સ્વરાંકન – પ્રણવ મહેતા, સ્વર – ડો. ભાવના મહેતા, સંગીત સંચાલન – નીરવ પંડ્યા તથા જ્વલંત ભટ્ટ, રેકોર્ડીંગ – સુનીલ પંડ્યા

એક જ ટીપામાં હો જાણે સાત સમંદર,
એવા ઝંઝાવાત હજુ હૈયાની અંદર;
હોય હરણને મૃગજળથી બે હાથનું છેટું,
તારી ને મારી વચ્ચે બસ, એટલું અંતર!
જેવી હું, એવો તું એ નક્કી હોવાનો,
ભેદ ભલે હો બ્હાર, બધું સરખું છે ભીતર;
જુઓ કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું!
ચાલો અહિયાં અટકી જઈએ, નાખો લંગર.
– પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”
(Click here for the video – slide show link)
આ બંદિશ આ ગઝલના શબ્દો અને સંગીત બધું જ ખુબ સરસ છે. શ્રી હિમલભાઈ આવી સરસ ગઝલો લખતા રહેજો.પ્રણવભાઈ આવી સરસ બંદિશોનું સર્જન તમારા દ્વારા થતું રહે.નીરવભાઈ જ્વલંતભાઈ સરસ સંગીત ગુજરાતી ગીતો માટે જરૂર આપતા રહેજો.ગુજરાતી ગીતોને વિશ્વ સ્તરે પહોચાડવા તમારા જેવા કવિઓ સંગીતકારો ખુબ સુંદર કાર્ય કરી રહ્યા છે ત આનંદની વાત છે
Khare khar manvi ane sambhalvi game aevi rachna che.
well done pranav……., lyrics are too good and music arrangement was too good aspecially a flute piece
awesome……, all the best team……..
thanks chandresh
ઍકજ કવિતામાં છે મહાકાવ્યનુ આચમન
મેં “એવું લખ હવે” આલ્બમની તમામ ગઝલો સાંભળી છે એ ઉપરથી એટલું ચોક્કસ કહીશ કે
ગુજરાતી કાવ્યસંગીતજગતમાં કેટલાક પ્રતિભાશાળી કલાકારોનું આગમન થયું છે. અહીં પ્રસ્તુત રચના
અતિ સુંદર…સૌથી મહત્વનું પાસું આ કામ પાછળનો સુંદર આશય…
Thanks for the words of appreciation. You can enjoy my gazals on http://www.himalpandya.blogspot.com
એક જ ટીપામાં હો જાણે સાત સમંદર,
એવા ઝંઝાવાત હજુ હૈયાની અંદર..
તોફાન તો મન માન્યુ કરશે પણ એક વિમાસણ છે મોટી,
નૌકાને ડૂબાડી સર્જે છે મઝધાર કિનારો શા માટે?-ગની દહીંવાળા
સરસ ગઝલ,ગાયન અને સ્વરાંકન. ખાસ કરીને દરેક શેરની તેના ભાવ પ્રમાણે અલગ અલગ સ્વરબાંધણી અને એવું જ સંગીત સંચાલન.
અને ખાસ કરીને ઉમદા હેતુ માટે થયેલું કાર્ય… આ આલ્બમની બીજી રચનાઓ સંભાળવી ગમશે.
ખુબ સુંદર રચના, બંગાળી સંગીતની સ્હેજ છાંટ છે ખાસ કરીને મ્યુઝીક પીસમાં જે બહુ જ સરસ લાગે છે બાકી સુંદર સ્વરાંકન અને ગાયન. સર્વે કલાકારોને અભિનંદન
Right now, i am not able to control my emotions, feelings…What a wonderful, deep and heart touching Words as well as increadiable music, voice makes this Ghazal a soulful…
એક જ ટીપામા હો જાણે સાત સમંદર ઘણુ કહી જાય છે…..
કવિ ગાયક અને સંગીતકાર સૌને અભિનદન…..
આપનો આભાર……….
ગઝલ જેવી રચના ને ગીતની જેમ અને ગીત ના મુડમાં ગાવામાં આવી છે.
ખેર.. સાંભળવી ગમી.
હિમલભાઈની સેવાકિય પ્રવ્રૂતિ બાબત જાણી આનંદ થયો.
vivek tailor first says that it’s a beautiful ghazal n he finds kafiya not maintained.v can not give our frank opinion because v r sophisticated.ok?if this is d composition n arrangement n rendering of ghazal,god save the king.(here king is MUSIC)
પ્રાસબદ્ધ રચનાનુઁ સઁગેીત મનોરમ છે.
કવિ,ગાયક અને ગેીત મૂકનારનો આભાર !
ખૂબ જ ભાવનાત્મક રચના. એક જ ટીપામાં હો જાણે સાત સમંદર ની જેમ એક જ શેરમાં અનંત લાગણીઓની અનુભૂતિ…
હોય હરણને મૃગજળ થી બે હાથનું છેટુ
તારી ને મારી વચ્ચે બસ એટલું અંતર…
Really good..!! Lines are so nostalgic..!!
સુંદર ગઝલ..
મત્લાના શેરમાં સમંદર અને અંદર એમ કાફિયાનો આધાર ‘અંદર’ જણાય છે જે આગળ જતાં જળવાતો નથી…
જેવી હુ એવો તુ નક્કી હોવાનો ,ભેદ ભલે બાહર્,
બધુ સરખુ છે ભીતર…..સાચે જ સુન્દર્…
ખુબ સરસ..
એક જ ટીપામાં હો જાણે સાત સમંદર,
એવા ઝંઝાવાત હજુ હૈયાની અંદર….
વાહ!!
awesome!!!
…હોય હરણને મૃગજળથી બે હાથનું છેટું,
તારી ને મારી વચ્ચે બસ, એટલું અંતર!…
…જેવી હું, એવો તું એ નક્કી હોવાનો,
ભેદ ભલે હો બ્હાર, બધું સરખું છે ભીતર;…
શ્રી હિમલભાઈની સુંદર ગઝલ…-ગમી.
એમાંય,
હોય હરણને મૃગજળથી બે હાથનું છેટું,
તારી ને મારી વચ્ચે બસ, એટલું અંતર!- બહુજ સરસ શેર.
અભિનંદન.
Well expressed emotions. Very good sound recording quality.
સુંદર ..
એક જ ટીપામાં હો જાણે સાત સમંદર,
એવા ઝંઝાવાત હજુ હૈયાની અંદર;
હોય હરણને મૃગજળથી બે હાથનું છેટું,
તારી ને મારી વચ્ચે બસ, એટલું અંતર!
પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,
ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે.
જોજનો જેવું કશુંયે ક્યાં રહ્યું અંતર હવે…..
આ બંદિશ આ ગઝલના શબ્દો અને સંગીત બધું જ ખુબ સરસ છે. શ્રી હિમલભાઈ આવી સરસ ગઝલો લખતા રહેજો.પ્રણવભાઈ આવી સરસ બંદિશોનું સર્જન તમારા દ્વારા થતું રહે.નીરવભાઈ જ્વલંતભાઈ સરસ સંગીત ગુજરાતી ગીતો માટે જરૂર આપતા રહેજો.ગુજરાતી ગીતોને વિશ્વ સ્તરે પહોચાડવા તમારા જેવા કવિઓ સંગીતકારો ખુબ સુંદર કાર્ય કરી રહ્યા છે ત આનંદની વાત છે
Thank you Tahuko and Jayshreeben!
This composition is from my recently released Audio Album “..Evu Lakh Have”.
I am pleased to mention that we got tremendous response to this album and were able to sell out 3000 CDs in just a month of its release. All proceedings of more than Rs. 3 Lacs from this sale will go to POLIO ERADICATION FUND of Rotary international.
– Himal Pandya, Bhavnagar, Mob. +91 98790 49553