પ્રેમના પુષ્પો ભરીને રાખજો – અદી મિર્ઝા

સ્વર – મનહર ઉધાસ

પ્રેમના પુષ્પો ભરીને રાખજો,
દિલ દીધું છે, સાચવીને રાખજો.

દુઃખના દિવસોમાં એ કામ આવી જશે,
એક ગઝલ મારી લખીને રાખજો.

રાત છે એના મિલનની દોસ્તો,
સાંજથી તારા ગણીને રાખજો.

દિલના કોઈ એકાદ ખૂણામાં ‘અદી’
નામ એનું કોતરીને રાખજો.

– અદી મિર્ઝા

8 replies on “પ્રેમના પુષ્પો ભરીને રાખજો – અદી મિર્ઝા”

 1. chhaya says:

  ગઝલ સાચવિ રાખિ

 2. Ravindra Sankalia. says:

  અદી મિર્ઝાની ગઝલ ચારજ શેરમા ઘણુ ઘણુ કહી ગઈ.મનહર ઉધાસનો અવાજ આના કરતા વધુ સારો સામ્ભળ્યો છે.

 3. Ketan says:

  ફાઇન કલેક્શન…આભાર.

 4. RITA SHAH says:

  ગઝલ અદીમિર્ઝાની બહુ જ સરસ.
  દિલના એક ખુણામાં પ્રેમ સાચવીને રાખજો.

 5. Maheshchandra Naik says:

  સરસ ગઝલ, સરસ સ્વરાંકન, સરસ મખમલી અવાજ આનદ, આનદ થઈ ગયો, આભાર……………

 6. Ullas Oza says:

  ગુજરાતી ગઝલની દુનિયામાં અદી મિર્ઝાનુ નામ કોતરાઇ ગયુ છે.
  પ્રેમના પુષ્પો સમર્પણ.

 7. સરસ ગઝલ્…મઝા આવિ ગઈ;ધન્યવાદ.શુભરાત્રેી.

 8. Satish Kalaiya says:

  In short, Ghazalma Adi Mirza ghanu kahiyu che !
  `Premna pushpo bharine rakho,
  Dil didhu che,sachvine rakhjaw,`
  meharban,kadardan……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *