એવું લખ હવે – હિમલ પંડ્યા “પાર્થ”

ભાવનગર સ્થિત યુવા ગઝલકાર પ્રા. હિમલ પંડ્યા ની ગુજરાતી ગઝલોના ઓડિયો આલ્બમ ‘એવું લખ હવે’ નું તા. ૨ જુલાઈ ના રોજ કવિશ્રી અંકિત ત્રિવેદી ના હસ્તે વિમોચન થનાર છે. (સ્વરાંકન – પ્રણવ મહેતા, સ્વર – ડો. ભાવના મહેતા, સંગીત સંચાલન – નીરવ પંડ્યા તથા જ્વલંત ભટ્ટ, રેકોર્ડીંગ – સુનીલ પંડ્યા).
આલ્બમના વેચાણની તમામ આવક ‘પોલીયો નાબૂદી’ ના સેવાકાર્ય માટે ઉપયોગમાં લેવાનાર છે.

ભીતરે અંકાય એવું લખ હવે, લાગણી વંચાય એવું લખ હવે;
શબ્દમાં ઘેરી અસર હોવી ઘટે, પાંપણો ભીંજાય એવું લખ હવે;
નફરતોની આ નદી પર પ્રેમનાં, સેતુઓ સર્જાય એવું લખ હવે
કોઈ એને સાંભળી ઝૂમી ઉઠે, કોઈ એને ગાય એવું લખ હવે;
*****************
ફરીથી ઉદાસીની મોસમ મળી છે,
હવામાં ય ગમની લહેરો ભળી છે;

ગમા-અણગમાની હવે વાત કેવી?
હતી જે પીડા, એ જ પાછી મળી છે;
*******************
એક જ ટીપામાં હો જાણે સાત સમંદર!
એવાં ઝંઝાવાત હજુ હૈયાની અંદર;

જુઓ કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું!
ચાલો અહિયાં અટકી જઈએ, નાખો લંગર.

– હિમલ પંડ્યા “પાર્થ”

Love it? Share it?
error

27 replies on “એવું લખ હવે – હિમલ પંડ્યા “પાર્થ””

 1. Suresh Vyas says:

  સરસ !

  ભ્રષ્ટાચાર મટી જાય એવું કાઈ લખો હવે
  સ્વરાજ આવીજાય એવું કાઈ લખો હવે
  સંગઠન સારું થાય એવું કાઈ લખો હવે
  આતંકીઓ બીતા થાય જાય એવું કરો હવે
  કાળું નાણુ જપ્ત થાય એવું કાઈ લખો હવે
  અસુરો માચડે પહોચાડાય એવું કાઈ લખો હવે
  સુરાઓનો જય થાય એવું કાઈ લખો હવે
  ધોળી દિલ્લીથી ભાગી જાય એવું કરો હવે
  મોદી દિલ્લી પહોચી જાય એવું કરો હવે
  સ્વદેશ પ્રેમ વધે એવું કાઈ લખો હવે
  ધર્મપ્રેમ વધે એવું કાઈ લખો હવે
  ગરીબી મટી જાય એવું કરો હવે
  રામરાજ આવીજાય એવું કરો હવે
  -સ્કંદ’

 2. rudraprasad bhatt says:

  એક સારા કાર્ય માટે આ રકમ વપરાશે તે માટે શ્રી હિમલભાઈને અભિનંદન આપીએ એટલા ઓછા છે.તેઓ શ્રી કવિ પણ છે તે તો સોનામાં સુગંધ ભળ્યા બરાબર છે. સરસ સંગીત, સરસ સ્વર રચના અને મધુરો કંઠ .બધુજ સરસ અને આવું ટહુકા ઉપર આપવા માટે શ્રી જયશ્રીબહેનનો આભાર. સમાજના કાર્ય માટે આપણા કલાકારો સંગીતકારો કેટલું સ્તુત્ય કાર્ય કરે છે, તેની પ્રતીતિ થાય છે.

 3. Himal Pandya says:

  ખુબ ખુબ આભાર ઉમદા સેવાકાર્યમા સહયોગ બદલ.

  – પ્રા. હિમલ પંડ્યા, ભાવનગર

 4. Chetan Bhal says:

  Congratulation Himalbhai …

 5. Shruti Shah says:

  કર્ણપ્રિય મધુર અવાજ અને સરસ રચના…….Keep it up Himalbhai…

 6. Indrajitsinh. K. Vala says:

  સુન્દર શબ્દો..સુન્દર સન્ગિત..મધુર અવાઝ…. એ ત્રિવેનિ સન્ગમ હોય,તેમા શુ કહેવાનુ હોય.. દુરદર્શન પર પ્રસ્તુતિ થવિ ોઇએ.

 7. chandralekh rao says:

  જુઓ કિનારે હાથ કોઇફેલાવી ઉભું!

  ચાલો અહિંયા અટકી જઈએ નાખો લંગર….

 8. સરસ !

  હાર્દિક અભિનંદન !

 9. karmavir mehta says:

  હિમલભાઈ
  ગઝલ ખુબ ગમી..તમને ખુબ ખુબ શુભેચ્છાઓ….. સુન્દર સ્વરાંકન માટે ભાઈ પ્રણવ ને અભિનંદન…સરસ ગાયકી માટે ભાવના ને ધન્યવાદ..સંગીત સંકલન માટે નીરવ-જ્વલન્ત અને સુન્દર રેકોર્ડીંગ માટે સુનીલ ને ખુબ ખુબ ધન્યવાદ…

 10. અત્યંત ઉમદા વિચારો પ્રેરિત આ કવન ખુબ ગમ્યું.વળી આ કાર્યમાંથી આવનારી આવક વધુ ઉમદા કાર્યમાટે ફાળવાશે તે માટે હિમલભાઈને સલામ.લગે રહો હિમલભાઈ, આવા રૂડા કામ કરનારાની સંખ્યા બહુ નાની છે.
  હાર્દિક અભિનંદન !

 11. Sudhir Patel says:

  ભાવનગરના કવિશ્રી હિમલ પંડ્યાને આ સુંદર અવસર પર આગોતરા અભિનંદન!
  સુધીર પટેલ.

 12. ખુબ સરસ અને ઉમદા કાર્ય બદલ અભિનઁદન

 13. હિમલ ભૈ ,સન્ગિત નિદર્શન ,અનેગાનાર બેન
  નો સમ્વાદ રુચિકર છે કોમલ રે નો પ્રયોગ ગઝલ ને શ્રુતિ મધુર બનાવે છે
  રચ્નાર્,ગાનાર અને નિયોજક ને અભિ નન્દન .

 14. ખુબ ખુબ અભીનન્દન.
  સરસ રચના,
  સારા કામ કરતા રહો તેવી શુભેછાઓ સાથે…

 15. સરસ રચનાઓ અને એવું જ સુંદર સ્વર-સંગીત…સાથે-સાથે ઉમદા અને અનુકરણીય ઉદ્દેશ.
  આભિનંદન.

 16. Rasik Thanki says:

  ખુબજ સ્રરસ રચના

 17. ખુબ ખુબ અભિનઁદન… લખતા રહો..

 18. nitesh karia says:

  ખુબ ખુબ અભિનઁદન…Keep it up Himalbhai…

 19. Nayan Shah says:

  બહુજ સુન્દેર્.

 20. Bhavna Shah says:

  nice one…

 21. dr.d. r.godhani says:

  ખુબ ખુબ અભિનન્દન – હિમલ્ ભાઈ

 22. viranacacahibhai.C.Raval says:

  સુદર અને ઉમદા કાર્ય બદલ અભિનઁદનખુબજ સ્રરસ રચનાલખતા રહો..તેવા આશીર્વાદ

 23. neeta pandya says:

  હિમલભઇ હાર્દિક શુભકામના, ખુબ સરસ લખો .દેશને હચમચાવે એવુ લખો.સારિ ભાવનાનિ મહેક ફેલાતા વાર નથિ લાગતિ.

 24. dharmesh jogi says:

  ખુબ વધે તમારિ નામના તેવા શુભ આશિશ

 25. HARDIK SHAH says:

  I am from Ahmedabad. How can I get a copy of this ? i can also bear courier expenses and can pay through bank tranfer. please send details @ ca.hpshah@gmail.com

 26. Bharat Oza says:

  અભિનદન ! બહુજ સરસ્

 27. હિમલભાઈ,
  મને તો ગમ્યું,
  બીજાની કોઈની ખબર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *