(હું પ્રવાહી અને કઠણ પણ હું…. Stanyan Beach, CA – Apr 09 )
* * * * * * *
સૂર્ય હું આભ હું ને રણ પણ હું
હું જ તરસ્યો અને ઝરણ પણ હું
હું ઊભો છું સમયની બ્હાર અને
એ તરફ જાય છે એ ક્ષણ પણ હું
હું જ ઓગળતો મારી જડતામાં
હું પ્રવાહી અને કઠણ પણ હું
હું જ પથરાયો અંધકાર બની
એમાં ખોવાયેલું કિરણ પણ હું
લક્ષ્યબિંદુ ગતિ દિશા પણ હું જ
હું જ રસ્તો અને ચરણ પણ હું
મારા હોવામાં અંત ને આરંભ
જન્મ પણ હું જ ને મરણ પણ હું
હું મને શોધતો ફરું ‘આદિલ’
હું જ દ્રષ્ટિ ને આવરણ પણ હું
– આદિલ મન્સૂરી
હું જ ઓગળતો મારી જડતામાં
હું પ્રવાહી અને કઠણ પણ હું…ખુબ સરસ વાત કરી છે…
હુ જ ઝાઝવુ ને રણ પણ હુ જ
સ્વાસ્ની અવર્ જ્વ્ર ર ને મરણ પણ હુ જ્…..કવિતા આપોઆપ લખાઈ જાય ૬
બે અન્તિમોની વચ્ચે જ જીવન ૬ તેન કેવી અદ્ભ્ ત્ ગુથણી.
હું જ તરસ્યો અને ઝરણ પણ હું
વાહ…. વિરોધાભાસમાંય સામ્યતા નજર આવી. સરસ ગઝલ….
Some how while reading this ghazal Krishna’s virat/vishwa swaroop kem in front of my eyes!!!
very nice ghazal….
હું મને શોધતો ફરું ‘આદિલ’
હું જ દ્રષ્ટિ ને આવરણ પણ હું
(આને જ કાફિયા કહેવાય?)
-બહુ સરસ!!!
સુંદર ગઝલ… કાફિયા મજાના અને ગઝલ પણ મજાની…