SCHIZOPHRENIA -અશરફ ડબાવાલા

Happy Doctor’s Day… to all dear doctor-firends ! 🙂  (from me & Jayshree)

 17239
ડાક્ટર !
તમારી વાત હાવ હાચી છે,
મને schizophrenia થ્યો છે.
પણ ઇ ક્યો ને કોને નથી થ્યો?
તમે ક્યો છો કે
મારો ને reality વચ્ચેનો પુલ તૂટી ગ્યો છે.
પણ બાપુ ! એના તો પૈસા છે !
બે ઘડી reality ને પછવાડે
ચૂસકી મારીને જોઈ લ્યો કેવો ટેસ પડે છે!

તમે હાચું કીધું કેમને paranoia થાય છે
ને એટલે જ મને લાગે છે કે
કોઈ મારો પીછો કરે છે.
પણ ડાક્ટર !
આ દશેદશ ને ગામેગામના
એક્કેએક ટોળાને લાગે છે કે
એની પાછળ બીજું ટોળું પડ્યું છે.    

તમારી ઇ વાત હો ટકાની કે
હું ‘thought insertion’થી પીડાઉં છું.
એટલે મારા મનમાં વિચારો આવતા નથી,
પણ કોઈ મૂકી જાય છે એવું લાગે છે.
પણ એમ તો આ હંધાય ક્યે છે કે
ઈ જેમ કરાવે છે એમ આપણે કરીએ છીએ.

એય કબૂલ કે
હું ‘feeling of passivity’થી ઘેરાણો છું.
ને એટલે
મને કોઈ control કરતું હોય એવું લાગે છે
પણ આ હંધાય સદીયુંથી કીધે રાખે છે
‘એની ઇચ્છા વગર એક પાંદડુંય હલતું નથી’
ઈ ડાહ્યાને કાંક ક્યોને !

ને એક ખાનગી વાત કરી દઉં?
મેં તો ક્યારનોય suicide કરી નાંખ્યો હોત,
પણ મારે હજી ઓલાં ફૂલ ચીતરવાનાં બાકી છે.
ઈ પહેલાં મરવું નથી.
મને નજરે તરે છે ઈ ફૂલોનો રંગ.
રોજ દુકાને દુકાને જઈને શોધું છું ઈ રંગ,
પણ ક્યાંય મળતો નથી.
જે દી ઈ રંગ મળી જાશેને
તે દી મારી પર ફેંકાયેલા પથ્થરે પથ્થર પર
ઈ ફૂલો ચીતરીને પછી
મારા પેટ પર
ડહાપણની ઘંટીનું પડ બાંધી
હું ભૂસકો મારીશ
realityના દરિયામાં.

-અશરફ ડબાવાલા

—————-

SCHIZOPHRENIA  વિષે વધુ જાણવું છે? :

http://en.wikipedia.org/wiki/Schizophrenia

17 replies on “SCHIZOPHRENIA -અશરફ ડબાવાલા”

  1. સ્ચિઝોફ્રેનિઆ વિસે ઘનિ મહિતિ મલિ.આભાર્

  2. ડહાપણ, જ્ઞાન, પ્રજ્ઞાના દરિયામાં
    અહમ્ નું
    ઓગળી જવા સક્ષમ એવું
    પડ બાંધીને
    વૈજ્ઞાનિકો, આધુનિકો–બૌધિકો
    સૌ
    આજે નહીં તો કાલે
    કૂદી પડશે….

    ને પછી પ્રાપ્ત
    થશે
    સૌને લાગુ પડતી
    દવા.

    દવા રોગ હોઈ શકે છે;
    રોગ ખુદ દવા બનીને
    ક્યારેક
    બચાવી લે છે..

    સવાલ છે, રાહ જોવાનો.

    સરસ રચના અને અર્થસભર આદાનપ્રદાનો. રચનાકાર અને પ્રદર્શિત કરનાર સૌને ધન્યવાદ.

  3. હેપી ડોકટરસ ડેટુ ઓલ ધ ડોકટર્સ અને બ્લોગર ડોકટર્સ.સરસ અછાંદસ.આ અછાંદસ અશરફભાઈના મુખેથી સાંભળવાનુ સૌભાગ્ય મને મળ્યું.
    સપના

  4. ‘ધબકારાનો વારસ’ અશરફ્નો ગઝલ – ગીત – અછાંદસ કાવ્યનો સંગ્રહ છે. એના વિશેની લેખમાળા http://www.girishparikh.wordpress.com બ્લોગ પર આજથી પોસ્ટ કરવાના શ્રી ગણેશ કર્યા છે.‘ધબકારાનો વારસ’ના ધબકારા: ૧ (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ વાંચવા વિનંતી.

  5. અશરફભાઈની કવિતા ’Schizophrenia’નો અંગ્રજી અનુવાદ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યો છે. તમને એ કેવો લાગ્યો એ વિશે એ બ્લોગ પર કોમેન્ટ પોસ્ટ કરવા વિનંતી. પરવાનગી લીધા પહેલાં અનુવાદ કર્યો છે. ભાવકોના પ્રતિભાવ વાંચીને અશરફભાઈ પરવાનગી આપશે એવી મને શ્રધ્ધા છે.
    — ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  6. Amitbhai/Jayshriben,

    I read the poem today. Beautiful.Heart warming. Eye opener.

    It takes me back to my college days 50-years before. Our prof. of Psych., late Dr. Marfatia in first lecture on the subject, had said almost all of us are schizo.–including Mahatma Gandhi, Nehru and many other notables! He gave reasons, luckily I’ve forgotten them.
    Please pass it over to Dr. Ashrafbhai.
    Thanks. ashok mehta.

  7. SCHIZOPHRENIA
    (Rendering of a Gujarati poem of Asharaf Dabawala into English
    by Girish Parikh)

    Doc!
    Yah, right you are,
    from schizophrenia am I suffering!
    But tell me Doc
    who hasn’t got it?
    You’re telling me that —
    the bridge between me and reality
    has been shattered!
    But my dear Doc!
    that’s like a cash cow for you!
    And let me tell you something —
    Why don’t you sneak
    behind the reality for a while —
    and see for yourself
    how much fun it is!

    Yes, you said it right
    that I go through paranoia —
    and that’s why I feel that
    somebody is chasing me.
    But Doc!
    Every crowd of every country
    and every town and village
    is scared that
    another crowd is chasing it.

    You’re 100% right that
    I’m suffering from
    ‘thought insertion.’
    That means thoughts
    don’t come to my mind —
    but me thinks someone is
    planting them in my mind.
    But aren’t all saying that
    we aren’t doing anything
    only He is the doer.

    And I confess that
    grabbed am I by
    the ‘feeling of passivity.”
    And that’s why
    I feel that
    someone’s controlling me —
    but people all around
    are telling from centuries that —
    ‘Not a single leaf stirs
    without His will”
    why don’t you say something
    to those wisecrackers!

    And Doc!
    This is between you and me:
    I’d have killed myself long ago,
    but I still want to paint those flowers.
    No, I don’t want to die before that.
    Before my eyes is the vision
    of the color of those flowers.
    From shop to shop
    I daily make rounds,
    and search for that color —
    but alas! to no avail.
    The very day I get that color
    on every stone that was thrown at me
    I’ll paint the flowers
    with that color —
    and then —
    I’ll tie
    the grinding stone of wisdom
    on my chest
    and jump
    in the ocean of reality.

    (Asharaf Dabawala is a medical doctor and a poet living in Schaumburg, Illinois. Girish Parikh is author and journalist based in Modesto, California.)

    (Copyright of the original Gujarati poem “Schizophrenia” by Asharaf Dabawala. The poem is from the collection of the Gujarati poems titled “Dhabkarano Varas” (“The Heir of the Breathe”) by Asharaf Dabawala, published by Image Publications (www.imagepublications.com).
    The English translation Copyright (c) 2009 by Girish Parikh. E-mail: girish116@yahoo.com
    The translator hopes that Ashraf and the readers will like the translation.

    ReplyReply AllMove…Inbox

  8. ધન્યવાદ ડ્બાવાલા સાહેબ-આપે મારા મ્હોની વાત છીનવી લીધી
    હોય તેવું લાગે છે! સૂદર અભિવ્યક્તિ -અંત ખૂબ અસરકારક..

  9. […] …અને હા મિત્રો, આ ડૉક્ટર્સ ડે પર ‘ગાગરમાં સાગર’ પર ડૉ.મધુમતી મહેતાનું ‘વૈદ મળ્યાં’ ગીત કાવ્યપઠન સાથે માણવાનું તેમ જ ‘ટહુકો’ પર ડૉ.અશરફ ડબાવાલાની અછાંદસ રચના SCHIZOPHRENIA વાંચવાનું પણ ચૂકશો નહીં હોં…! […]

  10. સૌ તબીબ મિત્રોને મારા તરફથી પણ “HAPPY Doctor’s Day..” પણ અરે ઉર્મિબેન અહીં ક્યાંથી…?.. Schizophrenia વિશે તો આપે જણાવ્યુ તથા કોમેન્ટમાં ભૂલભૂલૈયા વિશે પણ સારુ છે તો હવે હું તારે જમીન પર dyslexia ની વાત મૂકુ છું.Dyslexia is most commonly characterized by difficulties with learning how to decode at the word level, to spell, and to read accurately and fluently. Dyslexic individuals often have difficulty “breaking the code” of sound-letter association (the alphabetic principle), and they may also reverse or transpose letters when writing or confuse letters such as b, d, p, q, especially in childhood. However, dyslexia is not a visual problem that involves reading letters or words backwards or upside down, nor are such reversals a defining characteristic of dyslexia.

    Many individuals with dyslexic symptoms involving reading, writing, and spelling also exhibit symptoms in other domains such as poor short-term memory skills, poor personal organizational skills and problems processing spoken language, .[3] These symptoms may coexist with or overlap with characteristics among others of attention-deficit hyperactivity disorder, auditory processing disorder.[4], developmental dyspraxia, dyscalculia, and/or dysgraphia. However, dyslexia and attention deficit/hyperactivity disorder are not correlated developmental problems.[5]

    Evidence that dyslexia is of neurological origin is substantial. Research also suggests an association with biochemical and genetic markers.[6][7][8] However, experts disagree over the precise definition and criteria for diagnosis, and some advocate that the term dyslexia be dropped altogether and replaced with the term reading disorder or reading disability (RD). Because reading skills occur on a continuum with no clear distinction between typical readers and dyslexic readers, some experts assert that the term dyslexia should be reserved for the two to five percent with the most severe reading deficits. [9]

    Dyslexia is a lifelong condition for which there is no cure, but appropriate remedial instruction and compensatory strategies can help the dyslexic individual mitigate or overcome their difficulties with written language. [10] A large body of evidence shows which types of instruction dyslexics need.

  11. ખુબ જ સુંદર …

    અને ‘બ્યુટિફૂલ માઈન્ડ’ સાચે જ ખુબ જ બ્યુટિફૂલ ફિલ્મ છે .. !!

  12. ખૂબજ સરસ રચના.

    ધન્યવાદ.

    નિલેષ્કુમાર બોસમીયા

  13. સુંદર રચના…

    સહુ વાચકમિત્રોને મારા તરફથી ડૉક્ટર્સ ડે તથા વિશ્વ ડાયાબિટીસ દિનની હાર્દિક શુભકામનાઓ…

    સ્કીઝોફ્રેનિઆ વિષયને કેન્દ્ર સ્થાને બનેલ એક અદભુત ફિલ્મ “A beautiful mind” દરેક મિત્રોને જોવા માટે મારી ખાસ ભલામણ છે. રસેલ ક્રૉની આ ફિલ્મ પોતે એક રસપ્રચુર કાવ્ય છે…

  14. Happy Doctor’s Day…સર્વ તબીબ મિત્રોને , તમને અને જયશ્રીને પણ…ખૂબ સુંદર આછાંદસ
    ભુલ ભુલૈયા – મૂવિ માઁ વળગાળ વિશેની ગેરસમજણને દૂર કરવાની કોશીસ કરવામાઁ આવી છે. સિઝોફર્નિઆ અને Dissociative Identity Disorder જેવા રોગોપર આધારીત ફીલ્મો બનવાથી ભારતીય સમાજમાઁ માનસશાસ્ત્રીય રોગો વિશેની ગેરસમજણો ઓછી થવાનો શઁભવ છે.
    સ્કીતઝોફ્રેનીયા રોગથી પીડાતા ૫૨% દર્દીઓ ગૂઢ ઈશ્વરી અનુભવ કરતા હોય છે. ધાર્મિક લોકોના ઈશ્વરી અનુભવો અને સ્કીતઝોફ્રેનીક લોકોના ઈશ્વરી અનુભવોમાં ઘણી સમાનતા જોવામાં આવી છે. ઘણા સંશોધકોનું માનવું છે કે ધાર્મિક લોકોના ઈશ્વરી અનુભવોનું Altered Concious State તરીકે અર્થઘટન કરી શકાય છે. Psychology અને Nuerology ના ભેગા થવાથી આ ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ થાવાનો સંભવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *