~ – કાજલ ઓઝા-વૈદ્ય

મેં સૂરજમુખી માગવા માટે
ડરતાં ડરતાં લંબાવેલા હાથમાં
તેં
આખેઆખો સૂરજ મૂકી દીધો છે !

વેંત જેટલી જગ્યા માગી હતે – મેં,
તારી અંદર – ક્યાંક – કોઈક ખૂણે
અને તેં –
મને ઘસડીને, તારી રગરગમાં વહેતી કરી નાખી છે.

પાંખ ફફડાવવા જેટલા અવકાશની માગણીના બદલામાં
ગણતરીના શ્વાસ ઉછીના માગ્યા હતા મેં તો
ને તું ?
બ્ર્હ્માંડ લઇ આવ્યો, તારા બાહુપાશમાં !

બે સ્મિત – ચાર ખુશીની પળો ચાહી હતી મેં તો –
માત્ર
ને તેં ?
‘સુખ’નો ઢગલો કરી દીધો – મારા ખોળામાં,
તું ક્યાં હતો ?
તું કેમ મને વહેલો ન મળ્યો ?

– કાજલ ઓઝા-વૈદ્ય

18 replies on “~ – કાજલ ઓઝા-વૈદ્ય”

  1. વાહ વાહ – સુન્દર લાગણિ દર્શાવિ છે.

  2. mehul patel says:

    Wonderfull! Thanks for Poet and Tahuko.com

  3. PUSHPAKANT TALATI says:

    ….. …..તું ક્યાં હતો ? તું કેમ મને વહેલો ન મળ્યો ?

    જો વહેલો મળ્યો હોત તો આવી ભાવના થાત ?
    આવી ઊર્મીઓ ઉઠત ?
    આવી પન્ક્તિઓ સ્ફુરત ?

    બસ એટલા માટે જ તે આપને વહેલો ન મળ્યો અને અમોને આ સરસ રચના મળી.

    સરસ અને દિલને સ્પર્ષી જનારી તેમજ અરપાર ઉતરી હ્રદયનાં તારોને ઝંક્રુત કરી દેનારી રચના

    ભાઈ મઝા પડી ગઈઈઈઈઇઇઇઇઇઇઇ

  4. mahesh dalal says:

    જિ હા .. વાહ વાહ ગમ્યો લાગણિ નો ોધ્

  5. Jayant Shah says:

    ક્યાક અતિશયોક્તિ હશે ,પણ અસત્ય નહિ હોય , માગ્યુ ખોબાભર અને આપ્યુ આસમાન ! અતિ સુન્દર !

  6. પ્રેમની પોઝિટિવ કવિતાઓ ભાગ્યે જ જોવા મળતી હોય છે !

    ગમી આ વાત…

  7. vimala says:

    કાજલ બહેનનું ગદ્ય વાંચતા તેમાં કવ્યાત્મતાના સુર અનુભવાતા હોય છે.આજે ભલે અછાંદસ કાવ્ય હોય પણ એમાંથી પદ્ય કવિતના હકારત્મ્ક સૂર કાનમાં ગુંજતા થયા.

  8. Pushpendraray Mehta says:

    ઇશ્વર પ્રત્યે ક્રુતગ્યતા તથા આભાર વ્યક્ત કરતુ સુન્દર ગીત ..ક્રુતિ બદલ ખુબ ખુબ અભિનન્દન ..

  9. Maheshchandra Naik says:

    અપેક્ષા કરતા વિશેષ પ્રાપ્ત થઈ જાય એના કરતા રુડું બીજુ શૂં???????

  10. હા ભાગ્યશાળી ને હકારાત્મક વિચારોવાળા સારા માણસને સારા માણસ જ મળે છે..પણ પાગલ પ્રેમી ….ચેરી ઓન ટોપ…મે તો ખોબો માંગ્યો ને દરિયો દૈ દીધો…સાવરિયો રે મારો સાવરિયો…!!!

  11. ” વહેલો ન મળ્યો? “નો વસવસો …એક સુક્ષ્મ વ્યથા/ વેદના જેનું એક સુભગ પરિણામ તે આ કૃતિ…
    અંતત:સિક્કાની બીજી બાજુ જેવું નહિ? કુદરતની વ્યવસ્થા કઈ ચીજ કેમ? ક્યારે?કેવીરીતે? કયા સ્વરૂપે/માર્ગે
    આપે/મોકલે છે ..સમજવું અકળ !!!-લા’કાંત / ૧૨-૬-૧૨

  12. mahesh rana vadodara says:

    ખુબ સરસ અભિનન્દન

  13. સરસ ર ચ ના અભિ નન્દ ન્

  14. manubhai1981 says:

    આખરે પરમેશ્વરને દીઠો જ !વાહ કાજલબહેના,વાહ !
    તમને વાઁચવાઁ ને સાઁભળવાઁ એક અનેરો લહાવો છે.
    સ્ત્રેીત્વને તમે સુઁદર શણગાર્યુઁ છે.અભિનઁદન !સુખી રહો !
    રેખાબહેના સાથે સહમત છુઁ.અમે ખોબો માગતાઁ રહીશુઁ..
    તમે દરિયો આપતાઁ રહેજો !શુભકામનાઓનો ઢગલો !

  15. hitesh k chandarana says:

    many happy returns of the day to my favorite Tahuko.

  16. Anoop jain says:

    કાજલબેન બહુજ સુન્દર. . . . .

  17. good poem says:

    ખુબજ સરસ

  18. SHODHATI RAHI TANE JANMO JANAM NI TARAS THI
    TU MANE MALYO ZAZAVANA NIR SAMO
    TARAS BUZAVANA GHANA PRAYATN KARYA
    CHHATA E MRUGLA NA JEVI TARASA MARI
    ADHURI NE ADHURI TARI ……………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *