નવદુર્ગા રમતી રાસ – પ્રમોદ સોલંકી

સ્વર – પ્રીતિ ગજ્જર
સ્વરાંકન – ડો. ભરત પટેલ

નભના ચોક તેજલ ચોરે, નવદુર્ગા રમતી રાસ,
નવલખ તારલિયાની સાથે નવદુર્ગા રમતી રાસ

અણુઅણુમાં અંબા બીરાજે, જગદંબા ઘટઘટમાં રાચે,
ચૌદભુવનમાં આઠે પોરે, તારા પળપળમાં ડંકા બાજે,
જળમાં સ્થળમાં ચારભુજાળી નવદુર્ગા રમતી રાસ…
નભના ચોક તેજલ ચોરે, નવદુર્ગા રમતી રાસ

માડી તારો ગરબો અનુપમ સોહે,
હાં રે સોમસૂરજના મનડા મોહે
દિવ્ય ગગનમાં દર્શન કાજે હાજર દેવ હજાર
નભના ચોક તેજલ ચોરે, નવદુર્ગા રમતી રાસ

માડી તારો ચૂડલો રણઝણ રણકે
નવલી આ રાતલડી મીઠું મીઠું મલકે
માના માથે તેજ ઘડૂલો રાસ ચગે રળીયાત
નભના ચોક તેજલ ચોરે, નવદુર્ગા રમતી રાસ

– પ્રમોદ સોલંકી

9 replies on “નવદુર્ગા રમતી રાસ – પ્રમોદ સોલંકી”

 1. આશિષ says:

  શ્રી ગૌરવ ધ્રુવ દ્વારા ગવાયેલું એક સુંદર ગીત છે: માળા જપું તુજ નામ ની મા

  જો ટહુકો.કોમ પાસે અથવા અન્ય કોઈ પાસે આ ગીત ની mp3 હોય તો ટહુકો દ્વારા website પર મુકવા વિનંતી.
  આભાર

 2. Rekha shukla(Chicago) says:

  સુન્દર ગરબો પણ ઘણો સ્લો…ગરબાની રમઝટ મચાવતી હીંચ ઠેકડા મારી ને ગાયેલી તે યાદ આવ્યું…!!ચોટીલાવાળી ચંડી ચામુંડા બોલાવે તમને બાળ ચામુંડા મુકો અબોલડા..તમારી પાસે આ ગરબો હોય તો જરૂર મુકશો તેવી આશા સહ જય અંબે.!

 3. Nidhee Khatri says:

  ખુબ સુંદર ગરબો છે.
  શુ તમારી પાસે “સોળ સરાધે નવ નોરતા રે.. દસમે દસેરા ની રાત રે…” ગીત હોઇ તો ટ્હુકો પર મુક્વા વિનંતી…અમે નાના હતા ત્યાર થી મમ્મી પાસે થી આ ગીત સાભળીએ છે.
  Plz if u find this song it wiil be a precious for me.

 4. નભ ના ચોકેઃ શબ્દ અને સ્વર ની અનેરી ગુંથણી. પ્રીતી ગજ્જર નો સુમધુર અવાજ – પહેલી વાર સામ્ભળ્યો આ ગરબો. રાજશ્રી ત્રિવેદી

 5. નભ ના ચોકેઃ સુમધુર સ્વર્-શબ્દ ની ગુંથણી. પ્રિતી ગજ્જર ને પહેલી વાર સાંભળ્યા. . રાજ્શ્રી ત્રિવેદી

 6. manubhai1981 says:

  નવલખ તારલિયાની સાથે નવદુર્ગા રમતી રાસ !
  વાહ શબ્દો અને વાહ એના ગાયકને.આભાર ભાઇ
  અને બહેનનો !

 7. Vedant Joshi says:

  અશ્રુભીની આંખે સપના ના વિખરાયેલા પાન લઈને એકલો ભમતો હું.
  આશા ઓ ના નવાકીરણ,અશ્રુ ના ઝાકળ માં અટવાયીને રહ્યા.
  પરિચિતો માં પણ અપરિચિત,એવો અણગમતો હું.

 8. RAJSHREE TRIVEDI says:

  જયશ્રીબેન, મને આ ગરબો “નભ ના બચોકે” – પ્રીતિ ગજ્જર ધ્વરા ગવાયેલો – મોક્લી શકો? રાજશ્રી ત્રિવેદી

 9. RAJSHREE TRIVEDI says:

  નભ ના ચોકે . રાજ્શ્રી ત્રિવેદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *