સમંદરને તળ લીલું વન દાટવું છે – કિસ્મત કુરેશી

સ્વરાંકન – ઉદ્દયન મારૂ
સ્વર – ઝરણા વ્યાસ

સમંદરને તળ લીલું વન દાટવું છે
અને રણની ભીતર ચમન દાટવું છે

કહો કંટકોને કબર ખોદી નાખે
કે કરમાયેલું આ સુમન દાટવું છે

સમાશે ન એ સાગર એકે ધરામાં
નયનમાં અમારે ગગન દાટવું છે

જગા દુઃખના ડુંગરોમાં મળે તો
અમારે ત્યાં સુખનું સ્વપન દાટવું છે

– કિસ્મત કુરેશી

16 replies on “સમંદરને તળ લીલું વન દાટવું છે – કિસ્મત કુરેશી”

 1. rajshree trivedi says:

  ઝરણા, તમારો અવાજ, ગાયકી, હલક બધુંજ નવીન લાગે છે આ ગઝલ માં. બને તો આ શિખવાડજો ક્લાસમાં.

 2. M.D.Gandhi, U.S.A. says:

  સુંદર ગઝલ છે.

 3. Maheshchandra Naik says:

  ગઝલના શબ્દો, સ્વર, સ્વરાંકન અને સુમધુર સંગીત, આનદ આનદ થઈ ગયો…………………………..

 4. K says:

  જગા દુઃખના ડુંગરોમાં મળે તો
  અમારે ત્યાં સુખનું સ્વપન દાટવું છે ….વાહ…. અને
  અવાજ….ઝાકમઝૉળ….

 5. Jagdeep chhaya says:

  Excellent poetry and equally touching composition.

 6. Sunil Thaker says:

  ચમન કો છઓડ કર વિરાને મૈ જા બસા હૈ દિવાના તેરા
  ગુલિસતા કે ના કામ આઇ મિટ્ટી થિ બયાબા કિ

  વાહ, ઝરણાબેન તથા ઉદયનભાઈ ને
  અભિનન્દન

 7. mahendra pandya says:

  If we do our Best efforts I am sure there will be heaven.

 8. jyoti hirani says:

  ખુબ સુન્દર ગઝલ્

 9. Uma says:

  બહુ સરસ ગઝલ્..ઝરનાબેન ન મધુર સ્વર મા …મજા આવેી ગૈ.આભાર …

 10. Atul Shastri says:

  જગા દુઃખના ડુંગરોમાં મળે તો, અમારે ત્યાં સુખનું સ્વપન દાટવું છે.
  બેફામ પછી આટલી કરુણ કવિતા ક્યારેક વાંચવા મળે છે

 11. vibhavan mehta says:

  અમુક શેર મા વજન નથિ

 12. vibhavan mehta says:

  શેર વજન વગર ના લાગે ચે

 13. ઝરણાબહેનાને ખાસ ખાસ અભિનઁદન અવાજ અને ગાયકીને માટે.
  ઘણુઁ જ સુન્દર ગેીત….. સુઁદર રીતે ગવાયેલુઁ અને અસરકારક !

 14. Ravindra Sankalia. says:

  કિસ્મત કુરેશીના અદ્ભુત શબ્દો ઉદયન મારુનુ સુન્દેર સ્વરાન્કન અને ઝરણાબહેનનો મીઠો મધુરો અવાજ ત્રિવેણી સન્ગમ |

 15. ઝરણુ જાણે કલકલ વહી રહ્યું એવો મીઠો અવાજ ઝરણાનો અને સાથે ગઝલ ના સુંદર ભાવ. મજા આવી ગઈ

 16. sanjay says:

  album name plz????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *