ઉપવાસ – કૃષ્ણ દવે

પાઘડીમાં તોય હજી વળ ?

નાનકડી ટોપીએ દેખાડી આપ્યું ને ?
ડંડામાં કંઇ જ નથી બળ !!

પાઘડીમાં તોય હજી વળ ?

વર્ષોથી ધુંધવાઇ અંદર પડ્યું’તું, તે સાચ્ચી એક ફૂંકથી એ જાગ્યું.
બાઘ્ઘા બનીને આંખ ચોળી શું જુઓ છો? તમને શું સપનું આ લાગ્યું?
કાળમીંઢ પથ્થરમાં છેવટે તો લોકોએ હાંકી દેખાડ્યું ને હળ !
પાઘડીમાં તોય હજી વળ ?

ઇચ્છા ના હોત તો શું આ રીતે રંકમાંથી રાતોરાત રાજા કોઇ થાત ?
બોલ્યા જો હોત કંઇક રમવાની વાતમાં તો ખેલાડી ખેલ ખાઇ જાત ?
પોતાના મોઢા પર લટકે છે તાળા ને બીજે ક્યાંક લટકે છે કળ ?
પાઘડીમાં તોય હજી વળ ?

સૂક્કા તરણાને માટે તડપે છે ગાય અને આખલાને લીલ્લુછમ ઘાસ !
પાટલીએ બેસીને સંપીને ખાવ છો ને જનતાને ભાગે ઉપવાસ !
મુઠ્ઠી અજવાળુ લઇ ઘરમાંથી નીકળ્યા તો હચમચવા લાગ્યું કાં તળ ?
પાઘડીમાં તોય હજી વળ ?

– કૃષ્ણ દવે

34 replies on “ઉપવાસ – કૃષ્ણ દવે”

 1. Mira says:

  અદ્ભુત્! રાવન્નો અહન્કાર આસ્માન પ હોચ્યે ્
  ેExellent! Ravan no ahankar aasmane pahochyo tyare Shri Rame tir kamtha sathe aavvu padyu. Akhare kya sudhi andhkar raheshe Nav prabhat katar maj chhe.

 2. Mira says:

  ેWe must aspire for the best and the best will come.

 3. harivadan says:

  Shri Krushna Dave, kamaal kari tame aa rachine, Saras karya karyu chhe, vanchine khub maza avi gayi, real eye opener for those involved as akhlaaz, sitting on benches j desh ne lootine maal andar andar vahenchi lye chhe.

 4. Viththal Talati says:

  આ ઉપવાસ નથી દુઃખિત પીડિત જનોનો નિશ્વાસ છે.
  નિશ્વાસ નહિ આગ છે, જીવવા મારવાનો નિર્ધાર છે.
  ગંગા જમનાની પવિત્ર ધારાની શુદ્ધતાનો આ પ્રયાસ છે.
  ઈતિહાસનાં દાઘી પાનાને પલટાવવાનો આ પ્રયાસ છે.
  સમજો નહિ કેન્ડલ લાઈટ આતો ધધકતી મશાલ છે.
  છોડો એ ઉલ્લુગીરી આ રાત નહિ જાગૃતિની સવાર છે.
  વિઠ્ઠલ તલાટી

  • Rekha shukla(Chicago) says:

   સમજો નહિ કેન્ડલ લાઈટ આતો ધધકતી મશાલ છે…..ખુબ સરસ કહી વાત તમે છત્તા પણ આખરે તો बिना कृष्ण के आज महाभारत होना है.
   कोई રાજા बने, रंक को तो रोना है….આવું જ શાને થાય છે મને એજ સમજાતુ નથી કે પથ્થરો તરી જાય છે ને ફુલડાં ડુબી જાય છે…!!!

 5. Dr.Manoj L. Joshi 'Mann' (Jamnagar) says:

  વાહ…કૃષ્ણભાઈ…વાહ…તમારા મિજાજ મુજબ સોય ઝાટકીને કહી દીધું…હ્રદય સોંસરવી નિકળે તેવી રચના.અભિનંદન.

 6. Suresh Vyas says:

  વિઠ્ઠલ ભાઈ ,

  સાવ સાચી વાત કરી સીધી રીતે.
  આ ઉપવાસ નું બળ નથી, સંગઠન નું બળ છે.

 7. kichu ayengar says:

  હાલની પરિસ્તિથી ને બિલકુલ અનુકુળ રચના ગાય રુપી જનતાને સુકુ તરણુ નથી મળતુ અને રાજકરણીઅઓ ને લીલુછમ ઘાસ પાટલીએ બેસીને સપી ને ખાય છે અને જનતાને ભાગે ઉપવાસ મુઠીભર અજવાળુ લઈ ને નિકળ્યા અન્નાજી અને ભ્ર્ષ્ટાચારીઓના તળ હચમચી ગયા… આભાર ટહુકો.કોમ્

 8. વાહ કૃષ્ણભાઈ.બસ આવી જ કવિતાની અપેક્ષા હતી.

 9. Ullas Oza says:

  કૃષ્ણ દવેની મર્મ-સ્પર્શી રચના.
  આજની પરિસ્થિતિને સુંદર ઉપમાઓથી સજાવી છે.
  લોકોમા જાગરુકતાની તાતી જરૂરીયાત.
  સમયસર મૂકવા માટે આભાર.

 10. bhanu chhaya says:

  આજ્નિ પરિસ્થિતિનુ સચોત નિરુપન .

 11. Ravindra Sankalia. says:

  ખુબજ સરસ કવિતા. આજની દેશની પરિસ્થિતિને બહુજ યોગ્ય રીતે વર્ણવે છે.

 12. subhash desai says:

  dear krishna, before many years from now,hindi poetry has a concern with politics n d deprived class of d society.sansad se sadak tak is an example.and now u have started this n my many congratulations.it’s simply beautiful.keep it on.

 13. Manubhai Raval says:

  સૂક્કા તરણાને માટે તડપે છે ગાય અને આખલાને લીલ્લુછમ ઘાસ !
  પાટલીએ બેસીને સંપીને ખાવ છો ને જનતાને ભાગે ઉપવાસ !
  મુઠ્ઠી અજવાળુ લઇ ઘરમાંથી નીકળ્યા તો હચમચવા લાગ્યું કાં તળ ?
  પાઘડીમાં તોય હજી વળ ?

  – કૃષ્ણ દવે

  ધન્યવાદ શ્રી ક્રુશ્ણ્ દવે ખુબ સરસ

 14. આ વાત ભારત દેશ ના નેતા , ને , કોઇ , જાએ ને સમ્જવે , ક્રિશ્ન ભૈ ને વન્દન , આભર ,

 15. baarin says:

  Superb, well said Shri Krushna Dave, Keep the movement on, we need poets like you as we might need such songs in future to motivate more and more people

 16. Suresh Vyas says:

  દેશમા કેટલી હદે અધર્મ પહોચ્યો છે તે આ કવિતા કહે છે.

  http://skanda987.wordpress.com/2011/06/12/%E0%A4%AE%E0%A5%87%E0%A4%B0%E0%A4%BE-%E0%A4%95%E0%A4%B5%E0%A4%BF%E0%A4%A4%E0%A4%BE-%E0%A4%8F%E0%A4%95-%E0%A4%AD%E0%A4%BE%E0%A4%B0%E0%A4%A4%E0%A5%80%E0%A4%AF-%E0%A4%95%E0%A4%BE-%E0%A4%86%E0%A4%B5/

  રડવુ તો આવ્શે, પણ કમર કસીને લડવાની જરૂર છે.
  જ્ય શ્રી ક્રશણ !

 17. jyotindra joshi says:

  anna hazare na upvas na sapekshma vartaman paristhiti no chitarabehub krushna dave e raju karyo chhe ————— abhar

 18. Jayant Shah says:

  હલબલાવી નાખે અએવી રચના !! ખુબ જ ગમી .

 19. Geeta Vakil says:

  વિચારતાં કરી મુકે એવી રચના! કૃષ્ણ દવેને ખૂબ ખૂબ અભીનંદન!!

 20. jyoti hirani says:

  ખુબ સરસ રચના ક્રુશન દવે હમેશ મુજબ શ્રેશ્થ્

 21. BHARAT BHAGAT MONTREAL CANADA says:

  અન્ના હજરે ના ઉપ્વશ ને અનુલક્સિ એક સુન્દર ઉપાનયન સમુ કવ્યા, ઘાણુજ કહિજએ અને થાન્ધોળિ જઐ એ સ્વભાવિક કહિ શાકાઍ પાણ શિખનિ ગાથ કોવ્તિલ્ય પણ ઇતિહશ મા બન્ધિજ હતિ, ઇતિહશ મા આ બ્ધા સિમા રુપ ગણિ વિસન્ગતજ હોઇ!

 22. Gulabben says:

  ખુબ સરસ રચના.

 23. Maheshchandra Naik says:

  હ્ર્દયના તાર ઝંઝણાવીને મનોમન વિચારતા કરી એક આક્રોશ જગાવી જતી રચના……………

 24. Viththal Talati says:

  આ પ્રસંગે આપના પૂર્વ વડાપ્રધાન બાજપાઈ નિમ્ન રચના
  યાદ આવી ગઈ
  कौरव कौन , कौन पांडव.टेढ़ा सवाल है.
  दोनों और शकुनीका कूट जल है.
  धर्मराजाने छोड़ी नहीं जूए की लत है.
  हर पंचायतमें पांचाली अपमानित है.
  बिना कृष्ण के आज महाभारत होना है.
  कोई રાજા बने, रंक को तो रोना है.

 25. vimala says:

  Viththal BHAI NEE AA VAT JENE SAMJAVANI CHHE TENA SUDHI PAHONCHE EJ PRARTHANA

 26. Rajesh Bhat says:

  Excellent Krishnabhai; this reminds me of Karsandas Manek and other poets of the past. If prose has the strength to stimulste the mind (brain), poetry has the strength to move the hearts.If inspiring prose is more widely used in social movements, poetry is rarely used but has longer lasting effect. Congrats to Tahuko also!

  RAjesh Bhat, Ahmedabad.

 27. સુંદર ગીત રચના…

 28. chandrakant Lodhavia says:

  બેનશ્રી જયશ્રીબેન,
  ઉપવાસ – કૃષ્ણ દવે By Jayshree, on August 20th, 2011 in કાવ્ય. ભારત થી ખૂબ દૂર રહીને પણ ભારત પર નજર સતત રાખી રહ્યા છો. યોગ્ય સમયે યોગ્ય ગીતમાં ઘણું ઘણું કહેવાયું છે. કવિ અને અત્રે સ્થાન આપી આપ બન્ને જણે ભારત માતાની સુંદર સેવા કરી છે. કાવ્ય અને વ્યથા વિભાગ આપી અલગ થી સાંપ્રત સમાજની વ્યથા ને વાચા આપવાનો પ્રયાસ કરવો અતિ જરૂરી લાગે છે. તંત્ર જન સમાજને કેવી રીતે ભ્રષ્ટ કરે છે તેવા સૌના અનુભવો અત્રે આવકાશો તો વધુ સારી સેવા થઈ શકશે. જેથી લોકોના કડવા અનુભવો વાંચી જાગરૂપતા આવી શકે. અને લોકોને ભ્રષ્ટાચારનો વ્યાપ ખબર પડે.રજુઆત માટે ફરી ધન્યવાદ.
  એજ લી.ચન્દ્રકાન્તા લોઢવિયા.

 29. ami rawal says:

  ખુબ ધારદાર કલમનેી માર્મિક રચના.ભાશાનુ ભાવિ ઉજ્જવલ લાગે ચ્હ્હે.

 30. vipul acharya says:

  કવિતા દ્વારા ક્રુશ્ના કર્મ .

 31. Dilip Shah says:

  ખુબજ મર્મવેધિ રચના.

 32. Rekha shukla(Chicago) says:

  ખુબ સુન્દર આ રચના…નાનકડી ટોપીએ દેખાડી આપ્યું ને ? ડંડામાં કંઇ જ નથી બળ !!…અર્પણ આત્માનું આંસુ એજ શ્રધ્ધાંજલી…!!શ્રી કૃષ્ણ દવેને અભિનંદન..

 33. Rekha shukla(Chicago) says:

  સૂક્કા તરણાને માટે તડપે છે ગાય અને આખલાને લીલ્લુછમ ઘાસ !
  પાટલીએ બેસીને સંપીને ખાવ છો ને જનતાને ભાગે ઉપવાસ !…આ વાચ્યાં પછી લખાઈ ગયું તે અહીં રજું કરું છું….
  ચાયણીમાં ભરાઈ ગયા ભીંજેલા પૌઆં, રફુ કરીને જાળવેલા નાના-મોટા સ્વપ્નાં
  કશું પણ સમજ્યા વગર આપેલાં ઠપકાં, મોઢું તો બગાડ્યું ને ગાલ મોટા ફુલેલાં
  મોટા ભેગા નાના ય સુવે હોસ્પીટલના ખાટલે, બચી ગયેલાં શ્વાસોની દેખરેખ કરે ડોકટર
  દુનિયાને વળગેલાં પૈસાના પુજારીઓ, નામને બદનામ કરી ભરી રહ્યા તિજોરીઓ
  ભુખ-તરસથી તડપતી જનતાને મનાવા,મત માંગીને લૂંટતા રહે દેશના નેતાઓ
  જોઈને બળનારા ઉપકાર શેને કરશે..? અપકાર એમની રગમાં દફન ક્યારે કરશે??
  જીવતર ક્યાંથી મળશે ખરેલા પત્તામાં, સ્વપ્નાની રાખ નીચે તો બસ ઢગલાં આંસુના…
  રેખા શુક્લ (શિકાગો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *