મંઝિલને ઢૂંઢવા… – રવિ ઉપાધ્યાય

કવિ શ્રી રવિ ઉપાધ્યાયના જન્મદિવસે આપણા બધા તરફથી એમને શ્રધ્ધાંજલી..

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

challenge

ગાયક અને સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય   

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.
 
યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,
શ્રીરામને જમાડવાં શબરી થવું પડે.
 
બદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો ક્રરો ,
પત્થરનાં દેવને ક્દી પ્રગટી જવું પડે.
 
દર્શન પ્રભુનાં પામવાં ક્પરી કસોટી છે,
અર્જુનનાં રથના ચક્ર્ની ધરી થવું પડે.
 
પાણી થવાંને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.
 
સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’,
જોવાં તમાશો એક્વાર ગુજરી જવું પડે.

 

11 replies on “મંઝિલને ઢૂંઢવા… – રવિ ઉપાધ્યાય”

  1. http://youtu.be/TOF5ZqxDxew
    ઉપર આપેલ લીકં પરથી આપ આ ગઝલનો પ્રકાશ ઉપાધ્યાયનાં કંઠ માં ગવા યેલ અને સ્વરબદ્ધ થયેલ વિડીયો માણો.

  2. પાણી થવાંને કેટલું પાણી સહન કરે,
    વાદળ બનીને વીજથી સળગી જવું પડે.
    વાહ! 84 લાખ જનમના આંટા ફેરાની વાત કેવી સરળતાથી કવિ રવિ ઉપાધ્યાયે કહી છે. પ્રકાશ ઉપાધ્યાયના સુંદર સંગીત અને મધુર અવાજની મજા પડી. ડો. જગદીપભાઇએ પણ યોગ્ય રજૂઆત કરી રંગ રાખ્યો છે.
    આવી બીજી રચનાઓ હોય તો જરૂરથી ટહૂકા પર મૂકશો.
    આ ગઝલની સીડી ક્યાં ઉપલબ્ધ છે ?

  3. એક કવિના જન્મદિવસે તેમની રચના માણવાની ખૂબ મઝા આવી. પ્રકાશભાઇના સ્વર અને સંગીત ખૂબ જ સુંદર હતા.
    બધા જ વીડીયો માણ્યા. જગદીપભાઇની રજુઆત ખૂ બ સુંદર રહી.
    સૌ મહારથીઓને અભિનંદન!
    આભાર જયશ્રી!

  4. આ બન્ને વીડીયો ક્લીપીંગ જોઇ બહું આનંદ થયો. શું શું વખાણું ? ગઝલના ઉત્તમ શેર! એની પ્રસ્તાવના! કંપોઝીશન કે ગાયકી કે વિડીયો પીક્ચરાઇઝેશન ! કવિ રવિ ઉપાધ્યાયના સુપુત્ર ડો જગદીપભાઇ પાસે ગજબનો ભાષા ભંડોળ અને રજૂઆત કરવાની અદભૂત છટા અને કળા લાગે છે. એમના ભાઇ પ્રકાશભાઇમાં પણ રહેલી ભરપૂર સંગીતની અને ગાયકીની સૂઝ આંખે વળગી નોખી તરી આવે છે. આ આલ્બમ ક્યાં મળશે ? Keep it up.

  5. For those having trouble hearing the sound – look for a speaker icon on the bottom of the pane and then move the slider up to increase the volume.

    I have known Prakashbhai and Jagdipbhai for a long time. Good to see their talents on Tahuko today.

  6. બન્ને વીડીયો જોવાની/સાંભળવાની મઝા પડી ગઈ.
    આફરીન જયશ્રી
    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા, યુએસએ

  7. કવિ શ્રી રવિ ઉપાધ્યાયના જન્મદિવસે અભિનંદન
    આ પંક્તી ગમી
    સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’,
    જોવાં તમાશો એક્વાર ગુજરી જવું પડે.
    ગાયકી ન માણી શકાઈ

  8. I tried playing the song but seems that there is some issue with the file. I read the lyrics though and as usual, it is amazing.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *