मैं अपने आप से घबरा गया हूँ… (ત્રિપદી ગઝલ) – વિવેક મનહર ટેલર

મિત્ર વિવેકની આ મને ખૂબ જ ગમતી – મારા માટે એકદમ સ્પેશિયલ – એવી ત્રિપદી ગઝલ – આજના સ્પેશિયલ દિવસે – આપ સૌ માટે..!! અને હા – સાથે વિવેકને ખૂબ ખૂબ અભિનંદન..

આજે ‘શબ્દો છે શ્વાસ મારા’ (http://www.vmtailor.com/)- મિત્ર વિવેકની સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – ને પાંચ વર્ષ પૂરા થયા..!

આવતા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ દોસ્ત..

PB093327
(આખરી ઉજાસ…            ….બેલે આઇલેન્ડ, ડેટ્રોઇટ, અમેરિકા, ૦૮-૧૧-૨૦૦૯)
*

થવું નારાજ તારાથી શી રીતે ?
હું જાણું છું, તું મારી જિંદગી છે,
मैं अपने आप से घबरा गया हूँ ।

રણોને રણમાં મૃગજળથી છળીને,
હું પહોંચું શી રીતે મારી સમીપે ?
मैं अपने आप से घबरा गया हूँ ।

આ જીવન આમ તો શી રીતે વીતે ?
સમય પણ જાય થોભી આ કહીને :
‘मैं अपने आप से घबरा गया हूँ ।’

જમાના પાસે છે કારણ હજારો,
જીવે સૌ એકબીજાથી ડરીને,
मैं अपने आप से घबरा गया हूँ ।

હું મારા-તારા સૌ સાથે લડી લઈશ,
તું મુજ ગ્લાનિ મિટાવીશ શું કહીને ?
मैं अपने आप से घबरा गया हूँ ।

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૮-૨૦૦૯)

11 replies on “मैं अपने आप से घबरा गया हूँ… (ત્રિપદી ગઝલ) – વિવેક મનહર ટેલર”

  1. pragnaju says:

    આજે ‘શબ્દો છે શ્વાસ મારા’નાછઠ્ઠા વર્ષમા પ્રવેશ પ્રસંગે શુભેચ્છાઓ
    જાણીતી ત્રિપદી ગઝલની આ પંક્તીઓ
    હું મારા-તારા સૌ સાથે લડી લઈશ,
    તું મુજ ગ્લાનિ મિટાવીશ શું કહીને ?
    मैं अपने आप से घबरा गया हूँ ।
    ખૂબ ગમી ગઇ

  2. Ullas Oza says:

    વિવેકભાઈને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા.

  3. ‘શબ્દો છે શ્વાસ મારા’ને પાંચમી વર્ષગાંઠે અભિનંદન. સરસ પ્રયોગ.

  4. Bina says:

    ‘શબ્દો છે શ્વાસ મારા’ને પાંચમી વર્ષગાંઠે અભિનંદન અને શુભેચ્છા!

  5. Suresh Vyas says:

    અરે ભાઈ, તમે તમારાથી જ ગભરાઈ જાવ તો તમે તમારૂ કે બીજાનુ કલ્યાણ તમારાથી કેમ કરી સકશો ?
    જીવનમા અને વેદિક સમાજમા ઘણી સમસ્યા ઓ છે તે હલ કરવા કમર કસીને તૈયાર થવાનુ શાસ્ત્રો કહે છે.
    ખોટુ ન લગાડશો. અત્યારના સમયમા લોકોને ઊત્સાહિત કરે – મરેલાને જાગ્રત કરે તેવી કવિતાઓની ખૂબ જરુર છે.

    જય શ્રી ક્રશ્ણ!

  6. મૈ અપને આપ સે ઘબરા ગયા હૂ, મુજે એ જિઁદગી દીવાના કર દે…હિન્દી ફિલ્મની બહુ જ જૂની રચના યાદ આવી ગૈ…વિવેકભાઇની આ રચના પણ સરસ થઇ છે

  7. sudhir patel says:

    સુંદર ત્રિપદીનો પ્રયોગ!
    વિવેકભાઈને એમની વેબસાઈટના છઠ્ઠા વર્ષમાં પ્રવેશ નિમિત્તે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

  8. GUNGUN says:

    its a fentastic

  9. શ્રી વિવેકભાઈને એમની વેબસાઈટ-શબ્દો છે શ્વાસ મારા-ની પાંચમી વર્ષગાંઠ અને નવતર પ્રયોગ કહી શકાય એવી સરસ ભાવવાહી ગઝલ બદલ હાર્દિક અભિનંદન.

  10. થવું નારાજ તારાથી શી રીતે ?
    હું જાણું છું, તું મારી જિંદગી છે,
    मैं अपने आप से घबरा गया हूँ ।

  11. સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *