બે મંજીરાં – ભગવતીકુમાર શર્મા

સ્વર – સ્વરાંકન : સોલી કાપડિયા

મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં…

ક્રુષ્ણક્રુષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:

એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.

શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા…

રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;

વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.

હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં…
મારે રુદિયે બે મંજીરાં.

– ભગવતીકુમાર શર્મા

( આભાર – પ્રભાતના પુષ્પો)

10 replies on “બે મંજીરાં – ભગવતીકુમાર શર્મા”

 1. અભિનંદન, આભાર. અતિસંદર નવિન ભજન સાંભળવા સાથ શબ્દો વાંચી ગાવાની મઝા માણી.
  કાંતિલાલ પરમાર
  હીચીન

 2. darshana pathak says:

  ખુબ જ સુન્દર ભજન…..

 3. devang says:

  ધન્ય થૈ ગયા બાપુ આપ ને સામ્ભડિ ને

 4. આ રચના પ્રથમવાર નવસારીમાં જ્યારે પરિષદ યોજાઈ, અને આદરણીય શ્રી ભગવતીકુમાર શર્મા સાહેબને પ્રમુખ પદે નિયુક્ત કરવામાઁ આવ્યા ત્યારે સાઁભળેલી… અત્યત સુંદર રચના છે અને એ સમયે પ્રસ્તુતી પણ એટલી જ સુંદર થયેલી…આજે આ રચના ટહુકો પર માણવા મળી ફરી ફરી આનંદ વ્યક્ત કરું છું….

 5. Maheshcandra Naik says:

  સ્વરકાર સોલીના લાઈવ પોગ્રામમા ગાંધીસ્મૃતી હોલ, સુરતમા સાંભળી હતી ફરીથી આજે આનંદ થઈ ગયો, આભાર………..

 6. સોલીના સ્વરે આજે પ્રથમ વખત જ રચના સાંભળી પણ સ્વર અને રચના બંને માણવાનો આનંદ થયો.

 7. મારું ગમતું કાવ્ય….

 8. chanda says:

  વાહ સોલિભાઈ………….

 9. Chaula says:

  bhagvtikakani koipan rchna mne bhu j gme chhe.ane tema manjira to bhu j gme . gme tetlivar sambhdu to pan man nthi bhratu. soli kapdiya tema char chand lgavya chhe.

 10. માવજી મહેશ્વરી says:

  આ રચના અનાર કઠિયારાના કંઠે સાંભળેલી. એ તરજ વધારે પ્રભાવક લાગી છે. આ તરજમાં ગીતના ભાવ સાથે ગાયકના ભાવને કોઈ જ મેળ ખાતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *