કવિ શ્રી ચિનુ મોદીની એક યાદગાર ગઝલ….

(પર્વતને નામે પથ્થર……..Half Dome – Yosemite National Park, California)
પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
- ચિનુ મોદી ‘ઈર્શાદ’
(આભાર ‘ગુજરાતી પ્રતિનિધિ ગઝલો’ – સંપાદક : ચિનુ મોદી)
Share what you loved...
Email
હમેંશની જેમ ચિનુભાઈ ની એક વધુ સુંદર ગઝલ
બહુજ સરસ વતો ;;;;ભૈશ્રેી ચિનુભૈ ને અભિનદન …….ને ….આભાર
સત્ય નિ સામે તલવાર તાનવિ પદે
કેત્લુ વેધક ,માર્મિક્!
શ્રી ચિનુભાઈના ઘરે ગયો હતો ત્યારે આ ગઝલ ચિનુભાઈએ આખી સમજાવી હતી એ યાદ આવી ગયું…
તો પછી ગમતા નો ગુલાલ કરો સાહેબ..!
મારી અને મારા પતિ ની ખુબ ગમતી ગઝલ ,જ્યારે નિશાળમા ભણતા ત્યારે ૧૦મા ધોરણંમા આવતી
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
હમેશ ની જેમ મોદી સાહેબની અર્થસભર રચના.
બહુ જ સુંદર ગઝલ. જીવન ની સચ્ચાઈ બહુ વેધક પણે વર્ણવી છે.
સરસ ગઝલ….આનઁદ થયો….આભાર્.
ખુબજ સુન્દેર ગઝલ. ગુજરાતી ગઝલમા ચીનુ મોદીએ નવિનતા આણી છે એમ કહેવાય છે તે ક્ઇ અમસ્તુ નહી.
ખુબ સરસ ગજલ સે