અશ્રુ ચાલ્યા જાય છે … – શયદા

‘શયદા’ની આ ગઝલના એક એક શેર પર આખેઆખા ગઝલસંગ્રહ કુરબાન… !! અને સાથે સોલીભાઇનો અવાજ હોય પછી તો પૂછવું જ શું ? આમ તો સોલીભાઇનું ‘પ્રેમ એટલે કે..’ આબ્લમના એક એક ગીત એવા છે ને તમે એમાંથી સૌથી ગમતું ગીત પસંદ જ ના કરી શકો… જાણે કે ગુજરાતી કાવ્ય-ગઝલ જગતમાંથી શોધી શોધીને અનમોલ મોતીઓનો ખજાનો લઇ આવ્યા છે એમાં… અને આ ગઝલ પણ એ જ માળાનું એક અમૂલ્ય મોતી છે.
સ્વર – સંગીત : સોલી કાપડિયા
diva.jpg

.

હોય ગમ લાખો ભલે, એ ગમનો મુજને ગમ નથી
આપ શ્વાસે શ્વાસમાં છો એ ખુશી કંઇ કમ નથી

એક છે એની જુદાઇ એક એની યાદ છે
બેઉ બેનો છે બલા, તડપાવવામાં કમ નથી

એની ત્યાં દ્રષ્ટિ ફરી ને અહીંયા મુજ ભાવી ફર્યું
દમ વિનાની વાત છે, આ વાતમાં કંઇ દમ નથી

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
હું કહું છું જિંદગી ધોવાય છે

યાદ તારી ઉરમાં માતી નથી
એટલે તો આંખથી છલકાય છે

આપના દર્શનની ખૂબી શું કહું,
દિલના દસ કોઠામાં દીવા થાય છે

હાથ મારો છોડી એ જાતા નથી
બેઉ દુનિયા હાથમાંથી જાય છે

અર્થની ચર્ચા મહીં શયદા બધો
જિંદગીનો અર્થ માર્યો જાય છે

29 replies on “અશ્રુ ચાલ્યા જાય છે … – શયદા”

 1. madhusudan shah says:

  ખુબ સરસ મધુર અવાજ, બસ સામ્ભલ્યા કરુ

 2. himanshu. says:

  There is a small mistake please verify.The last stanza should have “Badha” and not wadha.I will try to obtain this albam.It is not easy to get gujarati music in Mumbai.Whatever is available is either religeous or spritual,folk etc.I think somebody should try to compile a data of Gujarati Music,which may be considered as worth considering as inheritence.Shri Mahendra Meghani did compile a list of books called “apno varso” or something like “apno vichar vaibhav”.May be in long term “Tahuko”, will become a source to seek such music.

 3. jayesh says:

  please send me song “Savario re maro savario hu to khobo mangu ne dai de dariyo” i will very thankful to you.please send me this song..

 4. ashalata says:

  ખુબ જ સુન્દર—–

 5. ખુબ જ સુંદર ગઝલ અને મજાનો અવાજ – સંગીત …

 6. girish says:

  ખુબ જ સુન્દર

 7. Ashvin says:

  આ દુનિયા જ પોતે એક ગઝલ છે.
  જયારે ગમ ને સુરો મળૅ ત્યારે જ તે ગઝલ બને.
  hw 2wrt gzl???
  its nt dpnd 2 ur tnking
  its dpnd only ur flng

 8. Bharti says:

  THIS IS PERFECT I LIKE IT VERY MUCH……

 9. Nitin Shah says:

  Can you please send me the song “Kajal Bhrya nayanna kaman mane game chhe”
  I will be so very happy if you can do so.

 10. Dushyant Bhavsar says:

  It’s Beautiful Voice n Song

 11. Dushyant Bhavsar says:

  એક સલામ… સ્વર સંગીતના આ કસબીઓને..

 12. sangada keyuri says:

  Really,it’s not easy to understand,aamey gujarati sahitya samajavu sahelu nathi,plz,give me a few formula for how to start writing,I want to know that utam kavita lakhnara j kavio hoy che

 13. શિવાજી એસ. વાઘ says:

  સોલી કાપડીયા ને 100-100 સો સો સલામ્

 14. ફિલ્મ ‘ઝંઝીર’નું “યારી હૈ ઇમાન મેરા” યાદ આવી ગયું.

 15. Paresh Jadav says:

  still the voice sounds in my mind…….glorious one grom gujarati culture…..i love the site..i just found today…

 16. SUSHMA THAKKAR says:

  ખુબ સુન્દર શબ્દો છે…મઝા આવી ગઈ.

 17. ghani khushi thai
  manma lage che ke hu gujaratmi mati na darshan thaya.
  tamaro ghano abhar.

 18. Vipin Mehta says:

  સોલિ કાપઙઆ ના અવાજ નો જાદુ અને સયદા સાહેબ ના શબ્દો ની રચના સદાબહાર છે.

 19. sureshkumar vithalani says:

  Excellent! Superb!

 20. shayada is in my openion gujarati gazals pitamaha iam greatful to for providin this great poet narendra

 21. Dr. Reena Nathavani says:

  Please give a link to download these songs.

 22. parth says:

  હમેશા થિ જ હુ સોલિ ભઇ નો અશિક રહ્યો .

 23. parth says:

  સોલિ ભઇ ના અવજ મા મર્મ અને ગમ્ભિરતા હ્ર્દય ને સ્પર્શિ ગઇ. વહ્હ વહ્હ સલામ સોલિ ભઇ ને

 24. ખુબ જ મધુર અવાજ છે બસ સાંભળ્યા જ કરું..ફરિ ફરિ…અને ફરિ..ગઝલ જગતમાંથી શોધી શોધીને અનમોલ મોતીઓનો ખજાનો લઇ આવ્યા છે જયશ્રીબેન તો.. એમાં… આ ગઝલ પણ આવી માળાનું એક અમૂલ્ય મોતી છે…સાંભળવાનું ના છોડશો…!

 25. ખુબ સરસ હુ કહુછુ જિદગિ ધોવાઇ છે. તુ કહે અશ્રુ વહ્યાજાઇ છે.

 26. kiran chavan. says:

  lajavab ..sundar gazal.

 27. ANKUR says:

  Pls arrange lyrics of HU padyo chu prem ma ane tu padi che prem ma

 28. hardik says:

  એક છે એની જુદાઇ એક એની યાદ છે
  બેઉ બેનો છે બલા, તડપાવવામાં કમ નથી..

  એક છે એની જુદાઇ એક એની યાદ છે
  બેઉ બેનો છે બલા, તડપાવવામાં કમ નથી

 29. jayshreeben you have been operating very usefiul and very intersting website this helps chair – rriden old(91) man likeme god bless you narenadr

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *