હું એ ઘૂમું ને મારો ગરબો ઘૂમે…

સ્વર – સ્વરાંકન : રિષભગૃપ

હું એ ઘૂમું ને મારો ગરબો ઘૂમે
અંબામાં આશરો તમારો જી રે

ઘૂમે છે સૂરજ ને ઘૂમે છે ચાંદલો
ઘૂમે છે નવલખ તારલા જી રે

વરસે આ ચાંદની ને તરસ્યાને ભીંજવે
છલક્યું આનંદ મારા ચોકમાં જી રે

ઓઢાવી ધરણીને લીલીછમ ચૂંદડી
ઘૂમે માં ગબ્બરના ગોખમાં જી રે

7 replies on “હું એ ઘૂમું ને મારો ગરબો ઘૂમે…”

  1. આ ગરબાની બીજી પંક્તિ
    છે ‘એને ઝાલ્યો ના હુથી ઝાલતો જી રે’ અને એ બાકીના ગરબાના શબ્દો સાથે કાવ્યત્મક દ્રષ્ટિએ વધારે બંધબેસતી છે. આકોઈ જાણીતા કવિનો ગરબો છે જે મેં નાનપણમાં રેડિયો પર સાંભળેલો

  2. આ ગરબાની બીજી પંક્તિ
    છે ‘એને ઝાલ્યો ના હુથી ઝાલતો જી રે’ અને એ બાકીના ગરબાના શબ્દો સાથે કાવ્યત્મક દ્રષ્ટિએ વધારે બંધબેસતી છે

    છે.

  3. હુઁ યે ઘૂમુઁ ને મારો ગરબો ઘૂમે;
    ટહુકામાઁ આશરો અમારો જી રે !
    પુનઃ આભાર !

  4. ઓઢાવી ધરણીને લીલીછમ ચૂંદડી
    ઘૂમે માં ગબ્બરના ગોખમાં જી રે….ખુબ સરસ..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *