આભમાં ભિનાશ જેવું છે કશુંક – ડૉ. જગદીપ નાણાવટી

 

વાદળે વિખવાદ જેવું છે કશુંક
ચોતરફ ફરિયાદ જેવું છે કશુંક 

આભમાં ભિનાશ જેવું છે કશુંક
આંખમાં વિષાદ જેવું છે કશુંક
 
ટોડલે ચિતરેલ ટહુકે મોરલા
ગામમાં વરસાદ જવું છે કશુંક
 
નાવ કાગળની અને ખાબોચીયા
બાળપણના સાદ જેવું છે કશુંક
 
એ નિતરતાં કેશ ને ભીનું બદન
જો , હજુ ઉન્માદ જેવું છે કશુંક
 
સાંભળી નેવા ટપકતાં થાય , કે
મૌનને સંવાદ જેવું છે કશુંક
 
હર્ષની હેલીઓ મુશળધાર છે
ઇશ્વરી સોગાદ જેવું છે કશુંક

– ડૉ. જગદીપ નાણાવટી

15 replies on “આભમાં ભિનાશ જેવું છે કશુંક – ડૉ. જગદીપ નાણાવટી”

 1. pragnaju says:

  સુંદર ગઝલ
  આ પંક્તીઓ ગમી
  હર્ષની હેલીઓ મુશળધાર છે
  ઇશ્વરી સોગાદ જેવું છે કશુંક
  ઉર્વીશની પંક્તીઓ યાદ આવી
  જો અષાઢી સાદ જેવુ છે કશુંક
  આભમાં ઉન્માદ જેવું છે કશુંક
  યક્ષ ભીતરનો વિરહવ્યાકુળ છે
  ક્યાંક ભીની યાદ જેવુ છે કશુંક
  હું કહું, વરસાદમાં આવી પલળ
  તું કહે, મરજાદ જેવુ છે કશુંક
  મોર ટહુકા સાંભળી લે તું ગગન
  છે ધરા પર દાદ જેવુ છે કશુંક
  સીમમાં આવી હવા કહી ગઇ મને
  ગામમાં વરસાદ જેવું છે કશુંક

 2. સુંદર મજાની ગઝલ…

 3. Pinki says:

  સરસ ગઝલ……..
  નાવ કાગળની અને ખાબોચીયા
  બાળપણના સાદ જેવું છે કશુંક

 4. prashant baxi says:

  શ્રેષ્ઠ ગઝલ….. અભિનન્દન….

 5. ખુબ અભિનન્દન…. શ્રેષ્ઠ ગઝલ…

 6. Sudhir Patel says:

  સુંદર ગઝલ. અભિનંદન, જગદીપ ભાઇ.

  સુધીર પટેલ

 7. હર્ષની હેલીઓ મુશળધાર છે
  ઇશ્વરી સોગાદ જેવું છે કશુંક…
  સરસ…મઝા આવી.

 8. Bhupendra says:

  ડૉ. જગદીપ નાણાવટી, ખુબ ખુબ અભિનન્દન,
  નાવ કાગળની અને ખાબોચીયા
  બાળપણના સાદ જેવું છે કશુંક ….
  શુ આ વાચતા બાળપણ યાદ નથી આવતુ ?

 9. bakul buch says:

  ખુ બ સ્રરસ ખુબ સરસ.

  હજુ ભાવ વિભોર થવાય છે

  દિલ જેવુ જિવે ચ્હે કશુક છે

 10. Nileshkumar Bosmiya says:

  ડોક્ટર સાહેબ,
  ખૂબજ મઝા પડી ગઈ.
  લખતા રહો સાહેબ.

 11. bakul says:

  wah jagdip wah, khub saras sambhalayun bakul

 12. Kamalkant Vasavada says:

  સરસ મજા ની ગઝલ…. કમલકાન્ત વસાવડા

 13. dipti says:

  સરસ….

  આભમાં ભિનાશ જેવું છે કશુંક
  આંખમાં વિષાદ જેવું છે કશુંક

  સાથે ઊર્વિશ્ પણ સરસ કહે છે….

  જો અષાઢી સાદ જેવુ છે કશુંક
  આભમાં ઉન્માદ જેવું છે કશુંક
  યક્ષ ભીતરનો વિરહવ્યાકુળ છે
  ક્યાંક ભીની યાદ જેવુ છે કશુંક………..

 14. dipti says:

  માણવાલાયક….

 15. Mehmood says:

  સાંભળી નેવા ટપકતાં થાય , કે
  મૌનને સંવાદ જેવું છે કશુંક
  મેં તને ચાહી અનંત સુધી, કહેવા સાંભળવાનો અવકાશ જ ક્યાં રહ્યો..? સંવાદ આમ જ પહોચ્યોં મૌન સુધી..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *