કોરી નજરું લઇ એમ વળી જાશું – જગદીશ જોશી

આજે ૧૪મી જુલાઇ – સ્વરકાર શ્રી પરેશ ભટ્ટની પુણ્યતિથી! એમના સૂરીલા સ્વર અને સ્વરાંકનો થકી હંમેશા આપણી સાથે રહેનાર પરેશભાઇને આજે ફરી એકવાર યાદ કરીએ.. પરેશ ભટ્ટના સ્વરાંકનો પ્રત્યે મને થોડો પક્ષપાત છે – આજ સુધી એમના જેટલા સ્વરાંકનો સાંભળ્યા છે – એ બધા એટલા ગમ્યા છે, એટલા માણ્યા છે – કે હવે તો કોઇ પણ સ્વરાંકન પરેશ ભટ્ટનું સ્વરાંકન છે – એ જાણીને જ ગમી જાય છે..!

 
કોઇક કાર્યક્રમનું live recording છે, અને સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇની request પર પરેશભાઇ પહેલા આખી કવિતા સંભળાવે છે. સ્વરાંકનની સાથે સાથે કવિતાનું પઠન સાંભળવાની પણ એટલી જ મઝા આવશે.

સ્વર – સ્વરાંકન : પરેશ ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ

ઘેરાતી સાંજના તમને સોગંદ
હવે વાદળાઓ વીખેરી નાખો
જળમાં આ પંખીનો છાંયો પડે
ને તોય પંખીની થાય ભીની આંખો

છૂટા પડેલા આ ટહુકાના પીંછામાં
અંકાશી ગીત કેમ ગાશું
તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું

નહીં આવો તો યે આશ તો ઉજાસની
પણ જાશો તો ઘેરો અંધાર
ઝાલરનું ટાણું ને ગાયો ઉભરાઇ
એની આંખોમાં ડંખે ઓથાર

ચૈતરનો વાયરો વાવડ પૂછે છે
કે ક્યારે અહીં વરસે ચોમાસું

કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ

- જગદીશ જોશી

Share what you loved...

9 thoughts on “કોરી નજરું લઇ એમ વળી જાશું – જગદીશ જોશી

  1. vijay balu

    અદ્ભૂત રચના, અદ્ભૂત અભિવ્યક્તિ… વરસોથી સાંભળું છુ… ધરાતો નથી. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે….

    Reply
  2. vijay balu

    હે જી શબદું તો અલખના અસવાર, જિંદગીનો તાપ કંઇ એવો હતો…. પબ્લીશ કરો એવી વિનંતી છે.

    Reply
  3. Suresh Vyas

    મારે માટે આ કવિતા સમજવી બહુ અઘરી છે.
    મને તો એમ લાગેછે કે કવિને રડવા માટે બહુ કારણો અને આસુ છે, પણ ન રડવાનો નિર્ણય છે.

    કોઈ સમજાવશે તો પણ કવિ શુ કહેવા માગેછે તે કદાચ ખબર નહિ પડે.

    જય શ્રી ક્રિશ્ણ!
    સુરેશ વ્યાસ

    Reply
  4. mahesh dalal

    વહ વહ પરેશ ભઐ સરસ કન્થ મધુર્ય ગંમિ ગયુ..

    Reply
  5. Rekha shukla(Chicago)

    ઘેરાતી સાંજના તમને સોગંદ
    હવે વાદળાઓ વીખેરી નાખો
    જળમાં આ પંખીનો છાંયો પડે
    ને તોય પંખીની થાય ભીની આંખો…ખુબ સુન્દર મજાનું ગીત..!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>