તમારી એ આંખોની હરકત નથી ને ? -યામિની ગૌરાંગ વ્યાસ

આજે આપણે માણીએ, યામિની વ્યાસનાં નવા સંગીત-આલ્બમમાંની એક પ્રણયરંગી તોફાની ગઝલ…

beautifulbeautycuteeyesgirlindian-0357666cc4796582c5966df1052f1acf_h

(એ પાંપણની વચમાં જ કરવત નથી ને ? ફોટો : વેબ પરથી)

સંગીત, સ્વરાંકન અને સ્વર : શૌનક પંડ્યા
આલ્બમ : તમારી એ આંખોની હરકત નથી ને ?

તમારી એ આંખોની હરકત નથી ને ?
ફરી આ નવી કોઈ આફત નથી ને ?

વહેરે છે અમને તો આખા ને આખા,
એ પાંપણની વચમાં જ કરવત નથી ને ?

વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
એ પાણીની નીચે જ પર્વત નથી ને ?

તમારા તમારા તમારા અમે તો,
કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?

-યામિની ગૌરાંગ વ્યાસ

 

27 replies on “તમારી એ આંખોની હરકત નથી ને ? -યામિની ગૌરાંગ વ્યાસ”

 1. Ranjitved says:

  Very good gazal…congratulations to entire team…….writter,singer,and composor after long time we had lovely…short & simple but “TOUCHING” ……words..!!!RANJIT JSK

 2. Ranjitved says:

  sorry…how can we keep silence after viewing an extra ordinary PHOTOGRAPH..!!!simply wonderful…picture with deep expressions…great…!!Thank you Jayshreeben & Amitbhai….RANJIT VED.

 3. H.D.RATHOD says:

  સરસ અમને ગમેી

 4. Mukesh Pandya says:

  Good one!!!!

 5. વાહ.. મસ્ત મજાની ગઝલ.. લગાગાના આવર્તનોમાંથી ઊઠતું સંગીત શૌનકભાઈએ આબાદ ઝીલ્યું છે.. ગાયકી પણ મનમોહક…

 6. સરસ ગઝલ,
  તમારા તમારા તમારા અમે તો,
  કહ્યુ તો ખરુ તોયે ધરપત નથી ને?
  સુન્દર.

 7. ક્યા બાત હૈ !

 8. Ullas Oza says:

  આંખો, પાપણ, નદી, પર્વત, આફત, કરવત, વિ. ની ધરપત માં રમાડતી રચના.

 9. Vishal SHAH says:

  કેમ છો !હુન નોકિઆ ફોન Use કરુ છુ અને મારે આપની વેબ સાઈટ જોવી છે ! પણ Junk Char. આવે છે તો મરે સુ કરવુ જોઇએ જેથિ કરિ ને ગુજરાતી મા જોવા મળે!

  આપનો આભાર
  વિશાલ.

 10. Mukund Desai'MADAD' says:

  સુન્દર ભાવવાહિ ગઝલ

 11. Mukund Desai'MADAD' says:

  સરસ ગઝલ

 12. Mehmood says:

  તમારા તમારા તમારા અમે તો,
  કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?

  You came into my life when I needed it the most
  You cared and were there for me thru everything
  Your my best friend the one who I depend on
  The one I run to when I feel like there’s no one to run to
  The one who holds and cares and loves me
  The one I belong to for I am yours and yours alone

 13. dipti says:

  મસ્ત મસ્ત તોફાની ગઝલ…

  તમારા તમારા તમારા અમે તો,
  કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?

 14. sudhir patel says:

  તસ્વીર જેવી જ કાતિલ ગઝલ!
  સુધીર પટેલ.

 15. સરસ. ગઝલ અને ગાયન બન્ને.

 16. યામિની ની
  તમારા તમારા તમારા અમે તો
  કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને.

  આંખો, પાપણ,
  નદી, પર્વત,
  આફત, કરવત,
  ની ધરપત માં રમાડતી રચના.

  Geeta Rajendra
  http://www.bpindia.org

 17. બહું સુદર રચના ! અને એની ગાયકી પણ લાજવાબ !

 18. vineshchandra chhotai says:

  ફરિ ફરિ આ તો મન ને ગમ્તિ વાત્ , ફરિ ફ્રરિ ,આ ચે મન ગમ્તિ તિ હૈય નિ વત્………………….સુ કર્વુ ……………ન સમજતિ વાત્………………….

 19. makarand musale says:

  ગઝલ…અભિનન્દન…’નથીને રદિફ નિભાવ્યો’

 20. દિલ બાગ બાગ થઇ ગયુ……લાજવાબ

 21. Baarin says:

  તમારા સમ ખુબ સરસ રચના, મઝા આવી ગઈ.

 22. ashalata says:

  સરસ રચના—–

 23. Bunty says:

  વાહ્… મસ્ત .. મઝા આવી.. મોજે દરિયા..

 24. Tushar Bhatt says:

  સુન્દર રચના,મઝા આવિ ગઇ!

 25. manilalmaroo says:

  good and sweet.anilal.m.maroo.

 26. shaunak pandya says:

  આભાર્……………

 27. Kinjal says:

  સુન્દર….મારા તમારા તમારા અમે તો, કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ? મઝા આવી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *