કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા – મીરાંબાઈ

જન્માષ્ટમી નજીક છે, તો થોડા કાનુડાના ગીતો સાંભળીએ ને? અહીં ચેતનભાઇના સ્વર સાથે જે ગીત છે, એના પરથી શબ્દો લખ્યા છે, જે સ્વર્ગારોહણ પર દક્ષેશભાઇએ મુકેલા શબ્દો કરતા થોડા અલગ છે. (છેલ્લી બે કડી જે ચેતનભાઇએ ગાઇ નથી, એ સ્વર્ગારોહણ પરથી લીધી છે.)

આજ ગીત એકદમ અલગ જ સ્વરાંકન સાથે મેં આશિત દેસાઇના કંઠે પણ સાંભળ્યું છે. મારા ખ્યાલ પ્રમાણે એ રાસબિહારી દેસાઇના સ્વરાંકન માં છે. એ સાંભળવાની પણ એક અલગ જ મઝા છે… થોડા જ દિવસમાં એ ગીત પણ સંભળાવીશ.

આજે સાંભળીએ આ મઝાનું કાનુડા-ગીત ચેતન ગઢવીના સ્વરમાં.

.

કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા
મોહન માંગ્યો દે.

આજની રાત અમે રંગ ભરી રમશું
પરભાતે પાછો માંગી લે ને રે યશોદા મૈયા …કાનુડો માંગ્યો

જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ
ત્રાજવડે તોળી તોળી દે ને રે યશોદા મૈયા … કાનુડો માંગ્યો

કાંબી ને કડલા ને અણવટ વિછીયા
હાર હૈયાનો માંગી લે ને રે યશોદા મૈયા … કાનુડો માંગ્યો

હાથી ઘોડા ને આ માલ ખજાના
મેલ્યું સજીને તમે લ્યોને યશોદા મૈયા … કાનુડો માંગ્યો

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ મને દોને યશોદા મૈયા … કાનુડો માંગ્યો

– મીરાંબાઈ

21 replies on “કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા – મીરાંબાઈ”

 1. આ મઝાનું ગીત લયસ્તરો પર પણ લોકગીત તરીકે મોજુદ છે.
  http://layastaro.com/?p=2462

  કૃષ્ણભક્તિને લગતા ઘણા ગીતો/ભજનો લોકોએ અને અનામી કવિઓએ મીરાં અને નરસિંહના નામે ચડાવી દીધાં છે. આ જ રીતે એમના ગીતો/ભજનો લોકગીતો પણ બની ગયાં છે. બહુ વર્ષો પહેલા કોક લેખમાં વાંચેલું કે કોઈ વિદ્વાને મીરાંના નામે ચાલતી રચનાઓનો અભ્યાસ કરી એ સમયની મેવાડી/ગુજરાતી ભાષા અને ખૂબ પ્રચલિત રચનાઓની બાનીના આધારે મીરાંની જેન્યુઈન રચનાઓને અલગ તારવવાનો પ્રયાસ કરેલો.

  મીરાંબાઈના કેટલાક ભજનો-
  http://www.kavitakosh.org/kk/index.php?title=%E0%A4%AE%E0%A5%80%E0%A4%B0%E0%A4%BE%E0%A4%AC%E0%A4%BE%E0%A4%88

 2. Nimesh says:

  બસ એક શબ્દ ‘વાહ!’

 3. M.D.Gandhi, U.S.A. says:

  મીરાંબાઈનું આ સરસ ભજન-ગીત છે.

 4. Rajesh Vyas says:

  Hi Jayshree !!!

  Thanks for complying my request for sending KRISHNA’s number

  Yeah indeed JANMASHTMI is ahead… Thanks again…

  Warm Regards
  RAJESH VYAS
  CHENNAI

 5. rohit vavadia says:

  આ ગિત સાંભળીને જન્માષ્ટ્મિ આવ્યા નો ખયાલ આવ્યો

 6. rajesh keswani says:

  મન આનન્દિત થઇ ગયુ.

 7. daulatsinh gadhvi says:

  સરસ મજાનુ ગિત ગુજરાતનિ રસમાધુરિ…સબ્દો મજના..

 8. arun jethi says:

  સરસ બસ્

 9. arun jethi says:

  Maaja Aave Gaiee

 10. Kirtikant Purohit says:

  મીરં તાદશ થયાં.ભક્તિસભર માહોલ આપોઆપ રચાઇ ગયો.આભાર જયશ્રીબેન.

 11. shantilal thacker says:

  jayshree,

  TAMO JE GUJARATI LEKHAN “EKDAM GAMTHI BHASA” LAKHO CHHO KHUBAJ AANAD THAYO, NANA MA NANO VYKTI PAN SAMJI SAKE TEVI BHASA ETALEKE “TAHUKO.COM”

  SHANTILAL THACKER

 12. krishna says:

  ખુબજ સરસ ગીત મારું મનગમતું છે…

 13. HITESH PARMAR says:

  hi jay shree ben.

  you are doing great job bod bless you. jay shree ben i told you i want to listen one Gujarati song “CHANDO CHADIYO AAKASH KE GORI MORI GARBE RAMVA NE AVE” I was listen this great song in navratri in baroda this song was sung by “ATUL PUROHIT” and seriously i tell you i like to most to hear this song by atul purohit. i am trying to find out this song since 5 year but i not success to get it so i request you kindly send me this song on my email otherwise add this song in your website. i request you plz do needful as soon as possible. i told you so many time but you did’t give me any replay i hope this time you give me favorable answer.
  jay shree krishna.

  thanks and regards
  HITESH PARMAR

 14. Bhishma Desai says:

  પંચમ શુકલાજીએ મારા મનની વાત કરી. આશીત દેસાઇ ની નરસીંહ મહેતા અને મીરાની સીડીમાં એવા કેટલા બધાં ભજનો છે જે કંટેંટ તથા સંગીતની દ્રષ્ટીએ સારા છે. પણ મારા જેવા સામાન્ય માણસને પણ ખબર પડી જાય કે તે નરસીંહ મહેતા કે મીરાની રચના નથી.

  પંચમ શુકલાજીએ ઘણી સરસ લીંક આપી તે બદલ તેમનો આભાર.

  ભિષ્મ દેસાઇ
  પિટ્સબર્ગ, યુ.એસ.એ.

 15. Chetansi Tripathi says:

  રચના જેનેી હોય તે,કાના ને માગવો અને આનન્દ લેવો . ભ ક્તિ સાથે મઝા પન આવેી.
  ચેતાન્સિ
  કેનેદા

 16. jignesh bhavsar says:

  અરે વાહ્, આના થિ વધુ શુ?

 17. riddhi says:

  very very nice……………

 18. Mukesh Gandhi says:

  Jayshreeben,
  Is there any way I can download the audio on my computer. I would appreciate it. Regards.

 19. Aarti Bhatt says:

  hello i’m from qatar i luv listening gujrati songs specially about kanudo (krishna).its impossible for new generations to publish these types of songs.I salute you it was really very good and sweet song try to publish .jai shri krishna

 20. હુ ઝવેરચદ મેઘાનિ નુ સો સો ઝોલિ પફુલ દવે ના સ્વર અથવા ભિખુદાન ગધવિ ના સ્વર મા સભલાવ્વાનઇ મહેર કરશો

 21. brijesh patel says:

  I did not know that this song is made by Meerabai, very lovely Krishna songs by her.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *