભાઈ ચોક્સિ ના.

    શૈલેશ જાનિ

  2. જિદગિ તુ તો છે એક ગણિત એક પગલુ ખોઠુ
    ને ખોઠો જ આખો દાખલો.
    નવો આગંતુક છુ તમારિ શ્બ્દો નિ દુનિઆ મા.હવે વિરમુ છુ.
    નિરવ પડયા વડોદરા.

  3. વાહ્………
    નવા જ રદ્દીફ કાફિયા સાથે સાદ્યંત સુંદર ગઝલ…..

  4. સુંદર રચના
    ઠેશ વાગશે જયારે દુ:ખ અવરનું જોઈને,
    તે ક્ષણેજ મળવાનું બંદગીનું સરનામું.
    વાહ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *