ના મળ્યાં ! – હરીન્દ્ર દવે

એક રે ડાળીનાં બેઉ પાંદડાં
એક છોડવાનાં બેઉ ફૂલ,
રે અમે ને તમે ના મળ્યાં !

તમારો માળો વેરીએ પીંખિયો
અમારા માળામાં અમે કેદ,
રે અમે ને તમે ના મળ્યાં !

ફૂલોની વચાળે ઘટતાં બેસણાં
કાંટાથી બિછાયો આખો પંથ,
રે અમે ને તમે ના મળ્યાં !

તમારા આંગણમાં તમે એકલાં,
અમારા આકાશે અમે એક
રે અમે ને તમે ના મળ્યાં !

તમારા હોઠોને તાળાં ચૂપનાં,
અમારી વાચાના ઊડે ધૂપ,
રે અમે ને તમે ના મળ્યાં !

લીલુડાં વને છો તમે પોપટી
અમે પંખી સાગર મોજાર,
રે અમે ને તમે ના મળ્યાં !

– હરીન્દ્ર દવે

17 replies on “ના મળ્યાં ! – હરીન્દ્ર દવે”

 1. તમારા હોઠોને તાળાં ચૂપનાં,
  અમારી વાચાના ઊડે ધૂપ,
  રે અમે ને તમે ના મળ્યાં..!
  ન મળ્યાં નું દુઃખ પણ મન માટે
  ગીત યાદ આવી ગયું…

  ખુશ્બુ આતિ રહે દુર સે હી સદા
  સામને હો ચમન કોઈ કમ તો નહીં
  ચાંદ મિલતા નહી સબકો સંસારમેં
  હૈ દિયા હી બહોત રોશની કે લિયે..

 2. સુન્દર…….

 3. ખુબજ સુંદર રચના છે. જો ગીત રુપે સાંભળવા મળી જાય તો મજા પડી જાય!

 4. Jayanti says:

  How can I read and listen tahuko on
  an android cell phone in gujarati

 5. manvantpatel says:

  વાહ રેખાબહેન ! વાહ હરીન્દ્રજી…
  આભાર ! !

 6. M.D.Gandhi, U.S.A. says:

  બહુ સરસ કવિતા છે.

 7. સુંદર કવિતા !

 8. Darshana says:

  A very touchy poem.” ame ne tame na malya” નુરક્ત હ્રિદય્ મથિ વહ્ય કરે ચે

 9. Darshana says:

  A beautiful poem of separation.aavartan of ” ame ne tame na malya” is very touchy.

 10. riddhi.bharat says:

  અતિ સુન્દર્

 11. Jayant jhoolapara says:

  Very touchy poem—-tamare hothone tada chupna. Aamari vachana ude dhup

 12. Mehmood says:

  તમારા આંગણમાં તમે એકલાં,
  અમારા આકાશે અમે એક
  રે અમે ને તમે ના મળ્યાં !

  तुम ना जाने, किस जहा में खो गए
  हम भरी दुनियाँ में, तनहा हो गए
  मौत भी आती नहीं, आस भी जाती नहीं
  दिल को ये क्या, कोई शय भाती नहीं
  लूट कर मेरा जहां, छूप गए हो तुम कहा?

  एक जान और लाख गम, घुट के रह जाए ना दम
  आओ तुम को देख ले, डूबती नज़रों से हम
  लूट कर मेरा जहां, छूप गए हो तुम कहा ?

  • જો તુમ હંસોગે તો હંસેગી યે દુનિયા
   રોઅઓગે તો ના રોયેગી યે દુનિયા

   છોડદે સારી દુનિયા કિસિકે લિયે યે મુનાસિબ નહિં આદમી કે લિયે..

 13. RAJSHREE TRIVEDI says:

  હૃદય ને સોંસરે તેવુ ગીત

 14. dipti says:

  તમારા હોઠોને તાળાં ચૂપનાં,
  અમારી વાચાના ઊડે ધૂપ,
  રે અમે ને તમે ના મળ્યાં !

  હૃદય સોસરવી ઉતરી જાય તેવી કવિતા…

 15. pratima.chande says:

  હરિન્દ્રભાઈને અભિનંદન્.

 16. pratima.chande says:

  સુન્દર ગીત જે ગમે અને સામ્ભળવુ ગમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *