સખીરી, હરિ વરસે તો પલળું – સંદીપ ભાટિયા

સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ
સ્વર : ઝરણા વ્યાસ
આલ્બમ : નિર્ઝરી નાદ

(હરિ વરસે તો...  Lands End, San Francisco .. Sept 24, 2011 )

(હરિ વરસે તો… Lands End, San Francisco .. Sept 24, 2011 )

સખીરી, હરિ વરસે તો પલળું
લખલખ ચોમાસામાં કોરું મીણનું મારું દલડું

હરિજ મારો ઊનાળો ને હરિ વાય તો ટાઢ
હરિથી આંખ્યું ભરીભરી ને હરિ વહે તે બાઢ

તુલસીદળ કે અશ્રુબિંદુ – હરિ નમાવે પલડું
સખીરી, હરિ વરસે તો પલળું

હરિ ધધખતા સ્મરણ, કલમ ને હરિ શાહી ને કાગળ
હરિ લખ્યું ત્યાં શબ્દો ખૂટ્યા, હવે લખું શું આગળ ?

હરિ કનડતા ના વરસી – હું કોરી રહીને કનડું
સખીરી, હરિ વરસે તો પલળું

– સંદીપ ભાટિયા

23 replies on “સખીરી, હરિ વરસે તો પલળું – સંદીપ ભાટિયા”

 1. chhaya says:

  સુંદર વાત અનન્ય઼ ભક્તિ !

 2. kiran mehta, NEW DELHI says:

  ખુબ જ સુન્દર સ્વર , સ્વરાન્કન અને શબ્દો……….. હરિ તરફ નો અતુટ પ્રેમ દર્શવવા કરેલી અનેરી કલ્પના કબીલે તારીફ છે.

 3. Dr.Narayan Patel Ahmedabad says:

  nice song. The singer deserves compliment for nice voice and composer and music director too-Dr.narayan patel Ahmedabd

 4. Baarin Dixit says:

  shri hari shri hari hari may thai javay evu geet adbhut

 5. B says:

  How nicely she sings and clarity of words. she being Manipuri , how commanding she is in Gujarati. She is worth listening in live concert. She is a great teacher too. God Bless her.

 6. manubhai1981 says:

  હરી વરસ્યા ? પલળ્યા ? જવાબ આપશો કવિ?
  આભાર.ઝરણા બહેનાને ખૂબ અભિનઁદન ! !

 7. neebha says:

  devotional lyrics…beautiful…

 8. hitesh k c says:

  excellent. Just close your eyes and listen.You will feel the cool. Thanks.

 9. Vibhushit Dave says:

  We were fortunate to meet Zarnaben in Mumbai at our home where she sang this as well as many more songs. We are addicted to her voice and listen all her songs daily. I have video of all her songs and wish to upload it one day. Thanks to Kshamaben Mehta to introduce us to Zarnaben & her husband Vijaybhai. For those who do not know – Zarnaben is from Manipur and married to Shree Vijaybhai from Kacch.

  • hassan says:

   આપે ઝરણા બેન નો પરિચય આપ્યો તેનો અમોને ખૂબ જ આનંદ થયો ,મણિપુર ક્યાં આવ્યુ ? ગુજરાત, યુ.પી,બીહાર ,હરિયાણા કે પછી આસમ ? પ્રકાશ પાડો તો સારુ. ઝરણા બેન સરસ મજાનુ ગુજરાતી ગાઈ શકે છે એટલે ક્યા પ્રાંત ના છે તે જાણવાની તાલાવેલી છે.

 10. Vibhushit Dave says:

  તુલસીદળ કે અશ્રુબિંદુ – હરિ નમાવે પલડું

  Can not express my feelings. Simply Wonderful.

 11. Pinakin P. Goradia says:

  Beautiful composition . Madhur swar. Sunder shabdo.
  Congratulations to all.

  Pinakin

 12. Ravindra Sankalia. says:

  દક્શેશ ધ્રુવનુ સ્વરાન્કન, ઝરણા વ્યાસનો સ્વર અને સન્દીપ ભાટિયાના શબ્દો આવો અદ્ભુત ત્રિવેણી સન્ગમ ક્વચિતજ થાય્ ખરેખર ગીત સામ્ભળવાની ખુબજ મઝા આવી.

 13. Maheshchandra Naik says:

  સરસ ભક્તિ ગીત, શબ્દો, સ્વરાંકન અને સગીત મનભાવન બની રહ્યુ, ઝરણાબેનને અભિનદન, આપનો આભાર..
  અવરનવર એમની રચનાઓ અમારા સુધી લઈ આવશો…………….

 14. ખુબજ સુન્દર ઝરના બેન …સરસ ભક્તિ ગિત

  .

 15. વાહ… ખૂબ જ મજાનું ગીત… આનંદ થયો…

  ફોટોગ્રાફ પણ ખૂબ સરસ !

 16. સવારથી લગભગ ચાર-પાંચવાર આ રચના સાંભળી… સંગીત, સ્વરાંકન અને ગાયકી પણ ગમ્યાં…

 17. સરસ ગેીત કેળવાયેલો મધુર અવાજ.

 18. dr parul says:

  simply soul ful…….soothing……peaceful singing……divine composition…..excellent lyrics…….keep it up….god bless…..

 19. ભાસ્કર જોશી says:

  હરિજ મારો ઊનાળો ને હરિ વાય તો ટાઢ
  હરિથી આંખ્યું ભરીભરી ને હરિ વહે તે બાઢ

  સંપૂર્ણ શરણાગતીનો ભાવ – સાંગોપાંગ સુંદર રચના – ત્રિપુટીને ખૂબ અભિનંદન

  હરિ ધધખતા સ્મરણ, કલમ ને હરિ શાહી ને કાગળ
  હરિ લખ્યું ત્યાં શબ્દો ખૂટ્યા, હવે લખું શું આગળ ?

 20. Kunal soni says:

  ખુબ જ સરસ રચનાં છે.

 21. virah pandya says:

  thank you…….
  aapna avaaj thi ame paladi gaya……

 22. વિદ્યુત ઓઝા says:

  આ એટલી ભક્તિસભર પ્રાર્થના છે અને ઉપરથી બહુજ મધુર અને શાન્તસ્વરમા ગવાયેલ છે કે બસ સામ્ભળ્યા જ કરીએ . શ્રીમતી ઝરણાબહેનને ઘણા ઘણા ધન્યવાદ અને આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *