કાનજીના મોબાઈલમાં રાધાનો રીંગટોન – અંકિત ત્રિવેદી

પ્રસ્તાવના : અંકિત ત્રિવેદી
સ્વરાંકન – સ્વર : આશિત દેસાઈ

કાનજીના મોબાઈલમાં જ્યારે અચાનક રીંગટોન રાધાનો વાગે,
જન્મો જનમની ઘેલી રાધાની પ્રીત કાનજીની આંખોમાં જાગે.

મોબાઈલના નેટવર્કમાં કેમે ના સંભળાતી રાધાના રાસની તાલી,
મોબાઈલ પકડીને થાકેલા હાથને રાધાનો હાથ લેવો ઝાલી;
આયખાની સાંજ પર ઊભેલો કાનજી, સપનાનો ટૉક ટાઈમ માંગે.

s.m.s. મોકલેલો વાયા ઓધાજી, એના replyમાં રાધાના આંસુ,
રાધાના આંસુનો s.m.s. વાંચીને, કાનજીની આંખે ચોમાસું ;
મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં,વાંસળી વાગે છે એક રાગે.

– અંકિત ત્રિવેદી

22 replies on “કાનજીના મોબાઈલમાં રાધાનો રીંગટોન – અંકિત ત્રિવેદી”

  1. So superb poetry.When it comes to Lord Krishna,it doesn’t matter what the meter of d poetry is;what the music is,we just enjoy it to the full.
    The music and singing is also equally superb

  2. આસિત ભઈ નો સુમધુર અવઝ અને અન્કિત નિ કવિત ! વ ભૈ વા

  3. રાધાકૃષ્નનો પ્રેમ અલૌકિક એવિ અલૌકિક આ કવિ અને ગાયક અજોડ જોડ !!! ખુબજ્ સરસ !!!!!

  4. અરે ……….. વાહ ભાઈ વાહ …………….. ક્રુષ્ણ દવે નું વાંસલડી ડોટ કોમ યાદ આવી ગયું ………………..
    કમલેશ ઉદાણી,
    રાજકોટ
    ગુજરાત

    • હા… પણ વાસલઙિ. કોમ હ્દય માથેી નિકળ્યુ હોય એવુ લાગે, જ્યારે આ ગેીત મગજ માથેી નિકળ્યુ હોય એવુ લાગે છે.

  5. ફ્ક્ત, Kanjina mobilema Radhano ring tone? a..re Kavishri, ahi taw computerna screen par(switch on) pan Kanji flute wagade che ne Radha jage che !…Slesh Alankarthi wartman yuvadilne khush karwama poet shri Ankit Trivedi safal thaya che ! very nice shabda rachna,swarankan,congrates to both-Poet& Singer.

  6. મોર્ડન રાધાકૃષ્નનો પ્રેમ અલૌકિક વાયા મોબાઇલ.

  7. આશિત દેસાઈના ગાવામા થોડા શબ્દોમા ફેરફાર થઈ ગયો છે.દા.ત, પહેલી પન્ક્તિમાથી “અચાનક” શબ્દ કાઢી નાખ્યો છે.,અને બીજીમા ‘આન્ખોમા” ને બદલે “રુવાડે” વાપર્યો છે. આશિત દેસાઈનુ સ્વરાન્કન અને સ્વર હમેશ જેવા ઉત્તમ નથી.

  8. Poetry also means experimentation sometime. However, it sounds a bit of an anti-climax. Poetry normally takes the physical and mundane to the heights of the divine and the metaphysical. Here, the spiritual and the divine is brought down to the day-to-day physical experience. However, all experimentation is welcome. Clever play of words!

    Rajesh Bhat, Ahmedabad.

  9. મથુરા ગયા પચ્હિ કાન્જિ બિજા કામ મા લાગિ ગયા પચ્હિ રાધા કેમ જવાબ આપે ?
    અતિ સુન્દર કલ્પના

  10. વાહ….આશિત દેસાઇ…..એક અનોખા અંદાઝ મા…..મઝા આવી ગઈ..

  11. આધુનિક કવિ,અધુનિક સન્ગિત્કાર અને આધુનિક કાનજી…સરસ શબ્દો અને તેવુજ સરસ સ્વરાન્કન..આભિનન્દન્…..

  12. ખુબ સરસ આવી નવી કવિતા સાભળવા મળે તો મજા આવી જાય.

  13. ખુબજ સરસ કવિતા.
    Modern Radha ne Techi Krishna મા દરેક લોકો ને સ્પર્સે તેવિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *