દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે – જવાહર બક્ષી

આજે સાંભળીએ આલાપ દેસાઇના સ્વરમાં, આલાપનું જ સ્વરાંકન – અને ૨૦૦૭ના ગુજરાત સમાચાર સમન્વય પ્રોગ્રામ વખતે થયેલી રજૂઆતનું રેકોર્ડિંગ..! આલાપ દેસાઇને સાંભળવા એ તો લ્હાવો છે જ – પણ એ જ્યારે તબલા હાથમાં લે ત્યારે લાગે કે બીજા કોઇ જ વાજિંત્રની જરૂર જ નથી..! અને અમેરિકા-કેનેડાના ગુજરાતીઓને એમના સ્વર-સ્વરાંકન અને તબલાનો ટહુકો ટૂંક સમયમાં જ સાંભળવા મળશે.
Click : આશિત – હેમા – આલાપ દેસાઇ in USA & Canada (Aug-Sep 2011)

સ્વર – સ્વરાંકન : આલાપ દેસાઇ

કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે! .. Photo: Vivek Tailor

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે,
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.

દશે દિશાઓમાં સતત એક સામટી જ સફર,
અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે.

અટકવું એ ગતિનું કોઈ રૂપ હશે,
હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

– જવાહર બક્ષી

7 replies on “દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે – જવાહર બક્ષી”

 1. જવાહર બક્ષીની અદભુત ગઝલ… આલાપની ગાયકી પણ મનભાવન…

 2. Rekha shukla(Chicago) says:

  દશે દિશાઓમાં સતત એક સામટી જ સફર,
  અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે…..અને તે પણ હાર્ટ એટેક આવી ગયા પછીય….!!!!
  શ્રી જવાહર બક્ષીની ખુબ સુન્દર ગઝલ…!!

 3. Kirat Antani says:

  Very well written.
  અટકવું એ ગતિનું કોઈ રૂપ હશે,
  હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.
  yeh baat! Aalap bhai has done wonders too!

 4. Ravindra Sankalia. says:

  જવાહર બકશિની ગઝલ બહુ સરસ છે. આલાપે ગાઈ છે પણ સરસ.બરાબર આલાપમા.

 5. Ullas Oza says:

  જવાહાર બક્ષેીનેી સુન્દર રચના અને આલાપનેી મધુર ગાયકેી.
  મઝા પડેી.

 6. Kalpana says:

  શ્વાસ ચાલે છે ત્યાં સુધી પ્રવાસ ચાલે છે.પછી વિરામ મળે છે.
  ખૂબ સુંદર રચના.
  આલાપ તો મોરનુ ઈંદડુ છે. એને પણ ખૂબ ખૂબ અભિનન્દન.
  આભાર

 7. Shraddha says:

  ટહુકો તો બસ ટ્હોકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *