હરિ તું ગાડુ મારું…..

સ્વર : પ્રફુલ દવે

હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ના જાણુ
ધરમ કરમ ના જોડ્યા બળદિયા ધીરજ ની લગામ તાણુ,
હરિ તું ગાડુ મારું….

સુખ ને દુખ ના પૈડા ઉપર ગાડુ ચાલ્યુ જાય
કદી ઉગે આશા નો સૂરજ કદી અંધારુ થાય
મારઈ મુજ ને ખબર નથી કઇ ક્યાં મારું ઠેકાણું, કાંઇ ના જાણું
હરિ તું ગાડુ મારું….

પાપણ પટારે સપના સંઘર્યા, ઉપર મન ની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા, નાય આવે મારુ કાશી
ક્યારે વેરણ રાત વિતે ક્યારે વાયે વાણું, કાંઇ ના જાણું
હરિ તું ગાડુ મારું….

ક્યાથી આવું ક્યા જવાનું ક્યાં મારે રહેવાનું
અગમ-નિગમ નો ખેલ અગોચર, મન માં મુંઝાવાનું
હરતું ફરતું શરીર તો છે પિંજર એક પુરાણું, કાંઇ ના જાણું
હરિ તું ગાડુ મારું…..

8 replies on “હરિ તું ગાડુ મારું…..”

 1. chhaya says:

  મારું ગાડું ભરેલ ભારે
  યાદ આવી ગયું .

 2. Nilay R wankawala says:

  પાપણ પટારે સપના સંઘર્યા, ઉપર મન ની સાંકળ વાસી
  ડગર ડગરીયા આવે નગરીયા, નાય આવે મારુ કાશી
  ક્યારે વેરણ રાત વિતે ક્યારે વાયે વાણું, કાંઇ ના જાણું
  હરિ તું ગાડુ મારું….

  મારા મન અને તનમા ધબક્તુ ભજન

 3. Darshana Bhatt says:

  સાવ સરળ ભાશામા સાવ સાચી વાત કહેવામા કવિ સફળ રહ્યા.સહુનો ગાડાખેડૂ તો હરિ જ ચે.આપણ હાથમા કૈ જ નથી?

 4. chandrika says:

  સુંદર સરળ ભાષા માં જીંદગી નો આખો સાર આવી ગયો.ઈશ્વર પર ભરોસો રાખવો તો જ બધુ પાર પડે.

 5. Jagdip says:

  હરિ ને મારે, ઘર જેવું
  બળ્યા કરે, એ કર જેવું

  જીવુ તમારા કંકરથી
  સદા ફુટી, ગાગર જેવું

  ચરણ પખાળીને નટવર
  દિસો સખા ચાકર જેવું

  ભરી સભામાં લજ્જાના
  અખય સમા પાતર જેવું

  જરા ઉપાડી પર્વતને
  શિરે ધરો છાપર જેવું

  તમે ત્રિભુવનના દાતા
  અમે તણખ પામર જેવું

 6. Maheshchandra Naik says:

  હરિને પ્રાર્થના કરાવતી રચના,સરસ સ્વરાંકન, સરસ સ્વર અને સંગીત, આનદ આનદ થઈ ગયો,
  આપનો આભાર…………..

 7. Ravindra Sankalia. says:

  ખુબજ સરસ ભજન. પ્રફ્ફુલ દવેની ગાયકી પણ ઉત્તમ.આખાયે ભજનમા જીવનની ફિલસુફી બહુ સુપેરે સમઝાવી છે.

 8. Tushar Shukla says:

  Who is a poet and who is a composer of the song..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *