મન થઈ જાય છે – ભરત વિંઝુડા

ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.

કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વાદળને ઝરમરવાનું મન થઇ જાય છે.

કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
છું જ નહીં કહીને અવગણવાનું મન થઇ જાય છે.

આપણે સાથે નથી એવો સમય વિતાવવા,
વૃક્ષનાં પર્ણો બધાં ગણવાનું મન થઇ જાય છે,

જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં,
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.

-ભરત વિંઝુડા

19 replies on “મન થઈ જાય છે – ભરત વિંઝુડા”

 1. આપણે સાથે નથી એવો સમય વિતાવવા,
  વૃક્ષનાં પર્ણો બધાં ગણવાનું મન થઇ જાય છે,

  જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં,
  ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.

  – ઉત્તમ !

 2. વાહ…ભરતભાઈ,
  સાદ્યંત સુંદર ગઝલ અને મન થઈ જાય છે-રદિફ માટે અલગથી ખાસ અભિનંદન.
  જય હો…!

 3. છેલ્લી બે લીટી બહુ ગમી.વિવેકભાઇની જેમ ~!
  આભાર !

 4. Indira Adhia says:

  અતિ સુંદર…
  જે જગ્યાએ હોઈએ હું ને તમે બે સાથમાં,
  ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઈ જાયછે…
  અદભૂત રચના…

 5. Rekha shukla(Chicago) says:

  બેદર્દી બાલમા તુજ્કો મેરા મન યાદ કરતા હૈ..બરસતા હૈ જો આખોં સે વો સાવન યાદ કરતા હૈ…છુઆ થા તુને જો દામન વો દામન યાદ કરતા હૈ….આરઝુ નુ મારુ મનપસંદ ગીત…તે આજે યાદ આવી ગયુ..!!જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં,ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે…..આપણે સાથે નથી એવો સમય વિતાવવા,વૃક્ષનાં પર્ણો બધાં ગણવાનું મન થઇ જાય છે…!!!

 6. chandrakant Lodhavia says:

  કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
  છું જ નહીં કહીને અવગણવાનું મન થઇ જાય છે.

 7. riddhi.bhrat says:

  ખુબ જ સરસ.વાચવાનુ મન થય જાય્

 8. Gajendra.choksi says:

  મનને ગમતું બધુ કરવાનુ મન થઈ જાય છે.
  આપણે સાથે નથી એવો સમય વિતાવવા,
  વૃક્ષનાં પર્ણો બધાં ગણવાનું મન થઇ જાય છે,

  જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં,
  ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.

  વાહ ! વાહ ! કરવાનુ મન થઈ જાય છે.

 9. RITA SHAH says:

  મેરી મરજી, મૈ ચાહુ જો કરુ, મેરી મરજી.
  મનને ગમતુ બધુ કરવાનુ મન થઇ જાય છે.
  બહુ સરસ રચના છે.
  હમ તુમ એક કમરે મે બંધ હો ઓર ચાબી ખો જાયે.

 10. chandrakant Lodhavia says:

  જયશ્રીબેન જય શ્રીકૃષ્ણ,

  મન થઈ જાય છે – ભરત વિંઝુડા ગીત ખુબ જ ગમ્યું.
  કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
  છું જ નહીં કહીને અવગણવાનું મન થઇ જાય છે.
  વિચારોમાં કેવા ઓતપ્રોત થયેલા છે તે ભાવો ખુબજ આબેહુબ રજુ કર્યા છે. ખૂબ સુંદર અતિ સુંદર.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 11. divya parekh says:

  કઈ પન્ક્તિઓ select કરુ ને કઈ નહી??
  ખુબ અદભુત રચના..
  દિલના તાર રણજણાવી ગઈ

 12. Sudhir Patel says:

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 13. Chauhan Amit.R says:

  Good Gazal. I like this. Thank You so Much.

 14. Shah says:

  વાહ વાહ વાહ!!
  કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
  છું જ નહીં કહીને અવગણવાનું મન થઇ જાય છે….

 15. “ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે”,
  ભીતર જે હોય તે બહ્યમાં છલકે!
  મનના વાદળ જળનો ભાર કેટલો વેંઢારે?
  નિસર્ગની નિશ્રામાં દીવાલો શાં માટે?

  બાકી તો,જેવી જેની ચાહ ! જેવો મૂળ મૂડ-માહોલ !
  એ તો અંગત વાત !
  -લા’કાન્ત ‘કંઇક’ / ૨૨-૮-૧૧

 16. Shyam Matang says:

  જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં,
  ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.
  મજા આવી ગઇ!!!!! અતિ સુંદર.

 17. Mehmood says:

  જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં,
  ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે…

  તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
  તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી!

  આપણે એકાંતમાં ક્યારેય ભેગા ક્યાં થયાં ?
  તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી!

 18. savi says:

  its really nice one,i really enjoyed it.thankx

 19. Ekta Pinara says:

  superb…:)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *