આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત – રાહી ઓધારિયા

સ્વરનિયોજન અને સ્વરઃ ડૉ.ફિરદૌસ દેખૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત
બેસો,કહું છું તમને હું મારા મર્યાની વાત.

વળગણ બધાંયે છૂટી ગયાં તમને જોઈને,
મારા મહીંથી ધીમે ધીમે હું સર્યાની વાત.

તમને ય તે હવે તો ખરી લાગતી હશે,
જન્માક્ષરો મારા ને તમારા વર્યાની વાત.

‘રાહી’!અબળખા કોઈ હવે બાકી ક્યાં રહી?
કેવળ રહી છે મન મહીં તમને સ્મર્યાની વાત.

-રાહી ઓધારિયા

13 replies on “આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત – રાહી ઓધારિયા”

 1. Kalpana says:

  બહુ જ સરળ રીતે કરી સરી જવાની વાત, આ દુનિયામાથી.
  સરસ રજુઆત.

 2. manubhai1981 says:

  સુન્દર શબ્દો અને સર્જન !કાવ્યગાન મધુરુઁ છે,
  આભાર સૌનો !

 3. Vimal Chitalia says:

  બહુ જ સુન્દર

 4. ashok pandya says:

  રાહી મારા ગામ ભાવનગરના છે..તેમને દર્દને નજાકતથી રજુ કરવાની સાહજિકતા હાંસિલ હતી..સ્વર પણ ફિરોઝભાઈનો એટલોજ ઘેરો, ઘટ્ટ, ઘૂંટાયેલો અને નૈસર્ગિક..ગોડ ગિફટેડ. અદભૂત મૃત્યુ કાવ્ય..રાહીની યાદ આવી ગઈ ને આંખો ભરાઈ આવી..

 5. nayana says:

  ખુબ જ સુદર રજુઆત કરિ. દિલ ને સ્પ્રશ્ર્ કરિ ગઇ.વાત વાત મા ઘનુ કહિ દિઘુ.

 6. દોલત વાળા says:

  સરસ

 7. sudhir patel says:

  ભાવનગરના ગીત-ગઝલ-સંગીતના ગુરુ સ્વ. રાહી સાહેબની અદભૂત ગઝલ અને ભાવનગરના જ કવિ-ગાયક-સ્વરકાર ડૉ. ફિરદૌસ દેખૈયાનું અટલું જ સુંદર સ્વર-નિયોજન માણવાની મજા પડી.

  સુધીર પટેલ.

 8. Chitar Odharia says:

  મારી પસંદગીની ગઝલ… અને કમ્પોઝીશન પણ એટલું જ અદભૂત… ફીરદોશભાઈની કમાલ..!!

 9. Gita c kansara says:

  વાહ વાહ્….
  કવિએ મનોવેદનાનેી વ્યથા અદ ભુત વ્યક્ત કરેી.

 10. કિરણસિંહ ચૌહાણ says:

  એક અત્યંત સુંદર રચનાનું એટલું જ રમણીય સ્વરાંકન અને હૃદયસ્પર્શી રજુઆત. પહેલા રાહીસાહેબે કમાલ કરી અને પછી ફિરદૌસભાઇએ કમાલ કરીને રાહીસાહેબના શબ્દોને ઓર દીપાવ્યા. ફિરદૌસભાઇના કંઠે તેઓ સુરત આવ્યા હતા ત્યારે આ રચના સાંભળી હતી બસ ત્યારથી આ રચના હૃદયમાં ગુંજ્યા કરે છે.

 11. mosami says:

  બઉજ સરસ હ્દય સપરશિ ગઇત

 12. Sandip H. Joshi says:

  Khub Saras.
  Aa Rachna Bhavnagar na Music.Professor Shri Girirajbhai Bhojak Sahebe pn Adbhut rite Compose Kari6e. Khub j hradaysparshi Rachna chhe.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *