ટહુકાને આંગણે આવી ઘેલી વસંત……

જુન ૨૦૦૬માં જ્યારે ટહુકો શરૂ કર્યો હતો, ત્યારે ખબર નો’તી કે ફક્ત શોખ માટે શરૂ કરેલો આ પ્રયાસ મારા માટે જીવનનું એક અભિન્ન અંગ બની જશે.

અને સપ્ટેમ્બર ૨૦૦૬માં જ્યારે San Francisco છોડીને Los Angeles ગઇ, ત્યારે પણ ખબર નો’તી કે આટલું જલ્દી આ શહેર, મને આટલા પ્રેમથી પાછી બોલાવશે.

તમારામાંથી ઘણાને ખબર હશે, કે એપ્રિલ, 2008 માં – હું અને અમિત – અહીં San Jose (CA) ના એક નાનકડા મંદિરમાં – પ્રભુ અને થોડા વડીલોના આશિર્વાદ લઇ લગ્નગંથ્રીથી જોડાયા, અને તમારા આ ટહુકોના જીવનમાં ઘેલી વસંત આવી..

જીંદગીનું એક નવું અને સૌથી મહત્વનું chapter શરૂ થઇ રહ્યું છે..  અને મને ખાત્રી છે કે આપની શુભેચ્છાઓ અને આશિર્વાદ હંમેશા મારી સાથે રહેશે 🙂

એક નવું સુમધુર ગીત આવતીકાલે – Specially for Me & Amit…

અને આજે – ટહુકો પર પહેલા મુકેલા, અને મારા ઘણાજ ગમતા યુગલગીતો…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સંગાથે સુખ શોધીએ, રચીયે…  એક હુંફાળો માળો….
ટહુકે ટહુકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી….
કહી દો અમોને તમે… વારંવાર… તમોને પ્રેમ કરું છું હું….
પઘારો વસંતો, આ આંગણ સજાવો….
એક સથવારો સગપણનો.. મારગ મઝિયારો બે જણનો…
ચાલ! વરસાદની મૌસમ છે, વરસતા જઇએ…
અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે…
ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે..
ઘેલી વસંત આવી રે…
પ્રેમમાં ચાલને ચકચૂર થઇ ચાલ્યા કરીએ…
આહા એટલે આહા એટલે આહા….

ઊર્મિસાગર.કોમ, ટહુકો પર, અને ઇમેઇલથી ઘણા મિત્રોને શુભેચ્છાઓ મોકલી એના માટે સૌનો દિલથી આભાર, અને સાથે સાથે દરેકને સમયસર જવાબ ન આપી શકી એના માટે માફી પણ માંગુ છું.  નવી નોકરીની શોધ, ઘર બદલવાનું, વિઝાનું કામકાજ, ટહુકોના જન્મદિવસની તૈયારી, અને બીજી જવાબદારીઓ તરફ ધ્યાન આપવાની કોશિશમાં મિત્રો સાથે ઘણી ઓછી વાતો થઇ, અને આટલા મહત્વના ખબર આપવામાં મોડુ કર્યું, એ માટે મને માફ કરશો ને?

40 replies on “ટહુકાને આંગણે આવી ઘેલી વસંત……”

  1. જયશ્રીબેન અને અમિતભાઈ, આપને બન્નેને ખૂબ ખૂબ અભિનંદન.
    પ્રભુનું હેત તમારા બન્નેના હેત પર વરસનું રહે એવી પ્રાર્થના…..

  2. Congratulation….Have a great marriage life….
    Sorry it is too late but as u knw “Der aaye durast aaye”

  3. Ben Jayshree,
    I came across this news just today only! First of all Congratulations to you and Amit.

    Jayshree, I never thought you were this young! You have contributed to the Gujarati Sahitya and Sangeet world so much which most would take decades to do so. Your dedication is commendable.

    Both of you make a beautiful copule. God bless you.

    I would have liked to communicate on Tahuko in Gujarati..but my speed in typing in Gujarati is 1 alphabet/min.!!!!

    Tahuko.com is an an ‘air line” which flies to each and every worthy Kavi and Sangeetkar-that too with unlimited number of seats!

    All the best!

    Kalpak Gandhi
    Toronto
    Aug 15,2008

  4. Jayshreeben and Amitbhai,

    I am extremely happy to see such a nice couple – made for each other. I am praying to almighty to shower upon you and your family the choicest blessings and may God give you all the strength to enrich your website.

    Rajesh Shah (Press Reporter – Gujarat Samachar,USA)

  5. Dear jayshreeben and Amitbhai,
    a real made for each other couple,
    an old fans herty blessings. God Bless U.
    kaushik patel

  6. Congratulation…..
    I am late to wish you.. but It is better to be late than never.. (just kidding…)

    I wish you all the happiness of the world…

  7. hi,
    jaishree di.

    tamne ane amit jiju ne khub j khub j khub j shubhechhao!!!!!!!!!!!!!!

    mara mama dr. dilip modi, nayan desai, krushna dave, mukul choksi, ane hiten anandpara, ane ha bhuli na shakai eva eshaben.(esha dadawala).
    ane darek surti kavi o vati.

    jai shree krushna.

    and happy happy happy marriagelife.

    ladta raho.

    jay shree krushna.

  8. નવયુગલ ને ખૂબ-ખૂબ અભિનંદન….
    તમારું લગ્નજીવન સુખેથી પસાર થાય અને તમારી બધી ઇચ્છા પૂરી થાય એવી મારી ભગવાન ને પ્રાર્થના છે.

    ઝલક વ્યાસ (શનિ)
     

  9. Dear Jayshree & Amit:

    Congratulations. I am visiting San Jose area right now and am organizing a meeting of Gujarai lovers on June 29. I would love see you there. Please, call me at 425 785 9460. Lalit Shah, Gujarati Sugam Sangeet Foundation.

  10. આપ બંનેને સુખી, પ્રસન્ન અને મધુર દાંપત્યજીવનની અંતરથી ખૂબ ખૂબ શુભકામનાઓ.

  11. જયશ્રી કૃષ્ણ જયશ્રીબેન અને અમિતભાઈ,

    આપ બંન્નેને નવજીવનના જન્મપ્રસંગે ખૂબખૂબ શુભેચ્છાઓ. હમણાં જ આપના ટહુકાના જન્મદિને મારા બ્લોગ મનના વિશ્વાસ પર ટહુકા માટે હાલરડુ ગાયુ અને આજે તો આપે મહેંદી પણ લગાવી દીધી આપના ટહુકાને. આપના સુખી લગ્નજીવનની મહેંદી હંમેશા એમ જ રહે.

    ડૉ.હિતેશ એમ.ચૌહાણ

  12. પ્રિય જયશ્રીઅમિત, ફરીથી… અને ફરી ફરી ને… મંગલ મંગલ શુભકામનાઓ સાથે અમારા સૌના અંત:કરણથી શુભાશિષ… ખૂબ ખૂબ અભિનંદન…! ઘરવાળા અને ઘરમાળા માટે…!

    સસ્નેહ, ઊર્મિ – સાગર – જબરદસ્ત ભરતી 🙂

  13. સંગાથે સુખ શોધીએ, રચીયે… એક હુંફાળો માળો….

    ખુબ ખુબ અભિનન્દન !

    રેનિ-નુતન-મેહુલ

  14. Congratulations ! જયશ્રી દીદી & અમિત જીજુ.

    Wish you all the best & Happy Marriage Life.

    દીદી Last Month 11th May જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારા એક મિત્રે મને ભેટમાં આપેલી કવિતા આજે હુ આપ નવયુગલને આપુ છું.

    પાણીથી પણ ભીનો અવસર, એક મધુરા સપનાનો સ્વર…
    એક મધુરા સપનાનો સ્વર, ગુન્જે છે ધરતી ને અંબર…

    અગ્નિ,વાયુ,જલની ભીતર, રવરવતો જે પળની ભીતર,
    રણઝણતો હર મનની ભીતર, ઝણઝણતો ઝાંઝરની ભીતર….

    ખનખનતો કંગનની ભીતર, ગણગણતો હર મનની ભીતર,
    જેને સુનતા ડોલે અંબર, જેને સુનતા ડોલે સાગર…..

    તાક ધિનક તિન ઝરમર ઝરમર…
    ધાક ધિનક ધિન ઝરમર ઝરમર…..

    એક મધુરા સપનાનો સ્વર…..
    પાણીથી પણ ભીનો અવસર……….

    Umang Modi
    Chicago.

  15. Dear Jayshree and Amit,
    Heartiest congratulations ! May both of you enjoy each moment of togetherness. Wish you a pleasant journey of dreaming together.
    I am a new comer in Tahuko Family. I came to know about it when I got a phone call telling, my Gazal is on Tahuko. I came to the site and liked it very much. The format Tahuko speaks of your love for Gujarati literature and Kavya sangeet. Nice to know about a nice person like you.
    Best Regards,
    Bharati Rane.

  16. ખૂબ ખૂબ અભિનંદન!
    અને સુખી લગ્નજીવનની અનેક શુભેચ્છાઓ!

  17. જયશ્રીબેન તથા અમિત,
    સુખી લગ્નજીવનની અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ,
    જોડી ખુબ સરસ. લાગે છે ….

    I am living in Sydney. Since I found tahuko, I was curious who could be such a great lover of Gujarati language. Finally know littlebit abt you..

    WISH YOU GREAT LIFE AHEAD…..

  18. દેર આયે દુરસ્ત આયે શુભેચ્છાઓ માટે ક્યારેય મોડું થતુ નથી અઢળક શુભેચ્છાઓ સાથે જયેશ-ગીતા

  19. પ્રિય જયશ્રી તથા અમિત
    સુખી લગ્નજીવનની પ્રભુ-પ્રાર્થના
    અને અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ…લગ્ન,विवह्,ਵਿਆਹ ,लग्न, विवाह. marié ,unirsi in matrimonio,wed-ના અભિનંદન

  20. ખૂબખૂબ અભિનંદન બેઉને!
    જીવનમાં જ્યાં રહો ત્યાં સદાય આપને ‘જયશ્રી’ વરે અને ‘અમિત’ આનંદની વર્ષા વરસે!

  21. Congo to both of you……..I pray the almighty to avail you the best comfirt and satisfaction in your life ahead.

    Jayshree, be clear, the treat is pending……ok…..!!!!!!!!!

  22. મજીયારો માળો જલ્દી બને
    અને રહે સથવારો જન્મ જન્મનો !!
    આજે તો લૉટરી લાગી ગઈ એવો આનંદ…

  23. ફરી એક વાર તમને બન્ને ને હ્રદયના ઊંડાણથી ખુબ ખુબ શુભેચ્છાઓ .. !!! . 🙂 … have a beautiful life ahead … !!

  24. Dear Jayshree ben and Amit,
    Congratulations!!!
    We wish you have the most joyful and blissful married life. Please do not stop your TAHUKO even in the middle of busy married life.
    Vijay

  25. જયશ્રી અને અમિત,

    તમને મળવાનુ મને ગમશે. હુ અહી ડબ્લીન (૯૪૫૬૮) રહુ છુ.
    હજી હુ અહી નવો છુ એટલે ગાડી નથી.

    સાન-ફ્રાન્સિસ્કોમા જરુરથી મળી શકાય.
    તમને બન્નેને આ પ્રસ્ંગે ખુબ ખુબ શુભેચ્છાઓ

  26. વ્હાલી જયશ્રી અને અમિત,

    બંનેને ખૂબ ખૂબ અભિનંદન… હવે જ્યારે એક માળામાં રહેવાનું થયું જ છે તો દરેક તણખલાં બરકરાર રહે એવી અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ…

    -વિવેક-વૈશાલી-સ્વયમ્

  27. મૉડા પડ્યા તોય શુઁ ? અભિનઁદન ! આશિષ !
    અમિતભાઇનો પરિચય ? ઈટ ઇઝ બેટર….
    ફોટો સરસ છે….હોઁ કે !

  28. પ્રિય જયશ્રી તથા અમિત
    ઉર્મિ બહેનના બ્લોગ પર તો અભિનંદન આપ્યા જ હતાં પણ ફરી એક વાર અભિનંદન. તસ્વીર અતિ સુંદર, દુલ્હે રાજા પણ હેન્ડસમ.
    સુખી લગ્નજીવનની પ્રભુ-પ્રાર્થના.
    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા, યુએસએ

  29. Amit – Jayshree aa nava ane mahatva na chapter ne khoob khoob subhechhao, and Prarthana ke Paramatma tamone Jindagi ni badhij khusio prapt karave……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *