એક જ દે ચિનગારી, મહાનલ ! – હરિહર ભટ્ટ

બરાબર એક વર્ષ પહેલા ફક્ત શબ્દો સાથે મૂકેલી આ પ્રાર્થના, આજે સ્વર – સંગીત સાથે ફરી એકવાર.. આ પ્રાથનાના પ્રતિકાવ્ય જેવું એક ગીત તો પ્રજ્ઞાઆંટીએ નીચે comments માં લખ્યું જ છે – અને એવું જ બીજું એક કાવ્ય ચંદુ મટ્ટાણીના સ્વર અને આશિત દેસાઇના સંગીત સાથે અહીં માણો :મહામનુ, માંગે શું ચિનગારી

સ્વર – સંગીત : ??


એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી…

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી…

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…

41 replies on “એક જ દે ચિનગારી, મહાનલ ! – હરિહર ભટ્ટ”

  1. મને ગાવાની અનુમતિ ખરી ?

  2. Bina says:

    I have the song on a CD. Please tell me how to send it to “Tahuko” …..Bina Trivedi
    Please visit http://www.vrindians.com

  3. pragnaju says:

    એક જ દે ચિનગારી,મહાનલ-નિશાળમાં પ્રાર્થનામાં ગાતાં તે ગીત ઘણા બ્લોગોમા માણ્યું ! બુચના પ્રતિકાવ્ય યાચે શું ચિનગારી, મહાનર,યાચે શું ચિનગારી ? બાદ તે ગીત અને પ્રતિભાવો પણ એરણે ચઢ્યાં.હવે તો ટહુકા પાસે માંગુ એક સ્વર …
    ભલેને હોય વિવેકનો કે…

  4. Harshad Jangla says:

    વિવેકભાઈ
    નેકી ઔર પૂછ પૂછ ?
    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા યુએસએ

  5. manvant says:

    યાચે શુઁ ચિનગારી …કાવ્ય વાઁચવા ઉત્સુક છુઁ .કૃપા થશે ?
    એક જ દે…..તો હુઁ પણ ગાઇ શકુઁ છુઁ .હારમોનિયમ સાથે !

  6. pragnaju says:

    લયસ્તરો પરથી
    યાચે શું ચિનગારી ? – ન. પ્રા. બુચ પ્રતિકાવ્ય
    [ ભૈરવી-તીનતાલ ]
    યાચે શું ચિનગારી,મહાનર, યાચે શું ચિનગારી ?…..મહાનર.

    ચકમક-લોઢું મેલ્ય પડ્યું ને બાકસ લે કર ધારી;
    કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી ……મહાનર.

    ના સળગ્યું એક સગડું તેમાં આફત શી છે ભારી?
    કાગળના ડૂચા સળગાવી લેને શીત નિવારી …….મહાનર.

    ઠંડીમાં જો કાયા થથરે, બંડી લે ઝટ ધારી;
    બે-ત્રણ પ્યાલા ચા પી લે કે ઝટ આવે હુંશિયારી……મહાનર.

    • નવીન કાટ્વાળા says:

      આ કવિતા ને એના અસલ સ્વરુપમા જ મહાલ્વા દો. ખૂબજ મજા આવશે.

  7. manvant says:

    બહેનશ્રેી પ્રવિણાબહેનની કૃપા બદલ તેમનો ઘણો આભાર !
    કાવ્ય રમુજી છે .કવિ પણ એવા જ હશે ને ?બહેના ! તમારુઁ
    ગુજરાતી ભાષા પ્રત્યે પ્રભુત્વ અત્યન્ત વખાણવા જેવુઁ છે .

  8. ms says:

    ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
    !!!

    વાહ

  9. મારા બ્લોગ પર આ પ્રાર્થના પોસ્ટ કરેલી છે જે આપ માણી શકો છો.
    http://preetnageet.blogspot.com/2009/03/blog-post_6935.html

  10. Bharat J Oza says:

    One of the very nice kavya ,i remember my father use to sind this about over 45 years ago.
    You can enjoy audio of this ,copy url and play.

    http://www.esnips.com/doc/5a44d37e-b6c8-447f-ac7a-d7ae9aa193c1/Ek-ja-De-Chingari

    Thanks
    Bharat Oza

  11. sudhir patel says:

    આ પ્રાથના કાવ્ય સાથે પ્રજ્ઞાબેનના પ્રતિભાવમાં રહેલું પ્રતિ-કાવ્ય પણ
    માણવાની મજા આવી.
    સુધીર પટેલ.

  12. Harsukh Doshi says:

    Thanks!
    Reminds school days of 1948–49.

  13. Banti says:

    ખુબ સરસ કોમ્પોસિસન …..ધ્યાન લગાદવા માતે ખુબ સરસ

  14. Fulchand Shah says:

    This was the first poem in my fourth year Gujarati Text.

    I still recite this – The prayer is very beautiful – unfortunately I do not have a sweet voice.

    I am most thankful

  15. Shanti Tanna says:

    Whenever I try to listen to any new addition I cannot hear it. All the old ones are alright to listen. I wonder why?

  16. Dr. Shantilal Vora says:

    સાથે-સાથે પ્રતિકવ્ય પન સાન્ભલવા મલે તો બહુ સારુ.

  17. Paresh Bhanusali says:

    Nice, but plz come one day to Dr. Thakorbhai’s Hospital at Raopura, Vadodara and plz listen this. This song is one of the prayers there. Sorry to say but their staff is singing this song a much much hearty and in sweet voice (in chorus). This is their routine since almost more than 50 years..

  18. Dr. Dinesh O. Shah says:

    આ કવીએ માત્ર આ એક જ ગીત લખ્યુ હોત તો પણ તેઓની મહાકવિમાઁ ગણના થતી. કોઇ મને પુછે કે ગુજરાતી સાહિત્યના સૌથી સારા બે ગીત તમે કોને ગણો, તો મારો જવાબ છે નીચેનો,
    ૧) વૈષ્ણવજનતો તેને રે કહીયે જે પીડ પરાઈ
    જાણે રે ! અને
    ૨) મહાનલ, એક જ દે ચિનગારી

    ખુબ સુન્દર અવાજ અને સઁગીત છે.

    દિનેશ ઓ. શાહ, નડિયાદ,ગુજરાત, ભારત

    • Chetan says:

      હું હરિહર ભટ્ટ ના બીજા ગીતો શોધિ રહ્યો છું.

  19. Rajshri says:

    મિત્રરો,

    કોઇ નિ પાસે હૈયે રાખિ હામ મારા ગરબો ચે તોહ મને મોક્લો.

    Please…… send me if anybody have that garbo.

  20. PARIMAL says:

    શાળા યાદ આવેી ગઈ..

  21. Bhavesh Patel says:

    Jay Shri Krishna
    JayShriben

    Thanks for putting this prayer since we were doing this prayer when i was in 1St to 3rd Standard. You remembered me those days. Once again I heartily thanksful.

    Bhavesh Patel
    Dubai – UAE

  22. rayshi l gada says:

    જયશ્રીબેન
    સીધા બાલપણમાં લઈ ગયા શાળાએ પહોચાળી દીધા
    આભાર
    રાયશીભાઈ ગડા

  23. Pankaj says:

    જયશ્રેીક્રિશ્ના જયશ્રેીદિદિ

    બાલપનની યાદ કરાવેી દેીધિ. ૧ -૩ ધોરનમા દરરોજ સવારે આ પ્રાર્થના ગાવાનેી મઝા કૈક જુદિ જ હ્તિ.

    દિલથિ ધન્યવાદ્.

    પન્કજ

  24. rekha sindhal says:

    ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
    જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
    મહાનલ… એક દે ચિનગારી…

    આ ગેીત સાઁભળેીને ક્ષણભર તો હલબલેી જવાય.

  25. mukeshbhatt says:

    nice soul feel peace.

  26. shantibhai says:

    best divine poem for morning singing prayer

  27. Mahesh V Shah says:

    પ્રાર્થનાનુ હાર્દ થોડિક હતાશા,નિરાશા અને છેલ્લે…અનન્ત આશાનુ છે. ગીતનો લય અને સ્વરગુથણિ આ હાર્દને ક્યાક ખોઇ નાખે છે.
    રાગ ભૈરવીમા વિલમ્બિત લયમા જો ગવાય તો આ પ્રાર્થના કોઇ પણ મનુશ્યને તેની અન્દરના ભ્રહ્માન્ડમા વિહરતો કરી મુકે.
    લોક્ભોગ્ય લય અને ચીલચાલુ મન્જીરાછાપ ભજનોના કુન્ડાળામાથી આપણે બહાર આવવાની જરૂર છે.

  28. Ravindra Sankalia. says:

    કહેવાય છે કે હરિહર ભટ્ટે આ બહુ વિખ્યાત કવિતા પછી બીજુ કોઈ કાવ્ય લખ્ય જ નહિ,અને એ એક કવિતાના કવિ તરીકે પ્રખ્યાત થઈ ગયા. ભેરવી રાગમા બહુ સરસ રીતે ગવાઈ છે. ગાનારનો કન્ઠ પણ મધુરો છે. મુખડાના શબ્દો વ્રિન્દગાનમા ગવાય છે તે પણ ધારી અસર કરે છે.

    • સુબોધ ભટ્ટે says:

      અમારા પિતાશ્રી હરિહર ભટ્ટે ૬૦થી વધારે કાવ્યો લખ્યા છે. એક તેમનું બીજું જાણીતું કાવ્ય “ગામઠી ગીતા” છે. વધારે જાણવા માટે અમે નીચે લખેલો Detail Reply જોવા વિનંતી.
      સુબોધ ભટ્ટ
      સુધાકર ભટ્ટ

  29. kiran.pathak. says:

    સુન્દર રચના.

  30. jorabhai says:

    sir mane std 1 to 8 ni kavita email thi moklva aabhari thaso downlod nahi thati ok sir plz

  31. Trilok Chand says:

    Though I m not a Gujarati but I think it’s a very good PRAYER. According to me after NARSI MEHTA’s “VAISHNAV JAN” THE BEST Gujarati PRAYER I heard……. SO HEART TOUCHING….

  32. dinesh khunt says:

    Nice songs. Can I get full songs in written?

  33. narendra says:

    i am 91 this song took me to 1940 we use to sing this at jetalpur high school ahmedabad thank you to take me back to my students days narendra

  34. નવિન કાટવાળા, says:

    ગુજરાતી તરીકૅ આવા સુંદર ગીતો રચનાર કવિઓ માટે ગૌરવ અનુભવુ છુ.

  35. jagruti gadhvi says:

    આ કાવ્ય ને નિરન્તર ગુન્ગુનાવવા નુ મન થયા કરે

  36. સુબોધ ભટ્ટ અને સુધાકર ભટ્ટ says:

    જયશ્રીબેન:
    અમારા પિતાશ્રી કવિ હરિહર ભટ્ટના પ્રસિદ્ધ કાવ્ય “એક જ દે ચિનગારી”ને ટહુકો.કોમમાં સ્થાન આપવા બદલ
    અમે બંને ભાઈઓ તમારો ખુબજ અભાર માનીએ છીએ.
    આ ઉપરાંત અહી તેમના આ કાવ્યની ઉપર ઘણી સુંદર comments કરવા માટે બધા કાવ્યપ્રેમીઓના પણ અમે એટલા જ આભારી છીએ.

    આ કાવ્યનો થોડો ઈતિહાસ:

    કવિ હરિહર ભટ્ટ ૧૯૨૦થી ૧૯૩૦ સુધી ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહેલા. તે દરમ્યાન ૧૯૨૫મા તેમને ગીજુભાઈ બધેકાએ ભાવનગરની દક્ષિણામૂર્તિમા loan પર શિક્ષક તરીકે બોલાવેલા. ત્યાંના તખ્તેશ્વર મંદિર સુધી સાંજે ફરવા જતા. ત્યારેઆ કાવ્યની પ્રેરણા તેમને થઇ. અને સૌ પ્રથમ કુમાર માસિકમાં પ્રકાશિત થયું.
    આ કાવ્ય પર નરસિંહરાવ દિવેટિયા, રામનારાયણ પાઠક, બ,ક, ઠાકોર. જેવા કવિવારોએ વિવેચન લખીને તેની પ્રશંસા કરી છે.
    ૨૦૦૫મા અમે તેમના ૬૦થી વધુ કાવ્યોનો સંગ્રહ “એક જ દે ચિનગારી” નામે publish કર્યો જેમાં શ્રી રઘુવીરભાઈ ચૌધરીએ “આવકાર”મા આ તથા તેમના બીજા ઉચ કોટીના કાવ્યોની પ્રશંસા કરી છે અને તેનું વિમોચન પણ તેમણેે કર્યું હતું.
    ગાંધીજીના પ્રિય અને તેમની પ્રાથના સભામાં ગવાતા ભજનોની “આશ્રમ ભજનાવલી”મા તેને સ્થાન મળ્યું છે, Attenboroની direct કરેલી “Gandhi” ફિલ્મમાં માત્ર બે ગુજરાતી કાવ્યો છે, એક “વૈષ્ણવ જન” અને બીજું “એક જ દે ચિનગારી” . તે આ કાવ્યની ઉત્તમતાની નિશાની છે.વર્ષોથી તેને ગુજરાતની શાળાઓમાં પ્રાર્થના તરીકે ગાવામાં આવે છે, અને ગુજરાતી સાહિત્યમાં તેનું સ્થાન કોહિનૂર સમાન છે.

    સુબોધ ભટ્ટ
    સુધાકર ભટ્ટ

    • Navin Katwala says:

      આા કાવ્ય ભૈરવી રાગમાં સાંભળવાનુ શક્ય છે ?

      નવિન કાટવાળા

  37. KISHOR SHRINIVAS GUPTE says:

    I LOVE THIS POEM SINCE I STUDIED IT WAY BACK IN 1965 IN SCHOOL. IT IS ONE OF THOSE 100 PLUS POEMS I CAN RECITE.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *