તને જોઇ જોઇ તો ય તું અજાણી – રાજેન્દ્ર શાહ

તને જોઇ જોઇ તો ય તું અજાણી,
જાણે બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા
ઝાઝેરો ઘૂમટો તાણી.

વ્યોમ ને વસુંઘરાની કન્યા કોડામણી,
તું તો છે સંધ્યાની શોભા સોહામણી,
લોચને ભરાય તો ય દૂર દૂર ધામની;
વાયુની લ્હેર સમી અંગને અડી છતાં ય
બાહુને બંધ ના સમાણી.

પોઢેલો મૃગ મારા મનનો મરુવને,
જલની ઝંકોર તારી જગવી ગૈ એહને;
સીમ સીમ રમતી તું, ના’વતી જરી કને;
સાબરનાં નીતરેલ નીર તું ભલે હો, આજ
મારે તો ઝાંઝવાનાં પાણી !

7 replies on “તને જોઇ જોઇ તો ય તું અજાણી – રાજેન્દ્ર શાહ”

 1. કોઈ કન્યા લાંબો ઘૂંઘટ કાઢે અને એના ચહેરાની જરીસરખી ઝલક જોનારને વધુ બેબાકળો કરી દે એમ બીજ એ બીજું કંઈ નહીં, પૂનમનો ઘૂંઘટ કાઢેલ ચાંદ છે એમ કવિ કહે તો સુંદર રચનાથી વિશેષ શું કહી શકાય?

 2. harshad jangla says:

  સુંદર ગીત
  ધામની અને મરુવને શબ્દો ના અર્થ કહેશો?

 3. ધામ એટલે ઠામ.
  મરુવન એટલે રણભૂમિ.

 4. harshad jangla says:

  આભાર વિવેકભાઈ

 5. Dr. Dinesh O. Shah says:

  જ્યારે હું કોઇ કવિતા વાંચુ છુ ત્યારે પહેલો વિચાર એ કરુ છું કે આવી કે એને મળતી કે એના જેવી કવિતા પહેલા વાંચી છે? એવી ના વાંચવામાં આવી હોય અને ખુબ સુંદર હોય તો તેને creative or novel poem or song કહી શકાય! રાજેન્દ્રભાઈ શાહની આ કવિતા એ રીતે novel or creative poem કહી શકાય!

  દિનેશ ઓ. શાહ, નડિયાદ, ગુજરાત,ભારત

 6. rajeshree trivedi says:

  સ્વરાન્કન થયેલુ ૬ તે મુકશો.

 7. sunila shah says:

  it a very nice wording & kalpana thanks i really like the tahuko.com too which provide such a nice gujarati gazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *