વન વચોવચ ખેતર ઊભાં – માધવ રામાનુજ

એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી... Picture: Prasanna Joshi

વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી.

ચારને ભારે લચક લચક થાઉં ને
મૂઆં ઝાડવાં નફટ આંખ ફાડીને જોઈ રહે,
મારી ઝાંઝરીયુંનું રણકી જોબન વાયરે ઊડ્યું જાય;
હાય રે, મારા પગને ભૂંડી ધૂળની લાગે નજર,
મારાં પગલાં સૂંઘી પાછળ પાછળ આવતા ચીલા
દોડતા આગળ થાય.

ગામને ઝાંપે આંબું ઘરની ભૂલું કેડી.
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી.

બારીએ બેઠી હોઉં ને
ખોળો ખૂંદતી કોમળ પગલીયુંના ખિલખિલાટે
ઊછળે છાતી : છલછલોછલ બે કાંઠે ઊભરાય નદીનાં વ્હેણ;
ઉંબરે ઊભી હોઉં ને વાટે ગાડેગાડાં
સીમની કૂણી સાંજ ભરીને સાહ્યબો કહેણ.
દનના જુંગર ઉતરી આવે રાતના અબોલ કહેણ.

ઉંઘની આંબાડાળ : ટપોટપ સોણલિયાં લઉં વેડી.
વન વચોવચ ખેત ઊભાં ગામ વચોવચ મેડી.
– માધવ રામાનુજ

10 replies on “વન વચોવચ ખેતર ઊભાં – માધવ રામાનુજ”

 1. chhaya says:

  આવુ કુદરતિ સઉન્દર્ય હવે ક્યા જોવા મલે !

 2. ashok pandya says:

  શ્રી માધવભાઈની કવિતા એટલે નરી કોમળતા, ઋજુતા, ભરપુર સંવેદના, સહજતા, સરળતા અને ધીરે-ધીરે નાજુક કળીની જેમ ઉઘડતી જતી વાત. અહિં આ કવિતા તો દૃશ્ય્-શ્રાવ્ય હોવાની અનુભૂતિ કરાવે છે..વ્યકતિથી સમષ્ટિ સુધી ધીમે ધીમે આગળ વધે છે..ઊછળે છાતી…નદીના વહેણ અને ઊંઘની આંબા ડાળ્…સોણલિયાં લઊં વેડીમાં અભિવ્યકતિ તેની ચરમ સીમાએ છે..માધવ રામાનુજ નહિં પણ કોમળ રામાનુજ છે..

 3. vijay shah says:

  ખુબ જ સુંદર શબ્દો અને ભાવ્..
  સવાર સુધરી ગઇ…મઝા આવી ગૈ

 4. અશોક પંડ્યાએ મજાની વાત કરી: માધવ રામાનુજ નહિં પણ કોમળ રામાનુજ છે..

  મજાનું ગીત…

 5. manubhai1981 says:

  અરે વાહ….રાતનાઁ અબોલ કહેણ…
  કોનાઁ હોઇ શકે કવિ ?..આભાર…..

 6. Maheshchandra Naik says:

  વન્=વગડાનુ સૌન્દર્ય માણવાની તક આપવા બદલ કવિશ્રી માધવભાઈને અભિનદન અને આપનો આભાર્……………..

 7. Ullas Oza says:

  કુદરતના સાનિધ્યમાં લટાર મારતા હોઇઍ તેવી અનુભૂતિ કરાવતી કોમળ / માધવ રામાનુજની સુંદર રચના.

 8. upendraroy nanavati says:

  Madhavbhai Not only KOMAL,but He is lighter than Feather(PINCHHU).

  To listen from his own mouth,MUSIC to ears !!!

  Love….Hug….Peace to Madhavbhai !!
  Upendraroy Nanavati

  P.S. Achrya PradyumnaSuriji Maharaj Saheb always eager to listen Madhavbhai,reciting his poems by himself.It is all together a different pleasure !!!

 9. Ravindra Sankalia. says:

  અશોક પન્ડ્યા સાથે પુરેપુરો સમ્મત થાઉ છ્.

 10. RAJESH PARIKH - INDIA says:

  KHUB SARAS GEET CHE.

  “EM THATU K SAHEJ JUKI NE KHEEN AKHI LAU TEDI” KETLI SARAL VAT KEVA SARAS WORDS MA KIDHI.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *