ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

મા, મને છત્રી લઇ આપ તું એવી….

આજે બાળદિનના દિવસે બાળગીત સાંભળાના રહી જઇએ એ ચાલે ? અને બાળકોની દુનિયાનો એક ઘણો અગત્યનો હિસ્સો એટલે વરસાદ, કાગળની હોડી, છબછબીયા, છત્રી…

chhatri.jpg

This text will be replaced

મા મને છત્રી લઇ આપ તું એવી
કે પલળી પલળીને થાઉં કોરી
ઝરમરનો કક્કો એ જાણું નહીં
ને તોયે મુશળધાર મેઘ લાઉં દોરી

હે છત્રી ઓઢીને મા ચાલી હું,
લીલાછમ વગડાને વીણવા
ઝાડે ઝાડે જઇ હું ઉભી રહું,
ધોળા ફોરાના ફૂલડાને ઝીલવા

ગુંથી દે મઘમઘતો ગજરો
મા વીજળીની દોરી લાઉં ચોરી
મા મને છત્રી લઇ આપ તું એવી
કે પલળી પલળીને થાઉં કોરી

હે ઘાસમાં ગોળગોળ મારું ગોઠીમડા
ને વાદળના હીંચકે હીંચું
ચાતકના ટોળા જો આવે ફરફરતા
તો આખું આકાશ એને સીચું

ટપ ટપ ટપકે છે નેવાં
કે છત્રીએ વળગી છે આજ એક છોરી
મા મને છત્રી લઇ આપ તું એવી
કે પલળી પલળીને થાઉં કોરી

મારી છત્રીએ સાત સાત રંગ
ભીના ટહુકાના ગીતડા ગાય
કાગળની હોડીમાં બેસી બેસીને
ઝીણા સોણલાઓ આવે ને જાય

છબછબીયાં કરવા દે, કપડા ખરડવા દે
વાદળ ઘસીને થઇશ ગોરી
મા મને છત્રી લઇ આપ તું એવી
કે પલળી પલળીને થાઉં કોરી

એક વર્ષ પહેલા : અબોલડા - પ્રહલાદ પારેખ, H मनकुंतो मौला...

8 comments to મા, મને છત્રી લઇ આપ તું એવી….

  1. ashalata
    November 14th, 2007 at 9:31 pm

    ટહુકામા છબછબિયા કરવાની મજા આવી——

  2. K
    November 15th, 2007 at 12:33 am

    Good one, muje mera bachpan lautado……

  3. Rashi
    November 16th, 2007 at 12:02 pm

    Khub aj saras balgeet che me tou aa geet pehli vaar sambhadyu che pan khub aj maaja avi gai.Really je jaadu apna gujarati balgeeto ma che avo jaadu english poems ma nathij.Khub aj saras!!Ava balgeeto amara jeva balako mate post karta rehjo Jayshree didi !!…….

  4. Bimal - Rio de Janiero
    February 20th, 2008 at 7:12 am

    Who is the singer ?

  5. Niyati shah
    August 12th, 2008 at 5:25 am

    બચ્પ્ન ની યાદ આવી ગઇ…………………..

  6. sima shah
    July 13th, 2009 at 10:40 am

    ખૂબ જ સરસ,સુંદર અને સરળ ભાવવાહી બાળગીત…..
    વાંચીને બાળપણ યાદ આવી ગયુ?….,ના………..
    હું પોતે જ નાની થઈ ગઈ………
    આભાર……….

    સીમા

  7. Neha
    June 19th, 2010 at 12:46 pm

    Fantastic!

  8. nilesh pabari
    July 6th, 2010 at 6:48 pm

    ખરેખર વરસાદ ની મોજ કરાવી દીધી તમે તો

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>